ભૂલથી પણ ના કરવું આ વસ્તુનું સેવન નહીં તો આવી શકે છે ગંભીર પરિણામ જરૂર જાણો..

હેલ્થ

પ્રેગ્નન્સી દરમિયાન સગર્ભા સ્ત્રીએ શું ખાવું અને શું ના ખાવું તે તેના માટે સૌથી મોટી સમસ્યા બની રહે છે. હવે ગર્ભાવસ્થા દરમિયાન શાનું વધુ પડતું સેવન જોખમ કારક સાબિત થઈ શકે છે અથવા ગુણકારી સાબિત થાય છે તેના વિષેની સંપૂર્ણ માહિતી આજે અમે તમને આપીશું.

કોફી:

કોફીમાં રહેલું કેફિન નામનું તત્ત્વ બ્લડ પ્રેશર વધારે છે અને તેના કારણે ભ્રૂણને નુકસાન પહોંચી શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન કોફી પીવાથી શું નુકસાન થાય છે અને સર્ગભાએ કેટલી માત્રામાં કોફીનું સેવન કરવું જોઈએ તે અંગે આજે અમે તમને જણાવીશું. ગર્ભવતી મહિલાઓને કોફી પીવાની આદત હોય અને તે છોડી શકતી ન હોય તો ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. ઓછી માત્રામાં કોફીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે.

ઓછા પ્રમાણમાં કોફી પીવાથી ગર્ભપાત, પ્રિમોચ્યોર પ્રસૂતિ અને ઓછા વજનવાળા પ્રસવ જેવી સમસ્યા નડતી નથી. કોફી પીવાથી થતાં નુકસાન અધૂરા માસે બાળકનો જન્મ થવાની શક્યતા કેફિનથી બ્લડ પ્રેશર અને હાર્ટ બીટ વધી જાય છે. જે મહિલાઓ ગર્ભવતી નથી તેમને કોફીનું સેવન કરવાથી કોઈ નુકસાન નથી થતું પરંતુ ગર્ભવતી મહિલા દ્વારા કોફીનું સેવન કરવાથી બાળકનું વજન ઓછું થવાની સમસ્યા પણ થઇ શકે છે અથવા અધૂરા સમયે બાળકનો જન્મ થઈ શકે છે. દરરોજ 200 મિલીગ્રામથી વધારે કોફી પાઉડર શરીરમાં જાય તો જન્મ સમયે બાળકનું વજન ઓછું થઈ હોઈ શકે છે.

જન્મ સમયે બાળકનું વજન જો ઓછું હોય તો જ્યારે બાળક મોટું થાય ત્યારે તેને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ભ્રૂણના વિકાસમાં સમસ્યા પેદા થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન વધારે કોફીનુ સેવન કરવાથી પ્રસૂતિ વખતે સમસ્યા ઊભી થાય છે સાથે સાથે વધારે પડતી કોફી પીવાથી ભ્રૂણના વિકાસમાં સમસ્યા થાય છે. ભ્રૂણ પર કોફીની ગંભીર અસર થાય છે કેમ કે કેફિન પ્લાસેન્ટલ મેમ્બ્રેન દ્વારા બાળકના બ્લડમાં જઈ શકે છે. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન બને ત્યાં સુધી કોફીના સેવનથી દૂર રહેવું. કોફીથી પેશાબ વધારે લાગે છે અને એટલા માટે ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય રીતે પેશાબ વધારે લાગે છે તે સ્થિતિમાં કોફીનું સેવન કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. પરિસ્થિતિને અવગણવામાં આવે તો તે ગંભીર ડિહાઈડ્રેશનમાં પરિણમી શકે છે.

પપૈયું:

પાકા પપૈયામાં પાચકરસનું પ્રમાણ ઓછું હોય છે. તબીબો પ્રેગ્નન્સીની સાથે સાથે ડિલિવરી બાદ પણ પપૈયું ખાવાની ના પાડે છે. પપૈયાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે દવા નહીં પણ ઝેરનું કામ કરે છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને પપૈયું ખાવાની ના પાડવામાં આવે છે કહેવાય છે કે પપૈયાના સેવનથી મિસકેરેજનો ભય વધુ રહે છે. તો શું પપૈયું ખરેખર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ખરું. ઘણા ડોક્ટરો પણ ગર્ભાવસ્થામાં પપૈયું ખાવાની ના પાડે છે.

તેમાં પણ ખાસ કરીને લીલું પપૈયું તો બિલકુલ ખાવું ના જોઇએ કારણ કે તેમાં એક દ્રવ્ય હોય છે જે યુટરાઇન કોન્ટ્રેક્શન્સના કારણે મિસકેરેજનો ભય વધારે છે. પાકા પપૈયામાં પાચકરસનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ ફરી પ્રેગ્નન્સીની અવસ્થામાં પપૈયું ખાવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તબીબો પ્રેગ્નન્સીની સાથે સાથે ડિલિવરી બાદ પણ પપૈયું ખાવાની ના પાડે છે. તે સાથે તેનાં પાનનું સેવન પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પપૈયાનાં પાનમાં પપાઇન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે બાળક માટે જીવલેણ સાબિત થઇ શકે છે ઉપરાંત જન્મ સમયે બાળકને શારીરિક ખોડખાંપણ થઇ શકે છે.

આ ઉપરાંત પપૈયામાં લેટેક્સ હોય છે જે શરીરમાં એલર્જી ઉત્પન્ન કરી શકે છે. પપૈયાનાં બીજ પુરુષોને નપુંસક બનાવી શકે છે. માનવામાં આવે છે કે પપૈયાનાં બીજ સ્પર્મ કાઉન્ટને ઘટાડે છે તથા તેમની મોબિલિટીને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. જો કે સાથો સાથ એ વાત પણ સાચી છે કે પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પપૈયામાં બેન્ઝાઇલ આઇસોથાયોસાયનેટ નામનું એક કમ્પાઉન્ડ હોય છે જો પપૈયાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે દવા નહીં પણ ઝેરનું કામ કરે છે.

તીખું:

સામાન્ય રીતે આમ તો બધાને ખબર હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખોરાક લેવામાં બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. ગર્ભવતી મહિલાઓ માટે પોષણયુક્ત ખોરાક જરૂરી છે. માતા દ્વારા લેવામાં આવતા ખોરાકથી ભ્રૂણનો વિકાસ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ ખોરાક લેતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન તીખું કે બહારની વસ્તુ ન ખાવી જોઈએ. કેટલાંક લોકો એવું માનતા હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન તીખું કે બહારની વસ્તુ ન ખાવી જોઈએ કારણે કે તેનાથી ગર્ભમાં રહેલ શિશુ પર ખરાબ અસર પડે છે. કેટલાંક એવું માને છે કે તીખું ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે છે જેના કારણે અધુરા માસે બાળકનો જન્મ થાય છે તો અમુક લોકો એવું માનતા હોય છે કે ગર્ભાવસ્થાનાં સમયે તીખું ખાવાથી શિશુ શારીરિક ખોડખાપણ વાળું જન્મે છે અથવા તેના રંગ પર અસર પડે છે.

જો કે આ તમામ વાતોનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી કે જેના આધારે એવું કહેવાય કે આ બધી વાતો સાચી છે. તીખું ખાવાથી શિશુ અથવા ગર્ભવતી મહિલાને નુકસાન નથી થતું. તેમ છતાં જરૂર કરતાં વધારે તીખું ખાવાથી માતાને નુકસાન પહોંચી શકે છે અને ગર્ભવસ્થામાં પેટમાં દુખાવો એસિડિટી પેટમાં ગડબડ અથવા બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. જો કે તીખું ખાવાથી બાળકનાં શરીરને નુકસાન નથી થતું પરંતુ માતાનાં સ્વાસ્થ્ય માટે તીખું ઓછું ખાવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *