વિરોધી પક્ષ માટે ખેડુતો વોટબેંક, પરંતુ અમારા માટે જાણો વિગત વાર..

ખબર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના પલામુમાં પણ જાહેરસભા યોજી હતી. જુદા જુદા કાર્યક્રમોના ભાગરૂપે પહાેંચેલા મોદીએ આ ગાળા દરમિયાન પાેતાની સરકારની સિદ્ધિઆેની વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે કાેંગ્રેસ માટે ખેડુતો વોટબેંક છે પરંતુ અમારા માટે અન્નદાતા છે. આજ કારણસર તેમની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. માત્ર લોન માફીના વચન આપી રહ્યા નથી.

લોન માફી:

મોદીએ કહ્યું હતું કે કાેંગ્રેસ પાટીૅ ચુંટણી જીતવા માટેના ખેલમાં ખેડુતાેને દેવાદાર, યુવાનાેને સસ્પેન્સ સ્થિતિમાં, માતા અને બહેનાેને બિનસુરક્ષિત બનાવીને રાખે છે. તેમણે કહ્યું હતું કે કોયલ નદી પર સ્થિત બંધની યોજનાનાે ઉલ્લેખ કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો ખેડુતાેને લોન માફીના નામ ઉપર ગેરમાગેૅ દોરી રહ્યા છે તે લોકો ખેડુતાેના કલ્યાણ અંગેની યોજનાઆેના નામ પણ સાંભળ્યા નહીં હોઈ. તેમણે કહ્યું હતું કે આ કોયલ પક્ષીના નામ છે કે પછી બંધનું નામ છે, કે પછી નદીનું નામ છે.

મોદીએ કહ્યું:

મોદી પલામુ મંડલ બંધ યોજના આધારિત કાર્યક્રમમાં પહાેંચ્યા હતા. આ યોજનાની આધારશિલા મુક્યા બાદ મોદીએ જાહેરસભા સંબાેધી હતી. આ બંધના નિમાૅણથી ઉત્તર કોયલ નદી પર સ્થિત બંધ ઝારખંડમાં 20 હજાર હેકટર અને બિહારમાં 90 હજાર હેકટર કૃષિ ભૂમિને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ કરાવશે. બંધ યોજનાના લાભ અંગે માહિતી આપતા મોદીએ કહ્યું હતું કે આનાથી 25 લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળશે. મોદીએ ઉમેર્યું હતું કે બંધ યોજનાની ફાઈલ 1972 માં જતી રહી હતી પરંતુ આ ફાઈલ અટવાયેલી હતી. આ યોજના અટવાઈ પડી હોવાથી તેને પૂર્ણ કરવામાં અડધી સદીનાે સમય લાગી ગયો છે. આ અગાઉની સરકારોની બેઈમાનીનાે પુરાવો છે. આ યોજના 30 કરોડ રૂપિયામાં પૂર્ણ થનાર હતી. જેના બદલે હવે 2400 કરોડ રૂપિયામાં પૂર્ણ થઈ રહી છે.

વોટબેંક:

ખેડૂતો ના ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે કાેંગ્રેસ માટે ખેડુત વોટબેંક છે પરંતુ સરકાર માટે અન્નદાતા છે. અમારા માટે તેમની સ્થિતિ મજબૂત કરવાની વાત છે. કાેંગ્રેસની સરકારોએ ખેડુતાેને વોટબેંક બનાવ્યા છે પરંતુ તેમની સરકારોએ ખેડુતાેને વોટબેંક તરીકે ઉપયોગ કયોૅ નથી. મોદીએ કહ્યું હતું કે જો ખેડુતાેને વોટબેંકનાે હિસ્સાે બનાવ્યો હોત તાે તેમના માટે ખુબ સરળ કામ હતું. એક લાખ કરોડની જુદી જુદી યોજનાઆેની જગ્યાએ એટલા રૂપિયાની લોન માફી કરીને ખેડુતાેમાં વહેંચી શક્યા હોત. પરંતુ આનાથી આ પેઢીનું ભલુ થનાર નથી.
યોજનાઆેથી પાંચ પાંચ પેઢીઆેને ફાયદો થશે. તેમની સરકારે પાંચ વર્ષમાં એક કરોડ પચ્ચીસ લાખ આવાસ બનાવ્યા છે. અગાઉની યોજનાઆે નામોના આધાર ઉપર ચાલતી હતી પરંતુ અમે સરકારના નામની લડાઈમાં પડયા વગર આગળ વધી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *