શું તમે જાણો છો? પુરુષો માટે લગ્ન પછીના આ 5 બદલાવ વિષે..

જીવનશૈલી

વિવાહ પછી જિંદગી બદલાય છે તે હકીકત છે પછી તે પુરૂષ હોય કે સ્ત્રી હોય. કેટલાક કપલ આ બદલાવ માટે પહેલાથી તૈયાર રહે છે અને કેટલાક એ વાતથી ચિંતીત રહે છે. કેટલાક કપલ્સ માટે આ બદલાવને સકારાત્મક રીતે જુએ છે. મોટા ભાગે એવું જોવા મળે છે પુરૂષ આ ચેન્જીસથી ડરે છે કારણે પુરૂષને એવું લાગે છે કે લગ્ન બાદ તેમની જિંદગી બંધનોમાં કેદ થઈ જશે. કેટલાક પુરૂષ ખૂબ સમજદારીથી અને ખૂબ જ સારી રીતે તેમની જિંદગીને સંભાળી લે છે. પુરૂષના જીવનમાં લગ્ન બાદ અચાનક જવાબદારી વધી જાય છે. આમતોર પર જોવા જઈએ તો આ પાંચ નિયમઅનુસર જિંદગી જીવતા હોઈ છે.

બેલેન્સ રાખવું જરૂરી:

લગ્ન બાદ પુરૂષોને તેમના મિત્રો,ઓફિસના લોકો અને પરિવારના લોકો વિશે વિચારવું પડે છે. તેમણે દરેક વસ્તુને બેલેન્સ કરીને ચાલવું પડે છે. જો ક્યાંય પણ થોડું બેલેન્સમાં ગરબડ થાય તો તેમના નજીકના લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે.

સામાજિક બની જવું:

લગ્ન પછી પુરૂષોએ તેમની જીવનસિંગીનીની સાથે-સાથે તેમના પરિવારની લાઇફ વિશે પણ થોડુ ઘણું વિચારવું પડે છે. તેમણે દરેક પ્રસંગ અને તહેવારમાં બંને પરિવારને સંભાળવાના હોય છે.

નો નાઇટ પાર્ટી:

આ સ્વાભાવિક છે કે લગ્ન પહેલા પુરૂષોની દોસ્તી તૂટતી નથી કે છૂટતી નથી. તે દોસ્તીના સંબધોને પણ બખૂબી નિભાવે છે. જો કે લગ્ન બાદ લેઈટ નાઇટ પાર્ટી પર પાબંદી લાગી જાય છે. જો આ ચેન્જીસ લગ્ન બાદ ન લાવવામાં આવે તો લગ્નજીવનમાં વિવાદ સર્જાય શકે છે.

પ્રોટેક્ટિવ બને છે:

પુરુષો લગ્ન બાદ ખૂબ પ્રોટેક્ટિવ મહસૂસ કરવા લાગે છે, કારણ કે હવે તેના પર પરિવારની જવાબદારી આવી જાય છે. લગ્ન બાદ પુરૂષ અનુભવે છે કે, એક નાનકડી બેદરકારી તેમના પરિવાર માટે હાનિકારક નીવડે છે.

નિયમિતતા લાવવી જરૂરી:

લગ્ન પહેલા ઓફિસથી લેઈટ ઘરે આવવું. સવારે લેઇટ જાગવું, રાત્રે લેઈટ સુવું આ બધું જ ચાલતું હોય છે પરંતુ લગ્ન બાદ આ અનિયમિત લાઇફસ્ટાઇલને તદન ચેન્જ કરી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *