રોમેન્ટિક સબંધ પછી પિતાએ તેની 21 વર્ષની પુત્રી સાથે કર્યું કંઈક આવું..વાંચો.

જીવનશૈલી

પોતાની જ પુત્રીના લગ્ન માટે 2 વર્ષની સજા સંભળાતા પિતાએ તેમના પર લાગવામાં આવેલા આરોપોને બીજી કોર્ટમાં પડકાર ન આપવાનો નિર્ણય લીધો છે. 40 વર્ષની ઉંમરના આ પિતાને યુ.એસ. કોર્ટે સજા સંભળાવી છે. પરંતુ પુત્રી સાથેના તેના સંબંધ માટે પિતા પર અન્ય રાજ્યમાં કેસ ચાલી રહ્યો છે.

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ટ્રેવિસ ફીલ્ડગ્રોવ નામનો એક વ્યક્તિ તેની પોતાની પુત્રી સાથેના પ્રેમ સંબંધમાં હતો અને ત્યારબાદ તેણે લગ્ન પણ કર્યા હતા. અમેરિકાના નેબ્રાસ્કામાં ટ્રેવિલ વિરુદ્ધ હાલમાં બીજો મુકદ્દમો ચાલી રહ્યો છે.

તે જ સમયે, ટ્રેવિસની પુત્રીએ કહ્યું કે પિતાનો પ્રેમ મેળવવા માટે તેની અને તેની સાવકી બહેન વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. ટ્રવિસના લગ્ન ગયા વર્ષે ઓક્ટોબરમાં સમન્તા કરશનર સાથે થયા હતા. તેના એક મહિના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

અમેરિકાના નેબ્રાસ્કાની એડમ કાઉન્ટી કોર્ટ 14 જાન્યુઆરી, 2020 ના રોજ ટ્રેવિસની સુનાવણી કરશે. અગાઉ પુત્રીને તેના પિતા સાથે લગ્ન કરવાના ગુનામાં 9 મહિનાની પ્રોબેશન આપવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે પિતા અને પુત્રીએ પ્રેમ સંબંધ અને જાતીય સંબંધની કબૂલાત આપી છે. પુત્રીના જન્મ પછી તે તેના પિતાથી અલગ થઈ ગઈ હતી. તેણી 17 વર્ષની ઉંમરે પ્રથમ વખત તેના પિતાને મળી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *