ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે કરો આ અદભુત ઉપાય..જાણો.

હેલ્થ

નમસ્કાર મિત્રો મેરા અખબારની હેલ્થ ડેસ્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે હેલ્થ રિલેટેડ સમસ્યાના ઉપાયની વાત કરી હતી પરંતુ આજે તમારા માટે અમે કઈક ખાશ અને નવુ જ લઈને આવ્યા છીએ. એક એવી બીમારી કે જેના શિકાર બધા જ મણસો હોય છે જ મિત્રો અત્યારે વધતી જતી મોંઘવારી અને પોતાના પરિવારની જવાબદારીથી સામાન્યથી લઈને મોટા માણસો પણ ડિપ્રેશન એટલે હતાશામાં આવી જતાં હોય છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં હતાશા આવતી જ હોય છે. પરંતુ આ હતાશા રોગની હદે વકરી જાય તો તે ઘાતક નીવડી શકે છે.

ડિપ્રેશનમાં હોય ત્યારે વ્યક્તિ નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે. તેનામાં ચીડિયા પણું આવી જાય છે. ડિપ્રેશન તમારા મનની નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે. આમ તો પોઝિટિવ એટિટ્યુડ અને ઘણાખરા કિસ્સામાં પૂરતી ઊંઘ, લાઈફ સ્ટાઈલમાં હેલથી પરિવર્તન અને પ્રોફેશનલ સાઈકોલોજિકલ હેલ્પ વ્યક્તિને સફળતા પૂર્વક ડિપ્રેશનમાંથી બહાર લાવી શકે છે. તેની સાથો સાથ એવા કેટલાક ખાદ્ય પદાર્થો પણ છે, જેમાં વ્યક્તિને ડિપ્રેશનમાંથી બહાર લાવવાના ગુણો રહેલા છે.

(૧). ઈંડાં:

ઈંડાંમાં પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જો ઈંડાં ખાવાનો સ્ત્રોત ન હોય તો તે તમને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદ કરી શકે છે.

(૨). નાળિયેર:

નાળિયેરની મલાઈ અથવા નારિયેળ પાણી વ્યક્તિના દિમાગના કોષોને તંદુરસ્ત અને એક્ટિવ રાખવાનું કામ કરે છે. તમે જેટલા વધારે એક્ટિવ રહેશો એટલું સારું કામ કરી શકશો.

(૩). અખરોટ:

અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન અને મેગ્નેશિયમ હોવાથી સારી ઉંઘ આવે છે, જે તમને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદ કરી શકે છે. અખરોટ લાંબા ગાળે અલ્ઝાઈમર્સ જેવા રોગથી પણ બચાવે છે.

(૪). કેળાં:

કેળાંમાં ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી જલ્દી ભૂખ નથી લાગતી. તેને કારણે લાંબા સમય સુધી મન પ્રફુલ્લિત રહે છે. કેળામાં રહેલ અન્ય તત્વો હતાશા દૂર કરે છે.

(૫). લીંબુ:

લીંબુમાં રહેલ વિટામિન સી મગજમાંથી સ્ટ્રેસને દૂર કરવાનું કામ કરે છે. તણાવ મુક્ત રહેવાની સાથો સાથ તમે દિવસ દરમિયાન તાજગીનો અનુભવ કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *