ગુરૂ પૂર્ણિમાની પૂજા આ રીતે કરો અને મેળવો આ અદભુત લાભ..

ધાર્મિક

મિત્રો ગુરુ પુર્ણિમા પર કેવી રીતે પુજા કરવી તેના વિષે જાણવું ખૂબ અગત્યનું છે એવું કહેવાય છે કે જો પુજા સારી રીતે તથા તેના નીતિ નિયમો અનુશાર કરવામાં આવે તો તેનો લાભ તમને વધારે મળે છે અને જો પુજાને નીતિ નિયમો અનુશાર કરવામાં ના આવે તો પૂજાના ફળની જગ્યા એ ભગવાન એટલે કે ગુરુનારાજ પણ થઈ શકે છે.

હિન્દુ શાસ્ત્ર:

તો આજે એટલા માટે જ અમે તમને જણાવીશું પુજા વિશે એવી માહિતી જે તમે ક્યારેય નૈ સાંભળી હોય. એવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે જેમને કોઈ સદગુરૂ પાસેથી દીક્ષા મળે છે. જે લોકો પાસે ગુરૂ ઉપલબ્ધ નથી અને સાધના કરવા માંગતા હોય, તેવા લોકોની સંખ્યા પણ સમાજમાં ઓછી નથી હિન્દુ શાસ્ત્ર પુરાણોમાં ગુરૂને ભગવાન કરતા પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.

ગુરૂ વગર જીવનું ઘડતર, જીવન જીવવાનો સાચો માર્ગ મોક્ષ પ્રાપ્તિ મેળવવી મુશ્કેલ છે. એવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે. જેમને કોઈ સદગુરૂ પાસેથી દીક્ષા મળે છે. જે લોકો પાસે ગુરૂ ઉપલબ્ધ નથી અને સાધના કરવા માંગતા હોય તેવા લોકોની સંખ્યા પણ સમાજમાં ઓછી નથી. આવા લોકો આ પ્રયોગ કરી લાભાન્વિત થઈ શકે છે. કેવી રીતે પુજા કરવી સૌપ્રથમ એક સફેદ વસ્ત્ર પર ચોખાની ઢગલી લગાવી તેના પર કળશ નારીયેળ રાખો ઉત્તરાભિમુખ થઈ સામે શિવજીનો ફોટો કે મૂર્તિ રાખો શિવજીને ગુરૂમાની નીચે દર્શાવેલા મંત્ર વાંચી શ્રીગુરૂદેવનું આહ્વાહન કરો.

અષાઢી પૂર્ણિમા:

ઓમ વેદાદી ગુરુદેવાય વિદ્મહે, પરમ ગુરુવે ધીમહી, તન્નૌહ ગુરુહ પ્રમોદયત. હે ગુરૂદેવ હું તમારૂ આહ્વાહન કરું છુ પછી યથા શક્તિ પૂજન કરો નિવેધ અને આરતી કરો તથા ઓમ ગુ ગુરુભ્યો નમહ મંત્રની 11 21 51 અથવા 108 માળા કરો. જો કોઈ વિશેષ સાધના માટે કરવા માંગતા હોય તો તેની આજ્ઞા ગૂરૂથી માનસિક રૂપે લઈને કરી શકાય છે. મહત્વની વાત એ છે કે 16 જુલાઈએ અષાઢી પૂર્ણિમા તથા ચંદ્ર ગ્રહણ છે.

ગુરૂ પૂજન:

અતહ ગ્રહણ દરમ્યાન મંત્રોનો જાપ કરવામાં આવી શકે છે, તથા વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો આતો થઈ વાત ગુરુના હોય તેઓ માટે હવે આપડે જોઈએ કે જેની પાસે ગુરુ હોય તેઓએ શું કેવું જોઈએ તો આવો જાણીએ. ગુરૂ પૂર્ણિમા 16 જુલાઈએ ગુરૂ પૂજનમાં આ 4 મંત્ર કરવાનું ના ભૂલતા જો ગુરૂ પ્રાપ્તિ થઈ જાય તો તેમની પાસેથી શ્રી ગુરૂ પાદુકા મંત્ર લેવાની યથાશક્તિ કોશિશ કરો. મંગળવારના રોજ ગુરૂ પૂર્ણિમા છે. ગુરૂ પૂર્ણિમા ગુરૂ પૂજનનો દિવસ છે પરંતુ ગુરૂ પ્રાપ્તિ એટલી સહજ નથી.

ભેંટ પ્રદાન:

જો ગુરૂ પ્રાપ્તિ થઈ જાય તો તેમની પાસેથી શ્રી ગુરૂ પાદુકા મંત્ર લેવાની યથાશક્તિ કોશિશ કરો. ગુરૂ પૂર્ણિમાના દિવસે ગુરૂ પાદુકા પૂજન કરો. ગુરૂ દર્શન કરો. નૈવેદ્ય વસ્ત્રાદિ ભેંટ પ્રદાન કરી દક્ષિણા આપી તેમની આરતી કરો તથા તેમના ચરણોમાં બેસી તેમની કૃપા પ્રાપ્તિ કરો. જો ગુરૂના સમિપ જવાનો અવસર ન મળે તો તેમના ચિત્ર પાદુકાદી પ્રાપ્ત કરી તેની પૂજા કરો. આ ગુરૂ મંત્રોમાંથી કોઈ એકનો સળંગ જાપ ગુરૂ સામે હોવાની પુણ્ય પ્રાપ્તિ કરાવી શકે છે. ગુરૂના પૂજન માટે પણ આ 4 મંત્ર શ્રેષ્ઠ છે.

ગુરૂ પૂજન માટેના 4 વિશેષ મંત્ર:

ઓમ ગું ગુરુભ્યો નમહ, ઓમ ગુરુભ્યો નમહ, ઓમ પરમાત્માય નારાયનાય ગુરુભ્યો નમહ, ઓમ વેદાદી ગુરુદેવાય વિદ્મહે, પરમ ગુરુવે ધીમહી, તન્નૌહ ગુરુહ પ્રમોદયત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *