અમિત શાહે કહ્યું કે, ભાજપની સરકાર ફરીથી બહુમતી સાથે આવશે અને રાહુલ ગાંધીને રાફેલને લઈને કોઈ બાબત હોઈ તો..

રાજનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્દી માં ભાજપ હેડ ક્વાર્ટર ખાતે પક્ષ પ્રમુખ અમિત શાહ ની સાથે પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી હતી. પ્રથમ વખત ની આ ઐતિહાસિક પત્રકાર પરિષદ માં ચૂંટણી પ્રચાર ના છેલ્લા દિવસે મોદી એ ભારપૂર્વક કહ્યું હતું કે, તેમની સરકારે સંપૂર્ણ બહુમતિ સાથે સત્તા માં પરત આવનાર છે.

નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે, મધ્યપ્રદેશ માં ચૂંટણી પ્રચાર કરીને તેઓ સીધી રીતે પત્રકારો ને મળવા માટે અહીં પહોંચ્યા છે. મોદી એ વિશ્વાસ સાથે કહ્યું હતું કે, તેમની સરકાર બહુમતિ સાથે ફરીવાર આવનાર છે. આ પ્રકાર ની બાબત પન્ન દેશ માં પ્રથમ વખત બનવા જઈ રહી છે જ્યારે એક સરકાર ફરીવાર બહુમતિ સાથે પરત આવી રહી છે. મોદી એ કહ્યું છે કે, લોકશાહી વ્યવસ્થામાં વિશ્વ માં લોકો ભારત ની નોંધ લઇ રહ્યા છે.

અમારી લોકશાહી વ્યવસ્થા માં અનેક વિવિધતા રહેલી છે. પત્રકારો સાથે વાતચીત કરતા મોદી એ કહ્યું હતું કે, તેઓ કોઇ પણ પ્રકાર ના પ્રશ્નો લેશે નહી કારણ કે, પાર્ટી પ્રમુખ અમિત શાહ દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં અાવ્યું છે. અમિત શાહ દ્વારા જ તમામ પ્રશ્નો ના જવાબ આપવા માં આવશે. ભાજપ ની વ્યવસ્થા માં રહેલી શિસ્ત ને તેઓ પોતે પણ પાળશે. અમિત શાહે ચૂંટણી પ્રચાર અને અન્ય તમામ પ્રકાર ની બાબતો અંગે જવાબ આપ્યા હતા.

મોદી એ કહ્યું હતું કે સમગ્ર વિશ્વ માં પ્રભુત્વ જમાવવા માટે ભારત સક્ષમ છે. બીજી બાજુ ભાજપ વડા એ ચૂંટણી પ્રચાર ના સંદર્ભ માં પૂરતી માહિતી આપી હતી, સાથે સાથે એનડી એ સરકાર ના દેખાવ અંગે પણ માહિતી આપી હતી અમિત શાહે દાવો કર્યો હતો કે, ભારતીય જનતા પાટી 300 થી પણ ઉપર સીટો જીતી ને આવશે, નરેન્દ્ર મોદી ને લોકો સ્વીકારી ચુક્યા છે. ભાજપ મોદી ના નેતૃત્વ માં આગામી સરકાર બનાવશે. લોકો મોદી સરકાર ફરી બનાવવા માટે તેમની કટિબદ્ધતા કરતા પણ આગળ દેખાઈ રહ્યા છે.

આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે કેન્દ્ર માં કોઇ બિન કોંગ્રેસી સરકાર ફરીવાર તેના દેખાવના આધાર પર ફરી એકવાર બહુમતિ સાથે આવી રહી છે. 300 થી પણ વધારે સીટો અમારા ચૂંટણી પહેલા ના ભાગીદારો સાથે મળીને મળશે. ગઠબંધન સરકાર ખુબ જ વિશ્વસનીય અને મજબૂત રહેશે. નવા પાર્ટનરો ની મદદ લેવાના સંદર્ભ માં પુછવા માં આવેલા પ્રશ્નના જવાબ માં તેમણે કહ્યું હતું કે, અમારા એજન્ડા ને સ્વીકાર કરનાર કોઇ ને પણ સાથે લેવા માટે અમે તૈયાર છે.

જો કે, તેઓ એ એવા અહેવાલ ને રદિયો આપ્યો હતો કે, કેન્દ્ર માં વિપક્ષી ગઠબંધન ની કોઇ શક્યતા દેખાતી નથી, દિલ્હી માં એસી રૂમ માં બેસી ને બે નેતા ઓ સરકાર ની રચના કરી શકે નહીં. લોકો તેમને પસંદ કરી રહ્યા છે તેમ માનવા માટે કોઈ કારણ નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ના એવા આક્ષેપ કે રાફેલ ના મુદ્દા ઉપર તેમની સાથે ચર્ચા કરવા મોદી તૈયાર નથી તેવા પ્રશ્ન ના જવાબ માં અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી એ જો કોઇ તેમની પાસે રાફેલ ને લઇને કોઇ નક્કર બાબત અને માહિતી છે તો સુપ્રીમ કોર્ટ માં જવું જોઇએ. સમજૂતિ ને લઇને કોઇ બાંધછોડ કરવામાં આવી નથી.

કોઇ ની કોઇ તરફેણ કરવામાં આવી નથી. રાફેલ ડીલ માં એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર થયો નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય સ્તર ને ખુબ નીચે લઇ જવાના આક્ષેપ અંગે ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, વિપક્ષ પાસેથી અન્ય કોઇપણ પ્રકારની અપેક્ષા રાખી શકાય નહીં. ભાજપે ક્યારે પણ લો ક્વોલિટીની ડિબેટને મહત્વ આપ્યું નથી.

મોદીએ આ ગાળા દરમિયાન કહ્યું હતું કે, જ્યારે તેઓ પ્રચાર માટે નિકળ્યા હતા ત્યારે એવી ઇચ્છા હતી કે, 2014 માં આશીર્વાદ આપનાર લોકોનો આભાર માનશે પરંતુ પ્રચાર દરમિયાન અભૂતપૂર્વ ટેકો તેમને મળ્યો તો, દેશની પ્રજા પહેલાથી જ મોદીને વડાપ્રધાન બનાવવા કમર કસી ચુકી હતી. બીજી બાજુ મોદીએ કહ્યું હતું કે, તેમની પ્રથમ સભા મેરઠમાં શરૂ થઇ હતી જે 1857 ના ક્રાંતિનું કેન્દ્ર હતું. આજે છેલ્લી સભા મધ્યપ્રદેશમાં થઈ છે જે આદિવાસી ભીમાનાયકના ક્રાંતિના કેન્દ્ર તરીકે છે. આ કોઇ અવાચક થનાર બાબત નથી. અમારી તૈયારીના પરિણામે છે. આઈપીએલ અને ચૂંટણી એક સાથે યોજાઈ છે જે પણ દેશ માટે ગર્વની બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *