બોલિવૂડમાં મોંઘી કાર લાવનાર સૌથી પહેલાં સુપરસ્ટાર બની ચુક્યા છે અજય દેવગણ, કિંમત જાણીને ચોકી જશો.

ફિલ્મી દુનિયા

બોલીવુડના જાણીતા એક્ટર અજય દેવગણ અનેક ફિલ્મોમાં કારનો સ્ટંટ પણ કરી ચૂક્યાં છે. જો કે રિયલ લાઈફમાં તેમને નવી નવી કારનો ખૂબ જ શોખ છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે અજય દેવગણના કાર કલેક્શનમાં જુદા જુદા પ્રકારની 8 કાર છે. તેમાં સૌથી નવી અને સૌથી મોંગી કાર પણ સામેલ થઈ ચૂકી છે. આ નવી કાર સાથે અજય દેવગણ આ કાર ધરાવનાર બોલીવુડના સૌથી પહેલા સુપરસ્ટાર બની ચૂક્યા છે.

રોલ્સ રોય:

અજય દેવગણ એક માત્ર સ્ટાર છે, જેમની પાસે આ કાર છે. અજય દેવગણે રોલ્સ રોય સુલિનન ખરીદી છે. મીડિયા રિપોર્ટ પ્રમામે અજય દેવગણે આ કાર બુક કરાવી હતી. તેની કિંમત 6.95 કરોડથી શરૂ થાય છે. પરંતુ જો તેને કસ્ટમાઈઝ કરવામાં આવે તો તેની કિંમત વધી જાય છે. અજય દેવગણ ઉપરાંત અન્ય બે લોકો પાસે પણ છે આ કાર. અજય દેવગણ ઉપરાંત આ કાર બિઝનસ મેન મુકેશ અંબાણી અને ટી સિરીઝના માલિક ભૂષણ કુમાર પાસે છે આ કાર.

બ્લૂ રંગની કાર:

મુકેશ અંબાણી આ કાર ખરીદનાર પહેલા ભારતીય છે. આ કાર પસંદગીના રંગમાં જ મળે છે. ભૂષણ કુમાર પાસે લાલ તો અજય દેવગણે બ્લૂ રંગની કાર ખરીદી છે. અજય દેવગણે આ કાર અજય ઉર્ફે વિશાલ વીરુ દેવગણના નામ પર 17 જુલાઈ 2019 ના રોજ બુક કરી હતી. નિયમ પ્રમાણે દરેક કારનો વીમો જરૂરી છે. અજય દેવગમની આ કારનો ઈન્સ્યોરન્સ 30 જૂન 2022 સુધી નક્કી કરાયો છે. અજય દેવગણ હજી સુધી આ કાર સાથે દેખાયા નથી. ઈન્સ્ટાગ્રામ પર તેમની નવી કારની તસવીરો વાઈરલ થઈ ચુકી છે. કારની નંબર પ્લેટ પરથી ખુલાસો થયો છે કે આ કાર અજય દેવગણે ખરીદી છે.

કાર કલેક્શન:

અજય દેવગણ કારના શોખ વિશે આખું બોલીવુડ જાણે છે. ઓન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈના શૂટિંગ દરમિયાન અજયને એક કાર ગમી ગઈ હતી. એક્તા કપૂરે તેમને તે કાર ગિફ્ટ કરી દીધી હતી. અને તમે જાણતા નહીં હોય પણ હાલમાં અજય દેવગણ પાસે છે. લેન્ડર રોવર રેન્જ રોવર, મિનિ કૂપર, બીએમડબલ્યુ ઝેડ 4 સહિતનું શાનદાર કાર કલેક્શન છે.

કિંમત:

તેના પરથી જ ખ્યાલ આવે છે કે અજય દેવગણ કારના ખૂબ જ શોખીન છે અને તમને જણાવી દઈએ કે આ કાર માલિકની જરૂરિયાત પ્રમાણે જ બનાવવામાં આવે છે એટલે જ આ કાર અજય દેવગણ સુધી પહોંચવામાં સમય લાગ્યો છે. પરંતુ હવે આ કાર અજય દેવગણ સુધી પહોંચી ગઈ છે. આ કાર તેના માલિક અનુસાર બનાવવામાં તેની કિંમત 7 કરોડથી 10 કરોડ સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *