ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ શિડ્યુઅલ-1 ની યાદીમાં જાણો પુરી જાણકારી..

અજબગજબ

ગુજરાત અતિસુંદર અને અદ્દભૂત પક્ષી એવા “ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ” નું આશ્રયસ્થાન છે. સ્થાનિક ભાષામાં તેને ‘ઘોરાડ’ તરીકે ઓળખવામાં આવે છે. તેને વન્યજીવન સંરક્ષણ કાયદા-1972 અંતર્ગત નાશ થવાના આરે આવેલી અતિશય સંવેદનશીલ પ્રજાતિઓની પક્ષીઓની શિડ્યુઅલ-1 ની યાદીમાં સ્થાન અપાયું છે. આ પક્ષી પ્રજાતિ નાશ થવાના આરે આવીને ઉભી છે.

ગુજરાત સરકારે આ પક્ષી પ્રજાતિના સંરક્ષણ માટે બે અભ્યારણ્યો જાહેર કર્યા છે:

1. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3.33 ચોરસ કિમી વિસ્તારમાં આવેલું ‘ગાગા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભ્યારણ્ય’ અને

2. કચ્છ બસ્ટર્ડ અભ્યારણ્ય (કેબીએ) જે કચ્છના અબડાસા તાલુકામાં બે ચો. કિમી વિસ્તારમાં આવેલું છે. કેબીએસ અને તેની આસપાસનો વિસ્તાર આ પંખીડાઓ માટે નું છેલ્લુ આશ્રયસ્થાન બની ગયું છે.

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (જીઆઈબી) ની 90% ટકા રેન્જ લુપ્ત થઇ ગઇ છે. હાલ ગુજરાત જ એવું છે જ્યાં તેની વસતી જોવા મળી છે. વર્ષ 2007 ની વસતી ગણતરી દરમિયાન 48 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળ્યાં હતાં.

બીજું સ્થળ:

સમગ્ર વિશ્વમાં આ પંખીડાની સૌથી વધુ વસતી હોય તેવું ગુજરાત માત્ર બીજું સ્થળ છે. ઘાસ ધરાવતી જમીન તેમ જ ગોચર જમીન કે જેની ઉપર માનવીય સભ્યતા અને પશુધનના અસ્તિત્વનો આધાર છે ત્યારે આવી જમીન ઉપર ઘાસીયા મેદાનોના આ પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની ઉપસ્થિતિ એ અનુકૂળ વાતાવરણને દર્શાવવા માટે પરતું છે.

સફેદ ગળું:

સફેદ ગળું અને એકાદ મીટર જેટલી લાંબી પુછડીને લીધે આ પક્ષી ઘાસીયા મેદાનોમાં તુરંત જ નજરે ચઢી જાય છે. માદા ઘોરાડનું કદ નર ઘોરાડ કરતાં થોડું નાનું હોય છે અને તેની ભ્રમરોનો ભાગ પહોળો હોય છે અને છાતીના ભાગે ભગ્ન થતું વર્તુળ ધરાવે છે. તેની સરખામણીમાં નર ઘોરાડ મોટા, ઉંચા અને છાતી ઉપર સંપૂણગોળ કાંઠલો ધરાવતા હોય છે. તેઓ બિટલ્સ, તીડ સહિતની અન્ય જીવાતો. અનાજ નાના સરિસૃપો વિગેરે આરોગે છે એક રીતે કહીએ તો તેઓ ખેડૂતોના સારા મિત્રો છે.

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ:

ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે તેમજ તેને નાશપ્રાય થતું બચાવા માટે એમઓઇએફસીસી દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેના આધારે ગુજરાતે કચ્છ જિલ્લા માટે વન વિભાગે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંવર્ધન યોજના તૈયાર કરી છે. કચ્છ બસ્ટર્ડ અભ્યારણ્ય (સીબીએસ) એટલે ઘોરાડ અભ્યારણ્ય દર વર્ષે 1 લી નવેમ્બરથી 31 મી માર્ચ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે છે. જ્યારે 1 લી એપ્રિલથી 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભ્યારણ્ય બંધ રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *