કોરોનાની મહામારી વચ્ચે ૨૪ કલાકમાં આકડો વધીને આટલા કેસ…

ખબર

કોરોનાની મહામારી વચ્ચે લોકોનું જીવન ભય જનક બની ગયું છે ત્યારે દેશને સુરક્ષિત રાખવા ૨૧ દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રસંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન ૩ મે સુધી લંબાવવાનો નિર્ણય આપ્યો છે. દેશભરમાં આશરે ૫૦ ની આસપાસ કોરોનાના પોઝિટીવ કેસ થયા હતા ત્યારે ૨૧ દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ પર અંકુશ મેળવવાને બદલે કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો, ખાસ કરીને દિલ્હીની નિઝામુદ્દીન મરકઝમાં જમા થયેલા હજારો તબલીગી જમાતીઓ દેશભરમાં ફેલાયા અને સાથે-સાથે કોરોના ફેલાવાનું માધ્યમ પણ બન્યા. આ સમય દરમિયાન ભારતમાં કુલ કેસોની સંખ્યા અનેક ગણી વધી ગઈ હતી. ત્યારે તાજેતરના આંકડાઓની વાત કરવામાં આવે તો વિતેલા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૪ મોત અને ૧૪૬૩ નવા કેસો સામે આવ્યા છે.

આ આંકડો અત્યાર સુધીનો ચેપ ફેલાવાનો સૌથી ઝડપી આંકડો ગણવામાં આવે છે. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૦૮૧૫ છે. જે દરમિયાન ૧૧૯૦ લોકો સારવાર દરમિયાન ઠીક થઇને હોસ્પિટલમાંથી છૂટી મેળવી લીધી છે. આ વાયરસને કારણે ભારતમાં મૃત્યુઆંક ૩૫૩ થયો છે. આ માહિતી સ્વાસ્થ મંત્રાલય દ્વારા સમયસર કરવામાં આવી રહેલી પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવી હતી. ICMRના પ્રવક્તા આર, ગંગાખેડકરે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં ૨૩૧0૨ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે ૧૬૬ સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવ્યા.

મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, તમિળનાડ, કેરળ અને પંજાબમાં પણ કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં જે કેસો આવ્યા છે તે પૈકી જમાત સાથે જોડાયેલા લોકો વધારે રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. દેશમાં પણ લોકડાઉનની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. ભારતમાં કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત રાજયોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિળનાડ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજયોનો સમાવેશ થાય છે. કેસોની સંખ્યામાં ઝડપી વધારો દેશમાં હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસના લોકડાઉનના ગાળા વચ્ચે પણ થઇ રહ્યો છે.

આજે લોકડાઉનની અવધિને હવે ત્રીજી મે સુધી વધારી દેવામાં આવી છે. તમિળનાડુમાં કેસોની સંખ્યા ૧૦૭૫ ઉપર પહોંચી છે. સૌથી મોટી બાબત એ છે કે, સિંગલ સોર્સ એટલે કે તબલીગી જમાતના લીધે જ ૯૭૧ લોકો કોરોના પોઝિટિવ તમિળનાડુમાં આવ્યા છે. કોરોના વાયરસે ૩૪ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે. જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે. સરેરાશ ૫૦૦થી વધુ કેસો છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયા છે. દર્શાવ છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે.

નોંધ: પોતાની સુરક્ષા એજ જીવન છે.

Stay Home Stay Safe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *