હનીમૂન માટે આવી જગ્યા પસંદ કરો જે તમારા જીવનની ખુશીઓનો મોતાજ ખુશખુશાલ બની જાય જુઓ ક્લિક કરીને..

જીવનશૈલી

નવા નવા કપલ ના લગ્ન બાદ હનીમૂન કરવા માટે બહાર ના સ્થળો પર જવા પ્લાન કરતા હોય છે. હનીમૂન નાં રંગીન સપનાં માટે દરેક યુવતી નાં સમણાંની સોનેરી મૂડી છે. દરેક યુવતી ને હક હોઈ છે તેના જીવન સાથી સાથેની અંગત પળો નાં સપનાં જોવા નો, તેને સાકાર કરે તેવા જીવન સાથી ની પસંદગી કરવાનો અને સાથો સાથ જીવનની અંગત પળો ને હળી મળીને આનંદ માણવાનો. લગ્નની શરૂઆત નો સમય દરેક નવોઢા નાં જીવનનો ગોલ્ડન પીરીયડ હોય છે. તેને કેવી રીતે ગાળવો કે જેનાથી બાકીનાં જીવનમાં તેના સ્મરણ માત્રથી શરીરનાં રોમે રોમમાં મીઠી સંવેદનાં ફેલાઈ જાય.

હિલ સ્ટેશન:

હનીમૂનની પણ કેટલીક એટિકેટ્સ હોય છે, જેને સરળ ભાષા માં કહીએ તો રીત ભાત થી લઈને દરેક દિવસ, દરેક કલાક, દરેક ક્ષણનું એવું આયોજન કે જેમાં બે વ્યક્તિ એક બીજા સિવાય બાકીની દુનિયાથી અને દુનિયા દારીથી દૂર રહી શકે. આવા રોમેન્ટિક સબંધ માં તે એક એકવું સ્થળ પસંદ કરે છે જેમાં શાંતિ નો અને એકાંત નો માહોલ હોઈ. હનીમૂન માટે હિલ સ્ટેશન પર પહેલી પસંદગી ઉતારવી, કેમ કે હિલ સ્ટેશન પરંતુ વાતાવરણ બારે માસ ખુશ નુમાન રહે છે.

હનીમૂન ડેસ્ટિનેશન:

હનીમૂન ડેસ્ટિનેશન સાથે હોટલનું પણ એડવાન્સ બુકિંગ કરાવવું. યાદ રહે તમે હનીમૂન ઉપર જાવ છો. હનીમૂન પર જતા પહેલાં જો તમને તમારા પતિની પસંદગી અંગે જાણ હોય તો તે મુજબ નાં જ કપડાં સાથે લેવાં. તેમજ હનીમૂન ડેસ્ટિનેશન ને ધ્યાનમાં રાખીને કપડાંની પસંદગી કરવી. રોજિંદા જરૂરિયાત ની બધી જ સામગ્રી સાથે લઈ જવી. ફર્સ્ટ એઇડ અને વિટામિન ની ટેબ્લેટ સાથે રાખવી તમે હનીમન પર જાવ છો ત્યારે સ્થળ નવું હોવાની સાથે જ જમવાનું, પાણી બધી જ વસ્તુ આપણા શરીર માટે નવી હોવાની તેથી સ્વસ્થ માં પુરે પૂરું ધ્યાન આપવું.

જીવન સાથી:

ઘણી વાર એવું બનતું હોય છે કે શરીરને નવું વાતાવરણ માફક આવતું નથી, તેથી સાથે દવા હોવી જરૂરી છે માટે સ્વસ્થ રહી હનીમૂન નાં રોમેન્ટિક સમયનો તમે ભરપૂર આનંદ ઉઠાવી શકો છો. તમારા જીવન સાથી સાથે હનીમૂનનો સમય એવી રીતે વિતાવો કે જે તેના અને તમારા માટે જીવન ભર યાદગાર બની જાય. એક બીજાની પસંદ જો તમે જાણતાં હોવ તો ગમતી વસ્તુ ની ગિફ્ટ સાથે રાખવી.

શાંત જગ્યા:

તમારા પાર્ટનર ને રાત્રીનાં સમય માં અથવા ઢળતી સાંજે ગિફ્ટ આપવી, ખાસ બંને વચ્ચે નાં તફાવત શોધવા નહીં. એક બીજા સાથે પ્રેમભાવ રાખવો, એક બીજા ને સમજવુ, એક એવી શાંત જગ્યા પર જઈ ને એક બીજા ની વાતો શેર કરવી, વાતો માં ઉસ્તુક તા વધારવી, પ્રેમ ભાવ પ્રચલિત કરવો કૌટુંબિક પ્રોબ્લોમ ની વાત ચિત કરવી આગળ લાઈફ માં સંકટો નો સામનો કરવો અને કેવી રીતે કરવો આ વિસે ની વાત ચિતો ઉપર સમજવું.

કુટુંબીજનો થી દૂરનું:

આ રીતે જીવન ની એક એક પેડ ને યાદગાર સાથે કેવી રીતે વિતાવવી તેના પર પ્લાનિંગ સાથે ચર્ચા વિચારણા કરવી. હનીમૂન માટે મોસમ ને ધ્યાન માં રાખીને યોગ્ય સ્થળ ની પસંદગી કરવી. કુટુંબીજનો થી દૂરનું સ્થળ પસંદ કરવું. ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ હનીમૂન માટે ફાળવવા જોઈએ, જેથી તમે એક બીજા સાથે મહત્તમ સમય પસાર કરી શકો, ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને એન્ટેજમેન્ટ પછી સાથે રહેવાનો સમય મળ્યો હોતો નથી. તો આવો કપલ માટે હનીમૂન એક બીજા ની આદતો, પસંદ-નાપસંદ જાણવા માટે સારો સમય છે.

જિંદગીનો આનંદ:

હનીમૂન માં ફક્ત શરીર જ એક બીજાની પાસે નથી આવતાં, પણ તન ની સાથે મન પણ એકરૂપ થાય છે. આ રીતે જીવનને યાદગાર બનાવો અને આગળ વધીને ખુશ ખુશાલ જિંદગીનો આનંદ એક બીજાના પ્રેમ ભાવ થી માણો જેથી તમારા જીવનની એક એક પળ રોમેન્ટિક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *