૯૯ ટકા લોકો નથી જાણતા કે, આ કેરીને લંગડા કેરી તરીકે કેમ ઓળખવામાં આવે છે? વાંચો..

તથ્યો

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ગરમીની મૌસમ હોય અને કેરીની વાત ન થાય તે શકય જ નથી. કેરી એક એવું ફળ છે જેને દરેક ઉમરના લોકો ખુબ જ પસંદ કરે છે અને ખુબ મજાથી ખાય છે પછી ભલે કાચી હોય કે સામાન્ય જયુસ હોય કે કેરીનું બનેલ અથાણુ હોય બધા પોત પોતાના અલગ સ્વાદ અને મજા લે છે આ બધા ઉપરાંત કેરી ખુબ સારી વસ્તુ છે કેરી મેંના મહીનામાંથી આબા બનાવવાનું શરૂ થઈ જાય છે અને ત્યારબાદ તે બજારોમાં જોવા મળે છે ગરમીની સીજનમાં દરેક રીતની કેરીઓ સામાન્ય બજારમાં જોવા મળે છે.

એ યાદ રહે કે ભારતમાં લગભગ ૧૫૦૦ પ્રકારની કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમાંથી સૌથી વધુ જે કેરીઓ ખાવા માટે હોય છે. તેમાં દશહરી, હાપુચૌસા, કેસર, તોતાપરી, સફેદા, સિંદુરી, નીલમ અને લંગડા વગેરે છે. દરેક કેરીના નામ પાછળ સ્વાદ અને આકારની કહાની છુપાયેલી હોય છે. તેમાંથી એક છે લંગડા કેરી જેની આજે અમે વાત કરીએ છીએ. તમારા બધા લોકોમાંથી એ વાત ખુબ ઓછો લોકોને ખબર પડશે કે તેનું નામ લંગડા કેમ પડ્યું.

લંગડા કેરી બાકી કેરીની જેમ પીળા રંગની હોતી નથી પરંતુ તેનો રંગ લીલો હોય છે. આ કેરી બાકી કેરીની સરખામણીમાં વધુ મીઠાસ અને રસદાર હોય છે. એ યાદ રહે કે આ કેરીનું નામ લંગડા કેરી કેવી રીતે પડ્યું. આ કેરીની કહાની એક વ્યક્તિથી જોડાયેલ છે આ કેરીની પ્રજાતિ આજથી લગભગ ૨૦૦ – ૩૦૦ વર્ષ જુની છે. જેની કહાની ઉત્તરપ્રદેશના શહેર વારાણસીથી જોડાયેલ છે.

કહાની એ છે કે જયારે એક વ્યક્તિએ કેરી ખાઇ તેના બીજ પોતાના ઘરના આંગણામાં જ લગાવી દીધા અને જયારે તે ઝાડ પર ફળ આવવા લાગ્યા તો દુર દુરથી લોકોએ આવી આ કેરીને ખાઇ જોઇ અને બધાને આ કેરી ખુબ પસંદ આવી ત્યારથી જ લંગડા કેરી લોકપ્રિય બની ગઇ જે વ્યક્તિએ આ કેરીના ઝાડને પોતાના ઘરમાં લગાવ્યું હતું તે લંગડો હતો અને લોકો તેને એમ કહી બોલાવતા હતાં અને લોકોએ ધીરે ધીરે તે વ્યક્તિના નામ પર જ કેરીનું નામ પણ લંગડા કેરી રાખી દીધુ.

આ કેરીની ખેતી હવે ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવે છે. લંગડા કેરી દેશભરમાં જુનથી લઇ ને ઓગષ્ટ મહીના સુધી મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *