શું તમે જાણો છો, આ 14 વર્ષના બાળકની આવક? એક વર્ષમાં ગેમ રમી રમીને કર્યા 1.4 કરોડની કમાણી..વાંચો.

રમતગમત

શું તમને ગેમ રમવાની ગમે છે? તમે ગેમ રમી ને કરોડપતિ બની શકો છો? જી હા, અમે તમને આજે એક એવા વ્યક્તિ ની વાત કરીશું જે ગેમ રમી રમી ને રૂપિયા કમાઈ રહ્યો છે એ પણ કરોડોમાં. તમેં પણ ગેમ રમી રમી ને રૂપિયા કમાઈ શકો છો, પરંતુ એના માટે જોઈશે થોડીક ધીરજ, સંઘર્ષ, અને થોડુંક નસીબ કેમ કે, નસીબ બળિયા તો દોડ માં આગળ આવે આપના ઘોડા..

અહીં આપેલ માહિતી શાંતિ થી વાંચો અને તમે પણ ગેમ રમીને નાની મોટી રકમ તો કમાઇ જ શકો છો:

આપણા દેશ માં હાલ પબજી ગેમ ને લઈને માહોલ ગરમાયો છે. ઘણી જગ્યા એ પબજી પર બૅન મુકાયો હોવા છતાં પણ તેનું વળગણ ઓછું નથી થઈ રહ્યું. દરેક વસ્તુ ની પોઝિટિવ અને નેગેટિવ એમ બે સાઈડ હોય છે. ગેમ ને પોઝિટિવ રીતે લઈએ તો શું થાય, તે એક 14 વર્ષ ના બાળકે કરીને બતાવ્યું છે.

વર્ષની કમાણી 1.4 કરોડ રૂપિયા:

ગયા વર્ષે ગ્રિફિન સ્પિકોસ્કી એ વીડિયો ગેમ રમી ને 2 લાખ ડોલર એટલે કે, 1.4 કરોડ ની કમાણી કરી છે. ગ્રિફિન રોજ 8 કલાક ‘ફોર્ટનાઈટ’ નામ ની વીડિયો ગેમ રમે છે. પોતાની યુ-ટ્યુબ ચેનલ પર તે નિયમિત રીતે ગેમ ના વીડિયો અપલોડ કરતો રહે છે. તેની ચેનલ પર આવતી જાહેરાત અને સ્પોન્સરશિપ દ્વારા તેની કમાણી થાય છે.

આ કારણે થયો ચર્ચામાં:

ગ્રિફિન ની ચેનલ ના 12 લાખ સબસ્ક્રાઈબર છે. તેના વીડિયોઝ ને 7.1 કરોડ વ્યૂ મળી ચૂક્યા છે. મીડિયા ના રિપોર્ટ પ્રમાણે ગ્રિફિન ના પેરેન્ટ્સે તેની કમાણી જોઈને ફાઈનૅન્શલ એડવાઈઝર અને એકાઉન્ટન્ટ પણ રાખ્યા છે. ગયા વર્ષે ગ્રિફિને નામાંકિત ‘ફોર્ટનાઈટ’ ગેમ ના પ્લેયર ને ગયા વર્ષે હરાવ્યો હતો જેને લઈને તે ચર્ચા માં આવ્યો હતો. તેની પહેલી કમાણી 100 ડોલર હતી.

ગેમ માટે મૂકી દીધી સ્કૂલ:

એક ઇન્ટરવ્યૂ માં ગ્રિફિન ના પેરેન્ટ્સે કહ્યું કે, ગેમ પ્રત્યે આટલો બધો લગાવ જોઈને અમે તેને હાઈસ્કૂલ માં ન જવાનો નિર્ણય લીધો છે. વર્ચ્યૂઅલ્ અને રિયલ લાઈફ એમ બંને નું મેનેજમેન્ટ કરવું ગ્રિફિન માટે અઘરું થઈ જતું હતું. ગ્રિફિન હાલ ઓનલાઈન માધ્યમ ની મદદ થી અભ્યાસ કરી રહ્યો છે.

નાની ઉમંરે ગેમ રમવાનું કર્યું ચાલુ:

ભવિષ્ય માં ગ્રિફિન ઈ-સ્પોર્ટ્સ ગેમર ના રૂપે નામ કમાવવા માગે છે. 3 વર્ષ ની ઉંમરે તેણે વીડિયો ગેમ રમવા નું ચાલુ કરું દીધું હતું. ઘણા લોકો કહે છે કે, ગેમ માં બાળકો નું કોઈ ભવિષ્ય નથી કે તેના લીધે ભવિષ્ય બગડે છે પરંતુ ગ્રિફિન ના પેરેન્ટ્સ ના વિચાર તે બધાં થી અલગ છે. અને આજે ગ્રિફિન સ્પિકોસ્કી કરોડો માં ઓનલાઈન ગેમિંગ માં માસ્ટર છે અને તેની ચર્ચા વિશ્વસ્તરે થઈ ચૂકી છે. તેના માતા પિતા નો પણ સપોર્ટ અને માર્ગદર્શન થી આજે અનેક પ્રોત્સાહનો મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *