આટલી ઉંમરે પણ આ દાદા 250 જેટલા ગરીબોને, જાતે બનાવીને પીવડાવે છે ચા અને તેમણે જે કહ્યું એ જાણીને તમને થશે ગર્વ.

અજબગજબ

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવી વાત સાથે હજાર છીએ તો આવો આજે આપણે જાણીયે દાદાની ચા વિશે. ચા એટલે આપણા ગુજરાતીઓની એનર્જી ડ્રિંક, ચા તો ગુજરાતીઓ ગમે ત્યારે પી શકે પરંતુ આજે એક એવા ચા વાળાની વાત કરવી છે જે જાણીને તમે ગર્વ કરશો, જી અમે વડાપ્રધાન નરેન્દ્રમોદીની નહી, પરંતુ ગુલાબજી ચા વાળાની વાત કરીશું.

પસંદગીદાર પીણું:

ચા એ આપણા ભારતીયોનું સૌથી જૂનું અને પસંદગીદાર પીણું છે. ચાની ચૂસ્કી વિના ભારતીયોની સવાર શરૂઆત નથી થતી. સાંજે પણ નાસ્તા સાથે ચા તો જોઈએ જ. આ સિવાય દિવસમાં એક બે કપ તો એમને એમ જ પીવાઈ જતા હોઈ છે. એમાંય મહેમાન આવે તો મહેમાનની સાથે ચાના રસિયા તો ચા લે જ. ઉપરાંત ઓફિસમાં કામ કરો ત્યારે ફ્રેશ થવા માટે પણ ચાની એક પ્યાલી પીવી જ પડે. હવે તો દેશ દુનિયાના ખૂણે ખૂણે ચા મળે છે. વિદેશમાં પણ ઘણા લોકો ભારતમાં મળતી આદુ નાખીને બનાવેલી ચા વેચે છે. દરેક શહેરમા અમુક ચાવાળા ફેમસ હોય છે જ્યાંની ચા સૌને ખૂબ ભાવતી હોય છે. આજે એવા જ એક ચાવાળા વિશે વાત કરીશું જેના વિશે જાણીને તમને ગર્વ થશે.

ગુલાબી નગરી:

ભારત દેશની ગુલાબી નગરી જયપુરમાં ગુલાબજી ચાવાળાની ચા ના પીધી તો તમારી ટ્રીપ અધૂરી રહેશે. ગુલાબજી 94 વર્ષના છે અને 1947 થી તેમની આ દુકાન એમઆઈ રોડ પર ચાલે છે. ગુલાબજીની દુકાન પર યુવાનોથી લઈને વૃદ્ધોની લાઈન લાગેલી હોય છે. ગુલાબજી રોજ ગરીબોને મફતમાં ચા અને મસ્કાબન આપે છે. રોજ સવારે તમને તેમની દુકાનની બહાર ગરીબોની લાઈન જોવા મળશે.

ચાની ચૂસ્કી:

કેટલીક વાર લોકો ભીખારીને પાંચ રૂપિયા આપવામાં પણ કચવાટ અનુભવે છે ત્યારે 94 વર્ષના ગુલાબજી રોજ નિઃસ્વાર્થ ભાવે ચા મસ્કાબન આપી ગરીબોનું પેટ ભરે છે. ગુલાબજીની ચા એટલી પ્રખ્યાત છે કે, જયપુરના રાજવી પરિવારથી માંડીને ફિલ્મી સિતારા પણ અહીં ચાની ચૂસ્કી લેવા આવે છે. ગુલાબજીએ કહ્યું, 1947 માં મેં એક નાનકડી ચાની દુકાનની શરૂઆત કરી હતી.

ચાની ટપરી:

ત્યારે સ્ટોલ શરૂ કરવામાં 130 રૂપિયાનો ખર્ચ થયો હતો. એ વખતે મુશ્કેલીઓ આવી હતી. કારણકે કોઈને મંજૂર નહોતું કે રાજપૂત પરિવારનો યુવાન રોડ પર ચા વેચે. ગુલાબજીની નાનકડી ચાની ટપરી આજે દુકાન બની ગઈ છે. ઘણા ટ્રાવેલ બ્લોગર અને ફૂડ બ્લોગર તેમની કહાની બતાવી ચૂક્યા છે. ગુલાબજી ચાનો એક ગ્લાસ 20 રૂપિયાનો વેચે છે. બજારમાં મળતી ચા કરતાં તેમની ચા મોંઘી છે પરંતુ તેમની દુકાન પર આવતાં ગ્રાહકોનું કહેવું છે કે, આ શ્રેષ્ઠ ચા છે.

ગરીબ અને બિનઆશ્રિત લોકો:

તેઓ માત્ર દૂધની ચા બનાવે છે અને ખાસ પ્રકારનો મસાલો નાંખે છે. જેની રેસિપી માત્ર તેમની પાસે જ છે. ગુલાબજીની માનવતાના સૌ કાયલ છે. તેમની દુકાન પર આવતા દરેક વ્યક્તિને મફતમાં ચા પીવડાવે છે. સાથે જ મસ્કાબન પણ આપે છે. રોજ સવારે 6 વાગ્યે તેમની દુકાનની બહાર 250 ગરીબ અને બિનઆશ્રિત લોકોની લાઈન જોવા મળશે. ગુલાબજીએ જ્યારથી દુકાન શરૂ કરી ત્યારથી આ રીતે ગરીબોને મફતમાં ચા પીવડાવે છે અને આજે પણ આ પરંપરા અકબંધ છે. 94 વર્ષના ગુલાબજી આજે પણ જાતે જ ચા બનાવે છે તેમને જોઈને તમને વિશ્વાસ નહીં થાય તેઓ આટલા વૃદ્ધ હશે. ગુલાબજી કહે છે કે, મને સૌથી વધુ ઉર્જા અને હિંમત મારા ગ્રાહકો પાસેથી મળે છે અને હું દર રોજ મારા ગ્રાહકોને મારા હાથની ચા પીવડાવીને તેમના દિવસને તાજગી ભર્યા બનવવા માંગુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *