શું તમે જાણો છો? વેલેન્ટાઈન ડે લોકો શા માટે મનાવે છે, તે દિવસે શું થયું હતું તેનો ઇતિહાસ..

સ્ટોરી

આમ તોર પર 5 મી સદીની શરૂઆતમાં યુરોપના એક સંત હતા તેમનું નામ હતુ વેલેન્ટાઈન. આ સંત યુરોપની અંદર રોમમાં અને તે સમયે રોમનો રાજા હતો ક્લોડિયસ, ઘણો જ ક્રૂર અને આતંકી તેમની ક્રૂરતા અને આતંકનાં કિસ્સા યુરોપના ઇતિહાસમાં ભર્યા પડ્યા છે. તે ક્લોડિયસ કહે છે કે ભાઇ આપણે તો મહાન યુરોપની સંસ્કૃતિના વાહક છીએ. જેમાં પત્નીને તો રખેલ બનાવીને જ રાખી શકાય છે તેને પત્નીનો દરજ્જો આપવો મૂર્ખતા છે.

તે ક્લોડિયસનાં રાજ્યમાં આ વેલેન્ટાઈન થઇ ગયા અને તે ગામે ગામે ફરીને કહેતા હતા કે ભાઇ લગ્ન કરો લગ્ન કરી એક પત્નીની સાથે રહો. વેલેન્ટાઈને ભારતીય સાહિત્યનો અભ્યાસ કર્યો અને ભારતીય સાહિત્યથી તેમને ખ્યાલ આવ્યો કે એક પત્નીની સાથે રહેવું, એક સ્ત્રીની સાથે રહેવું કેટલું સુખદ હોય છે. તેમાં જટિલતા હોતી નથી અને તેમાં બીમારીયો ઓછી થાય છે તેમાં યૌન રોગ બહુ ઓછું થાય છે.

લગ્નના ફાયદા:

આ તમામ લગ્નના ફાયદાઓ વિષે તેમને ભારતીય સાહિત્યમાંથી માહિતી મેળવી અને ભારતનું સાહિત્ય તેમણે આ રીતે મળ્યું. ભારતનો વ્યાપાર તે સમયે આફ્રિકા થઈને યુરોપમાં ખુબ ચાલ્યો હતો પાંચમી સદીની શરૂઆતમાં અને ચોથી સદીનાં અંતમાં વેલેન્ટાઈનને ભારતનું સાહિત્ય મળી ગયું અને તે સાહિત્યનું તેને અધ્યન કર્યું અને ખ્યાલ આવ્યો કે ભારતની પરિવાર વ્યવસ્થા આવા પ્રકારની છે તો તેમણે રોમમાં ભરપુર પ્રચાર કર્યો અને લગ્ન કરાવવા માટે વેલેન્ટાઈન મશહુર થઇ ગયા અને તે ગામે ગામે જતા વ્યાખ્યાન આપતા અને લોકોને સમજાવતા હતા કે લગ્ન કરવાના શું શું ફાયદા છે.

લગ્ન કર્યા પછી શારીરિક સબંધ રાખવાના શું શું ફાયદા છે અને ક્લોડિયસ આનાથી ચિડાતો હતો અને કહેતો હતો કે આપણી મહાન પરંપરા છે લગ્ન ન કરવાની, ત્યારે વધારે ક્લોડિયસને ગુસ્સો આવ્યો ત્યારે તેને વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવવાનો આદેશ આપી દીધો અને તે સમયે રાજા, કોઈપણ આદેશ આપે એ આદેશ માનવામાં આવતો. તે સમયની વાતમાં રાજાના મુખમાંથી જે શબ્દો નીકળે તેને કાનૂન માનવામાં આવતું હતું.

ફાંસી:

તે મુજબ ક્લોડિયસે ૧૪ ફેબ્રુઆરીનાં રોજ વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવી દીધો ત્યારે થયું શું કે વેલેન્ટાઈને જે લોકોનાં લગ્ન કરાવ્યા હતા તે બધા દુઃખી થયા અને તે બધા એકઠા થયા અને યુરોપમાં ૧૯૫૦ સુધી ફાંસી આપવાની પરંપરા ખુલ્લા મેદાનમાં હતી તો ક્લોડિયસે તે તમામ લોકોને એકત્રિત કરીને તેમની સામે વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી ત્યારે તેમના જે શિષ્ય હતા તે ખુબ દુઃખી થયા ત્યારથી તેમની દુ:ખદ યાદમાં વેલેન્ટાઈન ડે મનાવવાની શરૂઆત કરી તો તે દિવસથી યુરોપમાં વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. એટલે કે એક એવા વ્યક્તિ કે જે લગ્ન કરાવતા હતા તેને રાજા ક્લોડિયસે ફાંસીની સજા આપી અને તેની દુઃખદ યાદમાં વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. આ છે વેલેન્ટાઈન ડે નો ઇતિહાસની સ્ટોરી.

આપણે તો આ દિવસને સ્કુલ – કોલેજોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ખબર વગર એકબીજાને કાર્ડ આપીને કહે છે કે “Would You be My Valentine”, ત્યારે પ્રેમી પંખીડા એક બીજાના ઈમ્પ્રેસમાં આ ડે મનાવે છે પણ હકીકત તો કંઈક જુદી જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *