શું તમારા રિલેશનશિપમાં પણ બ્રેકઅપ થાય છે? તો આ લેખ જરૂર વાંચો.

જીવનશૈલી

અમારા આ લેખમાં અમે તમને જણાવી શું કે રિલેશનશીપમાં થતાં બ્રેકઅપને કેવી રીતે રોકી શકાઈ તો આવો મિત્રો જાણીએ કે રિલેશનશિપમાં થતાં બ્રેકઅપને રોકવા માટે શું કરવું જોઈએ. ચોમાશાની સિઝન શરૂ થતાં જ જાણે ફુલગુલાબી માહોલ પણ શરૂ થઈ ચૂક્યો છે.

રિલેશનશિપમાં બ્રેકઅપ:

હરવા ફરવા અને પોતાનાં પ્રિય પાત્ર સાથે હળવાશની પળો માણવાની આ સિઝનમાં ક્યારેક સંબંધોમાં ખટાશ આવતી હોય છે. બંને પાત્રો વચ્ચે કોઈ વાતને લઈને વધુ પડતી ખેંચ તાંણ થતાં વાત બ્રેકઅપ સુધી આવી જતી હોય છે. રિલેશનશિપમાં બ્રેકઅપ કેમ થાય છે તે અંગે એક દુનિયાભરનાં લોકોને સંકડાઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. રિલેશનશિપ અંગે થયેલા સર્વેમાં 1643 લોકોને બ્રેકઅપ વિશે પૂછવામાં આવ્યું હતું.

અનુભવ:

જેમાંથી 49 ટકા મહિલા અને 51 ટકા પુરુષોએ રિલેશનશિપમાં બ્રેકઅપ વિશે ખુલીને વાતચીત કરી હતી. સર્વેમાં દુનિયાના અલગ અલગ દેશના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જવાબ આપવામાં 50 ટકા ઉત્તર અમેરિકા, 20 ટકા યૂરોપ અને 20 ટકા એશિયાના લોકો સામેલ હતા. જો તમારું બ્રેકઅપ થયું હોય તો દુઃખી થવાની કે એકલતાનો અનુભવ કરવાની જરૂર નથી.

લોકોનો જવાબ:

રિલેશનશિપમાં મોટાભાગના લોકોનું બ્રેકઅપ થાય છે. સર્વે અનુસાર, મોટાભાગનાં લોકોના જીવનમાં 2 થી 6 વખત બ્રેકઅપ થાય છે. આ સર્વેમાં માત્ર 5 ટકા લોકોએ કહ્યું કે, રિલેશનશિપમાં તેમનું બ્રેકઅપ નથી થયું. ઘણા લોકોએ કહ્યું કે બ્રેકઅપમાં સમય લાગે છે. કોઈ પણ સંબંધ તરત તૂટી નથી જતો. લોકોને પૂછવામાં આવ્યું કે, જ્યારે સંબંધ તૂટી જાય છે ત્યારે શું તે પોતાના જુના પાર્ટનરની સાથે પાછા ફરવા માંગે છે? જેમાં લોકોનો જવાબ હા હતો.

વિશ્વાસઘાત:

સર્વેમાં ઘણા લોકોએ બ્રેકઅપનું કારણ કમિટમેન્ટ પણ જણાવ્યું હતું. સર્વેમાં મોટાભાગના લોકોએ કહ્યું કે બ્રેકઅપનું સાચું કારણ હજું સુધી તેમને પણ ખબર નથી. 82 ટકા લોકોએ કહ્યું હતું કે પાર્ટનર જ્યારે રિલેશનશિપમાં વિશ્વાસઘાત કરે ત્યારે બ્રેકઅપ થઈ જાય છે એટલે આ લોકોએ વિશ્વઘાસતને બ્રેકઅપનું કારણ જણાવ્યું.

33 ટકા પુરુષોએ કહ્યું કે, મહિલાઓ બેવફા હોવાને કારણે બ્રેકઅપ થાય છે, તો શું આ બ્રેકઅપને રોકી શકાય? આવો જાણીએ:

1. લગ્નના વર્ષો બાદ પણ મનમાં રહેલો પાર્ટનર માટેનો પ્રેમ વ્યક્ત કરો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થવો, કોઇ વાત કે વિષય પર મતભેદ થવો સામાન્ય બાબત છે. લગ્ન જીવનની શરૂઆતના સમયમાં પ્રેમ જ બધુ હોય છે, તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો છો, તેથી તમને શરૂઆતમાં દરેક વસ્તુ તેમની દરેક વાત પસંદ હોય છે. પરંતુ જેમ જેમ વર્ષો પસાર થવા લાગે છે.

ત્યારે તે જ પાર્ટનર સાથે કંટાડો આવે છે, ઘણી વખત વ્યક્તિ પોતાના ટેન્શનમાં હોય છે જેના કારણે તેને બીજાની વાત સાંભળવી પણ ગમતી નથી. પતિ પત્ની બંનેને લાગે છે કે તેઓ વચ્ચે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી. હકીકતમાં એવું હોતું નથી. તેઓ વર્ષો બાદ એકબીજાને પહેલાં કરતાં પણ વધારે પ્રેમ કરતાં હોય છે, પણ ફરક એટલો છે કે પહેલાં તેઓ મનની વાત જાહેર કરતાં હતાં હવે તેઓ મનની વાત મનમાં જ રાખે છે. જેના કારણે તેઓને લાગે છે કે તેઓના સંબંધનો અહીં અંત આવી ગયો છે. પ્રેમ કે સંબંધનો ક્યારેય અંત નથી આવતો અને પતિ પત્નીના સંબંધનો મૂળ આધાર પ્રેમ જ હોય છે.

એકબીજાની નજીક:

જેને તે બે વ્યક્તિએ જ સમજવાનો હોય છે. જો તમને લાગી રહ્યું છે, કે તમારા પાર્ટનર સાથે પહેલાંની જેમ વાત ચીત નથી થતી કે તમે એકબીજાથી દૂર થવા લાગ્યાં છો. તો હાર માન્યા વિના ફરીથી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરો. સૌ પ્રથમ તમારા પાર્ટનર સાથે શાંતિથી બેસો અને તમારા મનમાં ચાલી રહેલા વિચારો તેમને જણાવો. તમારી વાત સાંભળીને તે પોતે કયા વિચારોમાં છે, તે કેમ સમય નથી આપી શક્તો તે વિગતે જણાવશે. મનમાં રહેલી એકબીજાની વાત જાણી લીધા બાદ થોડો સમય પોતાના માટે ફાળવીને બંને સાથે ફરવા જાઓ. કોઇ સુંદર જગ્યાએ જાઓ અત્યાર સુધી થયેલા મતભેદ ભૂલી જાઓ.

ઝઘડો સોલ્વ કરવા:

તમે જેટલો સમય સાથે વિતાવશો એટલો તમને અહેસાસ થશે કે આજે પણ તમે એકબીજા માટે ખાસ છો. જો તમારે પાર્ટનર સાથે ઝઘડો થયો હોય તો તે ઝઘડાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે ઝઘડો સોલ્વ કરવા ઇચ્છતા હોય તો ઝઘડામાં વાંક કોનો હતો? ઝઘડો કોને શરૂ કર્યો? વગેરે જેવી બાબતોનો કોઇ અર્થ નથી. આ બધી બાબતો વિશે વિચાર્યા વિના એમ વિચારો કે ઝઘડાનું કારણ ભલે ગમે તે હોય પણ સંબંધ તમારો છે ફક્ત એટલું યાદ રાખી અને તમારો વાંક હોય કે ન હોય માફી માંગીને પોતાના સંબંધ પહેલાં કરી લો. બને એટલો વધુ સાથે સમય વિતાવો.

પરિવારના સભ્યો:

2. સંબંધમાં પ્રેમ અને સમજણ હોય છતા માફી માંગવી જરૂરી છે. પ્રેમનો પણ કેવો અનોખો છે. પ્રેમ એટલે લાગણી આત્મિયતા. દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને પ્રેમ કરતી હોય છે. પરિવારના સભ્યો સાથેનો પ્રેમ અને લાગણીને ક્યારેય બ્લડ રિલેશનનું નામ પણ આપતા હોઇએ છીએ. પરંતુ જીવનના સંબંધમાં એક સંબંધ એવો પણ હોય છે. જેમાં લોહીનો સંબંધ ન હોવા છતા અન્ય સંબંધ કરતા વિશેષ હોય છે.

પોતાની ભૂલ:

આ સંબંધમાં ક્યારેક નોકજોખ, મજાકમસ્તી ચાલતુ જ હોય છે અને આમ જ જીવનની ગાડી પણ ચાલ્યા કરે છે. લાઇફ પાટર્નર સાથેના સંબંધમાં ક્યારેક કોઇ વાતને લઇને મતભેદ સર્જાતા હોય છે. પાર્ટનરમાંથી કોઇ એક જો ગુસ્સામાં હોય ત્યારે કંઇક બોલાઇ જાય ઘણી વખત તમારા પાર્ટનરને ખરાબ પણ લાગી શકે છે, તો આવી પરિસ્થિતીમાં થોડા સમય બાદ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લેવી જોઇએ.

સોરી શબ્દ:

ઘણા વ્યક્તિ માને છે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ તેથી એકબીજાના સ્વભાવને પણ ઓળખીએ છીએ. તેથી ક્યારેય અમને ખોટુ નથી લાગતુ અને ઘણી વ્યક્તિ એમ પણ કહે છે કે પોતાની વ્યક્તિ પાસે થોડી માફી મંગાય તો આવા વ્યક્તિને કહેવું છે કે બિલકુલ માફી માંગવી જ જોઇએ. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ સામે છીક ખાઇએ, કે તેને રસ્તામાં ભટકાઇ જઇએ તો એક શિષ્ટાચારના ભાગરૂપે પણ આપણે સોરી શબ્દ કહીએ છીએ, તો સાવ અજાણી કે જાણીતી વ્યક્તિને પણ તમે સોરી કહીને દિલગીરી વ્યક્ત કરી શકતા હોય તો તમારે તમારી ભૂલ માટે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેની આગળ તો પોતાની દિલગીરી વ્યક્તિ કરવી જ જોઇએ.

સંબંધમાં વિશ્વાસ, પ્રેમ:

ઘણી વખત મનથી આપણે દિલગીર હોઇએ અને આશા રાખીએ કે આપણી પાર્ટનર તેને સમજે તો એ શક્ય ન પણ બને. મનમાં વિચારવા કરતા, થોડા સમય અબોલા રહે અને સંબંધમાં દૂરી વધે તે પહેલા જ પોતાની ભૂલનો સ્વીકાર કરી લેવો જોઇએ. માફી માંગવાનો અર્થ માત્ર આ એક સંબંધ પૂરતો નથી. એટલે કે ફક્ત લાઇફ પાર્ટનર સાથે નથી, તમારે તમારા પરિવારના સભ્યો માટે પણ આ વાત લાગુ પડે છે. માફી માંગવાથી કોઇ વ્યક્તિ નાની કે મોટી નથી થઇ જતી, પરંતુ પોતાની ભૂલનો સ્વીકાર કરવાથી સંબંધમાં વિશ્વાસ, પ્રેમ વધુ ગાઢ બને છે. તે સાથે લાઇફ પાર્ટનરના મનમાં તમારા માટે માન વધશે. તેથી જ્યારે પણ ભૂલ સમજાય ત્યારે માફી માંગી લેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *