તમે જાણો છો શિલાજીત શું છે? અને તેનું સેવન કરવાથી કઈ કઈ બીમારીઓનો કરે છે ખાતમો..

હેલ્થ

નમસ્કાર મિત્રો મેરાઅખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવા તથ્યો સાથે હજાર છીએ મિત્રો તમે શિલાજીત વિશે જાણો છો કે તેનાથી અજાણ છો, અજાણ હોઈ તો આવો જાણીએ તેના વિશેની સ્વાસ્થ્ય માટે ની ખાસિયતો.

કુદરતે આપણને એવા બધા અવનવા ઉપહાર આપ્યા છે. જેની સહાયતાથી આપણે પોતાના શારીરિક સ્વાથ્યને સારું અને તંદુરસ્ત બનાવી શકીએ છીએ. આપણે વાત કરીશુ શિલાજીતની. શિલાજીત કુદરતે આપેલો એક એવો ઉપહાર છે જે શારીરિક શક્તિને વધારે છે જો શિલાજીતનું સેવન કરવામાં આવે તો તેનાથી 60 વર્ષનો ઘરડો માણસ પણ 25 વર્ષના જવાન વ્યક્તિના જેવો લાગે છે એટલે તેની અંદર 25 વર્ષના જવાન જેવી જ તાકાત ધરાવે છે.

પ્રાચીન વૈદિક ગ્રંથોના મુજબ પત્થરથી શિલાજીત બને છે. ગરમીઓમાં સૂર્યની ગરમીથી પહાડોની ચટ્ટાનોની ધાતુ પીગળવા લાગે છે અને તેનાથી શિલાજીત તૈયાર થાય છે આ તારકોલના જેવો ગાઢ અને કાળા રંગનો હોય છે જો આપણે શિલાજીતના સ્વાદની વાત કરીએ તો આ સ્વાદમાં કસૈલા, ગરમ અને વધારે કડવું હોય છે તેમાંથી ગૌમૂત્ર જેવી ગંધ આવે છે.

શિલાજીત ચાર પ્રકારના હોય છે સ્વર્ણ, રજત, લોહ અને તામ્ર આ શિલાજીતના પ્રકાર છે, જો તમે સવારના સમયે શિલાજીતનું સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાથ્યને અધિક લાભ મળશે. અમે તમને આ લેખના માધ્યમથી શિલાજીતના સેવનથી થવા વાળા એવા પાંચ ફાયદા વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેને જાણ્યા પછી તમે પણ શિલાજીતનું સેવનની શરૂઆત કરી દેશો.

1. બ્લડ પ્રેશરના ફાયદા:

તમે શિલાજીતનું સેવન કરીને બ્લડ પ્રેશરની સમસ્યાને સામાન્ય કરી શકો છો. જો તમે શિલાજીતનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં લોહી સાફ રહે છે અને શરીરની નસોમાં રક્ત સંચાર બરાબર રીતે કામ કરતું થઇ જાય છે.

2. શારીરિક શક્તિ વધારવા:

જો તમે શિલાજીતનું સેવન કરો છો તો તેનો સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ફાયદો પુરુષોની શારીરિક ક્ષમતાને વધારે છે. તમે શિલાજીતનું સેવન રોજ કરો છો તો તમને મિર્ચ મસાલા ખટાસ અને વધારે મીઠાં પદાર્થોના સેવનથી દુર રહેવું પડશે.

3. હાડકાઓની સમસ્યા:

જો તમે શિલાજીતનું સેવન કરો છો તો હાડકાઓથી સંબંધિત બધી બીમારીઓ જેમ સાંધાઓનો દુખાવો અને ગઠિયાની સમસ્યા દુર થાય છે શિલાજીતના સેવનથી તમારા હાડકાઓ મજબુત અને તાકાતવર બનેશે.

4. તણાવની સમસ્યા:

આજકાલના સમયમાં લોકોનું જીવન ઘણું વ્યસ્ત થઇ ગયું છે જેના કારણે તણાવનું હોવું સામાન્ય વાત છે જો તમે પણ તણાવમાં રહો છો તો શિલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ શિલાજીતનું સેવન કરવાથી તણાવને પેદા કરવાવાળા હોર્મોન સંતુલિત થઇ જાય છે જેના કારણે વ્યક્તિને ટેન્શનની સમસ્યા નથી રહેતી, તેનાથી રાહત અનુભવાય છે અને મન પ્રફુલ્લિત રહે છે.

5. શરીરની ઉર્જા:

જો તમે શિલાજીતનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધી જાય છે. શિલાજીતનું સેવન ઉર્જાનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં વિટામીન અને પ્રોટીન વધારે માત્રામાં રહેલું હોય છે જેના કારણે તમારા શરીરમાં ઉર્જા વધે છે અને કામ કરવાની પ્રવૃત્તિમાં થાક ઓછો લાગે છે.

શિલાજીતનું સેવન સ્વાથ્યની દ્રષ્ટિથી બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે જો તમે શિલાજીતનું સેવન કરો છો તો અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો તેનું સેવન કરીને પુરુષોની ઘણી સમસ્યાઓ દુર થઇ શકે છે અને સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *