શિયાળામાં કાળાતલ ખાવાથી થતા, આ ૧૮ ફાયદા તમે નઈ જાણતા હોઈ..

હેલ્થ

ઠંડીની ઋતુમાં તલ ખાવાનાં ફાયદાઓ ખૂબ જ મોટા છે. ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ બે પ્રકારના હોય છે – કાળા અને સફેદ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક રોગ અને તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શિયમની આવશ્યકતા પૂર્ણ થાય છે.

કાળા તલ ખાવાના અદ્ભૂત ફાયદાઓ:

  1. કાળા તલમાં રહેલ એન્ટિ-ઓક્સિડેન્ટ કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે. કેન્સરની બીમારીમાં ઘણી રાહત મળે છે.
  2. કાળા તલનાં સેવનથી શક્તિ/ઉર્જા પ્રાપ્ત થાય છે.
  3. તલનું સેવન હ્ર્દયની માંસ-પેશીઓને સ્વસ્થ રાખવામાં લાભદાયી છે.
  4. દરરોજ એક મોટી ચમચી જેટલાં તલ ખાવાથી દાંત સાફ અને મજબુત થાય છે.
  5. કાળા તલનું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ વધું મજબૂત અને કાળા બને છે.

દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે.

  1. ગર્ભવતી મહિલા અને શિશુ માટે કાળા તલનું સેવન ખુબ જ લાભદાયી છે.
  2. નાના બાળકોનાં વિકાસ માટે તલના તેલનું માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે. માલિશ કરવાથી બાળકને તંદુરસ્ત ઉંઘ પ્રાપ્ત થાય છે.
  3. તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો જેનાંથી ઉધરસ દૂર થઈ જશે.
  4. બાળક સુતી વખતે પથારીમાં પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળ સાથે ભેળવીને લાડુ બનાવો અને બાળકને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.
  5. એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.
  6. તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.
  7. તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.
  8. કાળા તલનું સેવન કરવાથી ડાયાબીટીસની બીમારીમાં પણ રાહત થાય છે.
  9. કાળા તલનો મુખવાસ ખાવાથી મોં ની દુર્ગંધ દૂર થાય છે.
  10. કાળા તલના સેવનથી હાડકા મજબૂત થાય છે.
  11. ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.
  12. કાળા તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *