પશુ અને માનવતા વચ્ચેની લાગણીનો અદભુત પ્રેમભાવ, હકીકતી પુરાવની કહાની છે કંઈક આવી..વાંચો..

ગેલેરી

આ કિસ્સો વાંચી ને તમે પણ રહી જશો ચકિત, આ કિસ્સો જૂનાગઢ ના કેશોદ ગામ ના આંબાવાડી વિસ્તાર નો છે. આ કિસ્સો ગાય માતા અને ખેડૂત વચ્ચેનો છે. ગાય માતા ના શરીર માં 33 કરોડ દેવી-દેવતા ઓ વાસ કરતા હોવાનું મનાય છે. પશુની લાગણી એક વખત કોઈ માનવી સાથે બંધાઈ જાય તો તે વ્યક્તિ ના મૃત્યુ બાદ પણ તેમને ભૂલતા નથી.

કેશોદનાં આંબાવાડી માં રહેતા ઉકાભાઈ કોટડિયા વર્ષોથી ગાય ની સેવા કરતા હતા. તેમને ઘરે વર્ષોથી એક રખડતી ભટકતી ગાય અચૂકપણે આવી ચઢતી. ઉકાભાઈ તેમને રોટલા-રોટલી ખવડાવતા. તાજેતરમાં ઉકાભાઈ નું મૃત્યુ થયું છે. સામાજીક રીત-રિવાજો મુજબ તેમને ઘરે બેસણું રાખવામાં આવતું હતું. આ બેસણાંમાં એ ગાય અચૂકપણે રોજ આવી જ જતી.

ઉકાભાઈ ના પુત્રો પાસે બધા ખરખરો કરવા આવે એ વખતે આ ગાય પણ મુંગા મોઢે આંખમાંથી આંસુ વહાવતી હતી. જ્યારે ત્યાં આવેલા લોકો તે ગાય ને જોતા ત્યારે કહેતા કે આ માનવતા અને પ્રાણી વચ્ચે નો એક અદભુત પ્રેમ છે. ગાય ક્યારેક તેમના ફોટાને જોઈને તેમની સામે ઉભી રહતી તેમના ફોટા પાસે બેસી ને મૂંગા મોઢે આંખમાંથી આસું બહાવતી હતી. તો ક્યારેક બાજુમાં જગ્યા ન હોય તો થોડે દુર ગાદલા પર બેસી જાય. જાણે ઘરના જ સભ્ય ની જેમ આવરનવાર પાસે બેસે એજ રીતે ત્યાં બેસતી.

જીવનમાં એક માણસે કરેલા ઉપકાર બીજો માણસ ભૂલી જાય છે, પણ પશુ ઓ તેના માટે કરેલું કાર્ય ક્યારેય ભૂલતું નથી. આવુ જ કંઈક આ કિસ્સામાં જોવા મળ્યું છે. આ અવિસ્મરણીય ઘટના સતયુગ ની યાદ અપાવી દે તેવી છે. સ્વ. ઉકાભાઈ કોટડીયા ને તેમના જીવન દરમિયાન ગૌ માતા તરફ અદભુત પ્રેમભાવ હતો.

તેઓ હંમેશા ગાયો માટે ખુબ જ ચિંતિત રહેતા હતા અને સેવા કરતા હતા. આ જીવન માં તેઓ એ માત્ર ગાયો ની જ સેવા કરી છે. ત્યારે અચાનક તેમનું મૃત્યુ થતા એક ગાય આ રીતે તેમને યાદ કરી રહી હતી. જ્યારે ઉકાભાઈ ના પુત્ર ગીરીશભાઈ ને પૂછવામાં આવ્યું કે આ ગાય ને તમારા પિતાજી ઉપર આટલો બધો પ્રેમભાવ કેવી રીતે થયો ત્યારે તેમણે કહ્યું કે, મારા પિતા આ ગાય ને રોજ રોટલો કે રોટલી આપતા અને અનેક વાર તેને નવડાવતાં પણ અને તેને ખૂબ લાડકોડ થી રાખતા. પિતાજી ને ગાયો પ્રત્યે ખુબ જ લગાવ હતો.

પિતાની વિદાય થી અમને ઘણું દુઃખ થયું, એટલું જ દુઃખ આ ગાય અમારી નજર સમક્ષ વ્યક્ત કરી રહી છે. આમ તેઓ એ કહ્યું હતું. માનવી પ્રત્યે મુંગા પશુ ની સંવેદ ના કેટલી તીવ્ર હોઈ શકે એનો તાજેતર નો હકીકતી પુરાવો આજે જોવા મળ્યો હતો. આ ગાયે લોકો ના પ્રત્યે દિલ જીતી લીધું છે, અને ઘરના લોકોએ ગાયની સાથે તસ્વીર પણ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *