ગ્રીન કાર્ડ માટે વિવિધ દેશ દીઠ મર્યાદા દૂર થાય તો ભારતને સૌથી વધુ મળી શકે લાભ..

દેશ-વિદેશ

હાલ હી મેં અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડરોને કાયમી વસવાટ અને નોકરી કરવાની પરવાનગી આપી છે. ગ્રીન કાર્ડ અંગેના નવા નિયમોને કારણે આવા ભારતીયોને સૌૈથી વધુ સહન કરવું પડે છે. હાલમાં ગ્રીન કાર્ડની ફાળવણીમાં દેશ દીઠ સાત ટકા કવોટાનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.

અમેરિકન સંસદની સ્વતંત્રત સંશોધન પાંખ બાયપાર્ટીસન કોંગ્રેસન્લ રિસર્ચ સર્વિસ(સીઆરએસ) રોજગારી આધારિત ઇમિગ્રન્ટ અંગેની દેશ આધારિત મર્યાદા દૂર કરવામાં આવશે તો ભારત અને ચીનના નાગરિકો આ વિઝાનો સૌથી વધુ લાભ ઉઠાવશે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે વિદેશી નાગરિકોને અપાતા ગ્રીન કાર્ડ માટેનો દેશ દીઠ કવોટા અંગે ત્રણ જાન્યુઆરીથી શરૂ થતા કોંગ્રેસના સત્રમા આ અંગે ચર્ચા કરવામાં આવશે.

ગ્રીન કાર્ડની મર્યાદાને કારણે મોટા ભાગના ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો વેઇટિંગ પિરિયડ સાડા નવ વર્ષનો થયો છે. યુએસસીઆઇએસના આંકડા અનુસાર એપ્રિલ, ૨૦૧૮ સુધીમાં ૩,૦૬,૬૦૧ ભારતીય નાગરિકો ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે. રાહ જોઇ રહેલા મોટા ભાગના આ ભારતીયોમાં આઇટી પ્રોફેશનલનો સમાવેશ થાય છે.

ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ૩,૯૫,૦૨૫ વિદેશી નાગરિકોમાં ભારતીયોનું પ્રમાણ ૭૮ ટકા છે. હાઇ સ્કીલ ધરાવતા ભારતીયો અમેરિકનો મોટે ભાગે એચ-૧બી વિઝા પર અમેરિકા જતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *