શું તમે જાણો છો? આ ગામના રિવાજ મુજબ અહીંયા થાય છે બે બે લગ્ન, એક જ ઘરમાં પતિની સાથે રહે..

અજબગજબ

આ ગામ બાકીના ગામથી:

પરંપરાગત વારા દેશોમાં એક ભારત દેશ એવો છે કે જે અલગ જ મહત્વ પૂર્ણ દેશ છે. જ્યાં ઘણા રાજ્યોવાળા આ દેશમાં દરેક રાજ્યની પોત પોતાની અલગ જ વાત હોય છે. આજે અમે બતાવી રહ્યા છે કે રાજસ્થાનના ‘રામદૈયોની બસ્તી’ ગામ વિશે. આ ગામની એક ખાસ વાત છે કે જે તેને બાકીના ગામથી અલગ કરે છે.

ગામની જનસંખ્યા:

રાજસ્થાનના જેસલમેરના ગામ રામદૈયોની બસ્તીમાં બે-બે પત્નીઓ રાખવાનો રિવાજ છે. મજેદાર વાતએ છે કે રિપોર્ટ અનુસાર આ ગામની જનસંખ્યા માત્ર 946 છે. અહીંના મોટાભાગના પુરુષો એ બે-બે લગ્ન કર્યા છે અને બંને પત્નીઓ પણ સાથે જ રહે છે. મોટાભાગના પુરુષોએ પોતાના બીજા લગ્ન વિશે જણાવ્યું કે તેઓએ બીજા લગ્ન ત્યારે કર્યા જ્યારે તેની પહેલી પત્ની ગર્ભધારણ કરવામાં નાકામ રહી હતી કે પછી તેઓએ દીકરીને જન્મ આપ્યો હોય.

અંધવિશ્વાસ:

આ પરંપરા પહેલાની પેઢી સુધી જ સીમિત છે નવી પેઢી વધતી જઈ રહેલી મોંઘવારીને લીધે આ રિવાજ આપનાવી રહી નથી. આ ગામમાં બીજા લગ્નને લઈને એક અંધવિશ્વાસ પણ બનેલો છે કે બીજા લગ્ન કરવા પર જ બીજી પત્ની દીકરાને જન્મ આપે છે. ગામના મોટા વડીલોનું માનવું છે કે ગામના જે પુરુષોએ બીજા લગ્ન કર્યા છે તેની પત્નીઓએ જ દીકરાને જન્મ આપ્યો છે.

પત્નીને ખુશ રાખવી:

આ સિવાય લગ્ન પછી બંને પત્નીઓને એકસાથે જ રહેવાનું હોય છે. બે લગ્ન કરવા પર એ પણ શરત છે કે બંને પત્નીઓને એકસમાન જ અધિકાર આપવામાં આવે. ગામના રિવાજના અનુસાર તેઓએ પોતાની બંને પત્નીઓને ખુશ રાખવાની હોય છે. આગળના ઘણા વર્ષોથી બે પત્નીઓ વાળા ઘરમાં એકપણ વિવાદ સામે આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *