મગરના મૃત્યુ પછી તેનું બનશે મંદિર જાણો સમગ્ર મામલો શું છે તે..

સ્ટોરી

આ કિસ્સો એક મગરનો છે. છત્તીસગઢમાં એક ૧૩૦ વર્ષના મગરનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુને લઈને ગામમાં શોકનું મોજું ફરી ઉઠયું છે. મોહતારા ગામમાં ગંગારામ મગર આશરે ૧૦૦ વર્ષથી ગામના લોકોનો મિત્ર બની ગયો હતો. ગામના લોકોના કહેવા પ્રમાણે તે તળાવમાં આશરે ૧૦૦ વર્ષોથી રહેતો હતો.

ગામના લોકોને મગર સાથે સારો એવો લગાવ થઇ ગયો હતો. આ મગરે બે – ત્રણ વખત બીજા ગામમાં જવા માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ દર વખતે તેને પાછો લાવવામાં આવ્યો હતો. ગંગારામના મૃત્યુને લીધે આખા ગામમાં કોઈએ ચૂલો પણ સળગાવ્યો નહતો.
મગરના મૃત્યુને લીધે ૫૦૦ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. ગંગારામ મગરને પુરા માન-સમ્માનની સાથે તળાવના કિનારે દાટવામાં આવ્યો હતો. ગામના સરપંચે કહ્યું કે ગામના લોકો ગંગારામનું સ્મારક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. થોડા જ સમયમાં એક મંદિર બની જશે જ્યાં લોકો પૂજા કરી શકશે.

વન વિભાગને મગરના મૃત્યુના સમાચાર મળ્યા હતા ત્યારબાદ તેઓ મગરને પોસ્ટમોર્ટમ માટે લઇ ગયા હતા અને ત્યારબાદ તેનું શબ ગામના લોકોને સોંપી દીધું હતું. ગંગારામ નામક મગરની ઉંમર આશરે ૧૩૦ વર્ષની હતી. આ મગરને વજન ૨૫૦ કિલો હતું અને તેની લંબાઈ ૩. ૪૦ મીટર હતી. અધિકારીના કહેવા પ્રમાણે મગર માંસાહારી હોય છે પરંતુ ગંગારામના કેસમાં કઈક અલગ જ હતું. ગંગારામ જે તળાવમાં હતો તેમાં તે કોઈ પણ વ્યક્તિને નુકશાન નહતો પહોચાડતો બસ આ જ કારણે તેના મૃત્યુથી ગામના લોકોને ગહનું દુઃખ પહોચ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *