શું તમે પણ ચટપટી ખાવાના શોખીન છો તો આ લેખ જરૂર વાંચો.

રેસિપી

બંગાળી સમોસા

સામગ્રી:

 • ૩ મોટા બાફેલા બટાકા,
 • ૭-૮ લીલાં મરચાં,
 • ૫૦ ગ્રામ પનીર,
 • ૨-૩ નાના ચમચા માખણ,
 • ૧ ટુકડો આદું,
 • ચપટી લવિંગ પાઉડર,
 • મીઠું સ્વાદ મુજબ,
 • ચપટી અજમો,
 • ૨ મોટા ચમચા ઝીણી સુધારેલી કોથમીર,
 • અડધો કપ દહીં,
 • બે કળી વાટેલું લસણ,
 • ૧ મોટો ચમચો કોર્નફ્લોર.

રીત:

દહીંને બે કલાક માટે એક પાતળા કપડામાં નાખીને પાણી નિચોવી દો. તેમાં થોડું ગરમ કરેલું માખણ, મીઠું, અજમો, લસણ, એક ચમચો કોથમીર, લીલું મરચું અને કોર્નફ્લોર ભેળવો. બટાકાનાં મોટાં મોટાં પિત્તાં પાડીને ૧૦-૧૫ મિનિટ સુધી તેને દહીંના મિશ્રણમાં પલાળો. ત્યાં સુધી પનીરને હાથેથી સારી રીતે મસળી નાખો. તેમાં બાકી વધેલી કોથમીર, મીઠું, લીલાં મરચાં, આદું અને થોડું કોર્નફ્લોર ભેળવો. ૨ બટાકાનાં પિત્તાંની અંદર થોડું પનીરનું મિશ્રણ નાખી તેને સેન્ડવિચની જેમ તૈયાર કરો. એક ગ્રિલમાં નીચે અથવા પહેલાંથી ગરમ કરેલા ઓવનમાં મૂકીને તેને શેકો.

પાતરાંના સમોસા

સામગ્રી:

 • ૧૦૦ ગ્રામ બટાકા,
 • ૨૦૦ ગ્રામ તુવેરના લીલવા,
 • ૩ લીલાં મરચાં,
 • ૧ ટેબલસ્પૂન તલ,
 • ૧ ટીસ્પૂન ખાંડ,
 • ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો,
 • એક આખું લસણ,
 • ૨૫ ગ્રામ કોપરાનું ખમણ,
 • ૧ નાની ઝૂડી લીલા ધાણા,
 • ૧ નંગ લીંબુ,
 • ૨૫૦ ગ્રામ અળવીનાં પાન-નાનાં,
 • ૨૦૦ ગ્રામ ચણાનો લોટ,
 • હળદર,
 • મીઠું,
 • તેલ,
 • મરચું,
 • સોડા,
 • હિંગ.

રીત:

તુવેરના લીલવાને અધકચરા વાટવા. બટાકાને બાફી, છોલી નાના કટકા કરવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગનો વઘાર કરી, લીલવાનો ભૂકો વધારવો. તેમાં મીઠું નાખી, ઢાંકણ ઢાંકી બફાવા દેવો. બરાબર બફાય એટલે તેમાં તલ, લીલાં મરચાંના કટકા, ગરમ મસાલો, ખાંડ અને કોપરાનું ખમણ નાંખી, હલાવી ઉતારી લેવું. પછી તેમાં વાટેલું લસણ, લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરીને નાંખવા. ચણાના લોટમાં મીઠું, હળદર ચપટી સોડા અને થોડું મરચું નાંખી, ભજિયાં જેવું ખીરું બનાવવું. અળવીનાં પાનને વચમાંથી ચીરી બે ભાગ કરવા. તેના ઉપર ચણાના લોટનું ખીરું લગાડી દરેકની વચમાં મસાલો મૂકી સમોસા વાળવા. પછી બધી બાજુ ચણાનું ખીરું લગાડી, તેલમાં તળી લેવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *