શું તમે ફાટી ગયેલા દૂધને ફેંકી દો છો? આ ઉપાય જાણ્યા પછી ક્યારેય નહીં ફેંકો..જાણો.

અજબગજબ

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપ સૌ નું હાર્દિક સ્વાગત છે. તમે ફાટેલા દૂધને ફેંકી દો છો તો જાણીલો આ ઉપાય ક્યારેય નહીં ફેંકો ફાટેલું દૂધ તો આવો જાણીએ તેના ઉપયોગો. દૂધ ફાટી જાય તો એના પાણીને ફેંકીના દેશો ફાટેલા દૂધમાં લેક્ટિક એસિડ કેલ્શિયમ અને બીજા અન્ય મિનરલ હોય છે જે તમારી ત્વચાને સુંદરતા આપે છે તથા વાળની ચમકતા વધારવા અને તમારા દૈનિક ખોરાક અને નાસ્તાને વધુ તંદુરસ્ત બનાવી શકે છે.

ઉનાળામાં અથવા વરસાદની ઋતુમાં ઘણીવાર દૂધ બગડે છે. ફાટેલા દૂધને ગરમ કરીને તમે પનીર બનાવો છો, પણ બાકી વધેલા પાણીને ફેંકી દો છો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફાટેલા દૂધનું પાણી ખૂબ જ ફાયદા કારક છે. આ પાણીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને તમે એને ઘણી રીતે ઉપયોગ કરી શકો છો ફાટેલા દૂધનું પાણી સામાન્ય નથી, પણ તેમાં પ્રોટીન પણ હોય છે અને તેમાં ઘણા ખનીજો પણ હોય છે. ચેહરાની સુંદરતાને સ્વાદિષ્ટ વાનીગીમાં તેનો ઉપયોગ થાય છે. તમે આ પાંચ રીતે ફાટેલા દૂધ નો ઉપયોગ કરી શકો છો.

(૧). ચેહરાનો તેજ વધારો અને ત્વચા ને નરમ કરો:

ફાટેલા દૂધના પાણીમાં લેક્ટિક એસિડની માત્રા સારી હોય છે. એસિડ ત્વચા માટે ફાયદા કારક હોય છે, કારણ કે તે ચામળીને સોફ્ટનેસ આપે અને ગ્લો વધારે છે. જો ભૂલથી દૂધ ફાટી જાય તો તેને ગરમ કરો અને પાણીને અલગ કાઢો. આ પાણીને થોડા નોર્મલ પાણીમાં ભારી દો અને પછી ચેહરો ધોવો આ ઉપરાંત તમે સ્નાન કરવાના ટબમાં 2-3 કપ દૂધ લઇ શકો છો. ફાટેલા દૂધમાં માઇક્રોબાઇલ ગુણ ધર્મો હોય છે. ચેહરા પર તેને લાગુ કરવાથી ડેડ સ્કીનની કોશિકાઓ જાગૃત થાય છે અને ચેહરાનો તેજ વધે છે.

(૨). વાળ પણ ચમકદાર અને નરમ બને:

તમારા વાળ ખૂબ જ બરછટ તથા નાજુક હોય તો તેના માટે ફાટેલ દૂધ એક સારો વિકલ્પ છે. તમે હજુ પણ ફાટેલા દૂધના પાણીનો ઉપયોગના કર્યો હોય તો તમારે એક વાર તેને ટ્રાઈ કરવું જોઈએ. આ માટે પેહલા શેમ્પૂ નાખીને વાળ ધોવા અને પછી સાદા પાણીથી ધોવા. ત્યારબાદ, વાળને ફાટેલા દૂધથી ધોઈને 3-4 મિનિટ સુધી રાખો. આ પછી, ફરીથી સાદા પાણી સાથે વાળ ધોવો. તમે જોશો કે તમારા વાળ પહેલા કરતા વધુ સારા અને સોફ્ટ બની જશે.

(૩). ફૂલ છોળ માટે ઉપયોગી:

જો તમારા ઘરમાં એક બગીચો હોય અથવા તમે ફ્લૅક્સમાં ફૂલો અને જડીબુટ્ટીઓ રોપ્યા હોય, તો આ છોડ માટે ફાટેલ દૂધનું પાણી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં ફાટેલા દૂધના પાણીમાં કેલ્શિયમ હોય છે અને અન્ય ઘણા ખનિજો હોય છે. જો તમે આ પાણીને નાના છોડમાં મૂકો છો, તો તેને વિકસિત થવામાં આ ફાટેલું દૂધ ખૂબ જ ઉપયોગી બને છે. ટામેટાના છોડમાં ફાટેલું દૂધનું પાણી વારંવાર રેડવાથી તે ફાયદાકારક સાબિત થાય છે.

(૪). સબ્જીની ગ્રેવી અથવા રોટલી બનાવો:

ફાટેલા દૂધના પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા તત્વો શામેલ હોય છે અને ત્યાં ઘણા શ્રેષ્ઠ એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે, તેથી તે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. દૂધ ફાટયા પછી તેના પાણીને ફેંકવાની જગ્યાએ, તમે તેને રસ સમૃદ્ધ શાકભાજીના ગ્રેવી બનાવવા માટે ઉપયોગ કરી શકો છો. ગ્રેવીમાં આ પાણીનો ઉપયોગ કરીને શાકભાજીમાં પોષક વધારી શકો છો. તેથી શાકભાજી વધુ સ્વસ્થ રહેશે. આ સિવાય, જો તમે ઇચ્છો તો રોટલીનો લોટ કરતી વખતે સાદા પાણીની જગ્યાએ ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકો. ફાટેલ દૂધનું પાણી રોટલીને વધુ તંદુરસ્ત બનાવશે. આ શાકભાજી અને રોટી બાળકો માટે ખૂબ ફાયદાકારક છે.

(૫). શેક અથવા જ્યુસમાં ઉપયોગ કરો:

શેક અથવા રસ વારંવાર આપણે તંદુરસ્ત રહેવા માટે પીતા હોય છે. ઘરમાં શેક અથવા રસ બનાવતા, જો તમે તેમાં ફાટેલા દૂધનો ઉપયોગ કરો છો, તો પછી તમારા શેક અથવા રસની પોષકતામાં વધારો થશે. હકીકતમાં, ફાટેલા દૂધના પાણીમાં પ્રોટીનની માત્રા સારી છે. તેથી, તેને રસમાં ઉમેરીને તેમાં પ્રોટીનનો વધારો કરી શકાઈ, જે શરીર માટે ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *