શું તમે જાણતા પણ અજાણ છો? આ રીતેની કસરત હૃદયરોગના જોખમ પર..

હેલ્થ

આપના જીવનમાં એક્સરસાઈઝ કરવી એ વધુ મહત્વનુ અને ફાયદાકારક ગણવામાં આવે છે. આજ કાલ લોકો એક્સરસાઈઝ માટે જીમ કરતાં હોય છે. પણ તમે જાણો છો કે, એક્સરસાઈઝ સાધનો વગર પણ થઈ સકે છે. આમ તોર પર હાર્વર્ડ દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ, નિયમિત પુશઅપ કરવાથી પુરુષોમાં હાર્ટ ફેલ થવાની સાથે જ કાર્ડિયોવેસ્ક્યુલર જેવી હૃદયને લગતી અન્ય બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

આ અભ્યાસ 10 વર્ષ સુધી એ વ્યક્તિઓ પર કરવામાં આવ્યો હતો જેઓ દરરોજ 10થી ઓછા પુશઅપ કરતા હતા કે પછી 40થી વધુ પુશઅપ કરતા હતા. હાર્વર્ડના ટીએસ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં આ અભ્યાસ કરનાર જસ્ટિન યાંગે જણાવ્યું કે, પુશઅપ હૃદયરોગોથી દૂર રહેવાનો એક સરળ અને હાથવગો ઉપાય છે.

નિયમિતપણે પુશઅપ કરીને હૃદયરોગના જોખમોથી કાયમી દૂર રહી શકાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના જોખમને ઓછું કરવા માટે ટ્રેડમિલ ટેસ્ટના પરિણામની સરખામણીએ પુશઅપ વધુ અસરકારક સાબિત થયા છે. આ અભ્યાસમાં લાગેલી ટીમે 10 વર્ષોમાં 1104 મેલ ફાયરફાઈટર્સના સ્વાસ્થ્યના ડેટાને એકત્ર કરી તેનું પરીક્ષણ કર્યું.

 

આ ફાયરફાઈટર્સની સરેરાશ વય મર્યાદા 39.6 વર્ષ અને બીએમઆઈ 28.7 હતો. અભ્યાસની શરૂઆતમાં આ લોકોની પુશઅપ ક્ષમતા અને ટ્રેડમિલ પર એક્સરસાઈઝની ક્ષમતાને માપવામાં આવી. ત્યારબાદ દરેક વ્યક્તિ દરરોજ ફિઝિકલ ટાર્ગેટ અને એક્ઝામ પૂર્ણ કરતી. જેના પરથી ખ્યાલ આવ્યો કે, જે વ્યક્તિ દરરોજ 40 પુશઅપ કરતા હતા તેમનામાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ અન્ય લોકો એટલે કે જેઓ 10થી ઓછા પુશઅપની સરખામણીએ 96 ટકા ઘટી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *