ડાયાબીટીશના દર્દીઓ માટે, આ ખાસ ખીચડી બનવો તમારા ઘરે..

રેસિપી

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવી વાત સાથે હજાર છીએ તો આવો જાણીએ તેના વિશે.

આજે આપણે જાણીશું બાજરાની ખીચડી વિશે. બાજરોએ હર એક ઘરનું ખાદ્ય અનાજ છે. તમે સાંભળ્યું હશે કે જુના જમાનામાં લોકો બાજરાના રોટલા જ ખાતા હતા અને તે તંદુરસ્ત રહેતા અને આજના જમાનામાં અવનવું ખાદ્ય પદાર્થો થઇ ગયા છે જાણે લોકો મોજ શોખ માટે ખાઈ છે અને તેમના શરીરની તંદુરસ્તી જાતે જ બગાડે છે. અમે આજે બાજરાના રોટલાની નહિ પણ અમે વાત કરીશુ બાજરાની ખીચડીની, ડાયાબિટીસ વાળા માટે ગુણ કારી છે અને શું અસર કરે છે જાણો તેના વિષે.

બાજરામાં હોય છે વિટામિન્સ અને મિનરલ્સને તેના કારણે બાજરો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણ કારી છે. તેમાં ફાઈબર અને કાર્બ્સ હોવાથી તે ડાયાબિટીસ સાથે સાંકળવામાં આવે છે. જે ખાદ્યપદાર્થોમાં શરીરમાં ઓગળે નહિ એવા ફાઈબર્સ હોય છે અને તેનાથી આપણી પાચન શક્તિમાં પણ ધીરે ધીરે પચે છે. તેને કારણે લોહીમાં ગ્લુકોઝ પણ ધીરે ધીરે શોષાય છે.

વળી બાજરામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ હોવાથી તે એક પૌષ્ટિક ખોરાક છે. ખાસ કરીને ટાઈપ ટુ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે બાજરો આદર્શ ખાદ્ય પદાર્થ છે આ સાથે તમે વજન પણ ફટાફટ ઉતારી શકશો. જો તમને ડાયાબિટીસ હોય તો બાજરાની ખિચડી તમારા માટે પરફેક્ટ ઓપ્શન છે. તે બનાવવામાં સાવ ઈઝી છે, ટેસ્ટી છે અને તેમાં તૈયાર કોઈ ટાઈમ નથી લાગતો. નિયમિત બાજરો ખાવાથી વજન નિયંત્રિત રહે છે. તેનાથી જલ્દી ભૂખ પણ નથી લાગતી.

જાણો બાજરની ખીચડી બનાવવાની રેસિપી:

સામગ્રીઃ

  • બાજરી,
  • મગની દાળ,
  • હળદર,
  • નમક,
  • સૂકા લાલ મરચા,
  • જીરુ,
  • ગરમ મસાલા,
  • હીંગ,
  • ધાણાજીરુ,
  • ઘી,

રીતે:

1 કપ બાજરો અને અડધા કપ મગની દાળને વ્યવસ્થિત ચોખ્ખા પાણીથી ધોઈ લો.

આ બંનેને મિક્સ કરીને પૂરતુ પાણી ઉમેરી કૂકરમાં બાફો. તેમાં હળદર, નમક ઉમેરો.

વઘાર માટે એક પ્લેટમાં ઘી ગરમ કરો. તેમાં હિંગ, જીરુ અને લાલ મરચા નાંખો સાથે ગરમ મસાલો, ધાણાજીરુ વગેરેઉમેરી શકો છો. વઘાર તતડે એટલે તેને ખીચડી પર પાથરી દો.

સુગંધી, હેલ્ધી અને ટેસ્ટી ખીચડી પાપડ કે અથાણા સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *