જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની કરિયરની કહાની સાંભળીને દંગ રહી જશો, એકવાર જરૂર વાંચો..

સ્ટોરી

આમતોર પર જોવા જઈએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ની ધૂન જેમ ટીવી પર સંભળાય છે, તેમ ઘરના બધા લોકો ટીવી સામે બેસી જાય છે. તેમાં પણ જેઠાલાલ નો ચહેરો તો ક્યારેય ભૂલાય તેમ નથી. તમને જેઠાલાલની અસલી જિંદગી વિશએ જણાવીશું. મૂળ રૂપથી જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ગુજરાત ના પોરબંદરથી 10 કિમી આગળ આવેલા ગોસા ગામના છે. તેઓ પરિણીત છે, અને તેમના બે બાળકો છે.

નાટક:

તેઓ તેમના પરિવાર સાથે મુંબઈ માં જ રહે છે. તેમણે 12 વર્ષ ની ઉંમરમાં થિયેટર માં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમનો પહેલો રોલ એક સ્ટેચ્યુ નો હતો. એક ઈન્ટરવ્યૂ માં તેમણે જણાવ્યું હતું કે, તેઓ તે નાટકમાં 7-8 મિનીટ સુધી માત્ર સ્ટેચ્યુ બનીને ઉભા રહ્યા હતા. તેમને બે વાર ઈન્ડિયન નેશનલ થિયેટર નો એવોર્ડ્સ બેસ્ટ એક્ટર તરીકે મળી ચૂક્યો છે. પહેલી વાર તેમણે ટેલિવીઝન પર બ્રેક મળ્યો હતો, જેમાં તેમણે હમ પંછી એક ડાલ કે શો હતો. તેના બાદ તેઓ ઝી ટીવી ના જરા હટ કે શોમાં નજર આવ્યા હતા.

ઈન્ટરવ્યૂ:

કરિયરની ગાડી આગળ વધી તો દિલીપ જોશી ને ફિલ્મ માં કામ મળવા લાગ્યું. તેમણે હમ આપકે હૈ કોન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખિલાડી 420 વન ટુ કા ફોર અને દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મો માં કામ કર્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ નો રોલ મળતા પહેલા એક વર્ષ સુધી દિલીપ જોશીની પાસે કોઈ કામ મળ્યું ન હતુ. તેમણે એક ઈન્ટરવ્યૂ માં કહ્યું હતું કે, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝ માં કંઈ પણ નિશ્ચિત હોતું નથી. તમે ભલે કેટલા પણ મોટા સ્ટાર કેમ ન થઈ જાઓ, જ્યા સુધી તમે કામ કરો છો, ત્યાં જ સુધી તમે ટકી રહી શકો છો.

મિમિક્રી:

એક્ટિંગ ની સાથે સાથે દિલીપ જોશી મિમિક્રી માટે પણ બહુ જ ફેમસ છે. મીડિયા રિપોર્ટસ મુજબ, દિલીપ જોશી પોતાનો રોલ કરવા માટે એક દિવસના 50 હજાર રૂપિયા લે છે. એક મહિનામાં દિલીપ અંદાજે 25 દિવસ શૂટ કરે છે. આમ, તેમની એક મહિનાની સેલેરી 12 થી 13 લાખ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *