શું તમે જાણો છો? ભારતના રાષ્ટ્રીય ચિહ્નો અને તેના વિશે..

દેશ-વિદેશ

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવા તથ્યો સાથે હજાર છીએ મિત્રો અમે તમે જણાવીશું ભારતના રાષ્ટ્રીય ચિહ્નો વિશે, તો આવો જાણીએ નીચે મુજબ.

1. ભારતીય રાષ્ટ્રધ્વજ:

ભારતીય રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે જેને ત્રિરંગો પણ કહેવાય છે. સૌથી ઉપર કેસરી રંગ શૌર્ય તથા શક્તિનું, મધ્યમાં સફેદ રંગ શાંતિનું અને નીચે લીલો રંગ સમૃદ્ધિ અને વિકાસનું પ્રતિક છે. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ 3.2 છે. રાષ્ટ્રધ્વજમાં મધ્યમાં બ્લ્યુ રંગનુ 24 આરાવાળું અશોકચક્ર છે જે સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રધ્વજમાં અશોકસ્તંભની જગ્યાએ પહેલાં રેટીયો હતો.

બંધારણસભા દ્વારા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947 ના દિવસે થયો હતો. સૌપ્રથમ વાર મેડમ ભીખાઈજી કામાએ 1907 માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજની ડીઝાઇન મેડમભીખાઈજી કામા દ્રારા કરવામાં આવી.

ભારતમાં પ્રથમ રાષ્ટ્રધ્વજ 31 ડીસેમ્બર 1929 ના રોજ જવાહરલાલ નેહરુએ લાહોર અધિવેશનમાં રાવિ નદીના કિનારે ફરકાવ્યો હતો. આઝાદી બાદ રાષ્ટ્રધ્વજની ડીઝાઇન માટે ઝંડા સમિતિની રચના કરવામાં આવી, તેના અધ્યક્ષ જે. બી. કૃપલાણી હતા. આઝાદી બાદ રાષ્ટ્રધ્વજની ડીઝાઇન પીંગલી વેંકૈયા દ્રારા તૈયાર કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય માટે ભારતીય ધ્વજ સંહિતા 2002 ની રચના કરવામાં આવી છે. બંધારણનો અનુચ્છેદ – 19 (1) મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકની ફરજ છે, પરંતુ તેનું સન્માન જળવાવું જોઈએ. રાષ્ટ્રીય શોકના સમયે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ અને કટોકટીના સમયે રાષ્ટ્રધ્વજને ઉધો ફરકાવવામાં આવે છે.

2. રાષ્ટ્રીય ચિહ્ન:

આપણા રાષ્ટ્રીય પ્રતીકોમાં રાષ્ટ્ર ચિહ્ન સિંહસ્તંભ છે જે સારનાથમાં આવેલ અશોકસ્તંભમાંથી લેવામાં આવ્યુ છે. સિંહસ્તંભમાં ચાર સિંહની આકૃતિ છે જે એકબીજાથી વિરુદ્ધ દિશામાં બેસેલા છે જેથી ફક્ત ત્રણ સિંહ જ દ્રશ્યમાન થાય છે. સ્તંભમાં ચાર સિંહની નીચેની તરફ અન્ય ચાર પ્રાણીઓ સાંઢ, હાથી, ઘોડો અને સિંહની મૂર્તિઓ ઉપસેલી છે. રાષ્ટ્ર ચિહ્નની વચ્ચે પથ્થર કોતરીને ચક્ર બનાવાયું છે, જે ધર્મચક્ર તરીકે ઓળખાય છે. ધર્મચક્ર નીચે મૂંડકોપનીષદ માંથી લીધેલ સૂત્ર “સત્યમેવ જયતે” દેવનાગરી લિપિમાં લખેલ છે. રાષ્ટ્ર ચિહ્નનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો.

3. રાષ્ટ્રગાન જન ગણ મન:

ભારતનું રાષ્ટ્રગાન “જન ગણ મન” છે. રાષ્ટ્રગાનની રચના રવીન્દ્રનાથ ટાગોરે મૂળ બંગાળી ભાષામાં કરી હતી. સૌપ્રથમ વાર રાષ્ટ્રગાન 27 ડીસેમ્બર 1911 માં કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં ગવાયું હતું. જેના અધ્યક્ષ કિશનનારાયણ ધર હતા. રાષ્ટ્રગાન ઈ. સ. 1912 માં તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શિર્ષક સાથે રજુ થયું હતું. બંધારણ સભા દ્વારા રાષ્ટ્રગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો. રાષ્ટ્રગાન ગાવાનો સમય 52 સેકંડ છે.

4. રાષ્ટ્રગીત વંદે માતરમ:

ભારતનું રાષ્ટ્રગીત “વંદે માતરમ” છે. રાષ્ટ્રગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત “આનંદમઠ” નવલકથામાંથી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રગીત સર્વપ્રથમ ઈ. સ. 1896 માં કોંગ્રેસના કોલકાતા ખાતેના 12 માં અધિવેશનમાં ગવાયું હતું. જેના અધ્યક્ષ રહીમતુલ્લાહ સયાની હતા. રાષ્ટ્રગીત તરીકે 24 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર થયો. રાષ્ટ્રગીત ગાવાનો સમય 65 સેકંડનો છે. સંસદના સત્રનો આરંભ રાષ્ટ્રગાનથી થાય છે અને સમાપન રાષ્ટ્રગીતથી થાય છે.

5. રાષ્ટ્રીય પશુ:

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. જેનું લેટીન નામ પેન્થરા ટાઈગ્રીસ લીનાયસ છે. દુનિયામાં વાઘની 8 પ્રજાતિ જોવા મળે છે જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતીનું નામ રોયલ બેન્ગાલ ટાઈગર છે. 1973 સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું પરંતુ વાઘ ઘટતી સંખ્યાને કારણે પ્રોજેક્ટ ટાઈગર શરુ કરીને વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો.

6. રાષ્ટ્રીય વિરાસત પશુ:

કેન્દ્ર સરકાર દ્રારા રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે 22 ઓક્ટોમ્બર 2010 ના રોજ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કરાયો છે.

7. રાષ્ટ્રીય પક્ષી:

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે તેનું લેટીન નામ પાવો ક્રીસ્ટેટસ છે. ભારતીય વન્ય સુરક્ષા અધિનિયમ 1972 મુજબ મોરને સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત થયેલ છે.

8. રાષ્ટ્રીય પંચાંગ:

ભારતીય રાષ્ટ્રીય પંચાંગ તરીકે શક સંવતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. શક સંવતની શરૂઆત ઈ. સ. 78 માં કનિષ્કએ કરી હતી. શક સંવતનો પહેલો મહિનો ચૈત્ર છે જેનો પ્રથમ દિવસ 22 માર્ચ હોય છે. જો લીપવર્ષ હોય તો તે દિવસ 21 માર્ચ હોય છે. ભારતીય કેલેન્ડર ગ્રીગેરિયન કેલેન્ડરને આભારી છે. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957 ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો.

9. રાષ્ટ્રીય પુષ્પ:

ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે. તેનું લેટીન નામ નેલેમ્બો ન્યુસીપેરા ગાર્ટન છે.

10. રાષ્ટ્રીય ફળ:

ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. જેનું લેટીન નામ મેન્ગીફેરા ઈન્ડીકા છે.

11. રાષ્ટ્રીય વૃક્ષ:

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. તેનું લેટીન નામ ફાઈક્સ બેંધાલેન્સીસ છે.

12. રાષ્ટ્રીય જળચર જીવ:

ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ ગંગા ડોલ્ફિન છે. જેને 5 ઓક્ટોમ્બર 2009 ના રોજ જાહેર કરવામાં આવી હતી.

13. રાષ્ટ્રીય પીણું:

ભારતીય રાષ્ટ્રીય પીણું ચા છે.

14. રાષ્ટ્રીય મીઠાઈ:

ભારતીય રાષ્ટ્રીય મીઠાઈ જલેબી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *