અમીર બનવા માટે ધ્યાનમાં રાખવી જોઈએ આટલી વસ્તુ, નહીતો રહેશો એવા ને એવા જ જાણો આ વાત..

વ્યાપાર

પોતાના જીવન માં દરેક વ્યકિત સફળ થવા ઇચ્છે છે. તમે પણ સફળ થવા માટે નામ, ઈજ્જત અને રૂપિયા કમાવવા ઇચ્છો છો, તો તમને પણ એક ધ્યેય રાખીને કામ કરવું પડશે અને કામ ની સાથે સાથે ઈજ્જત કમાવા માટે લોકો ની સાથે સ્પષ્ટતા થી વ્યવહારુ રીતે વાત ચીત કરવી પડશે તેના જ કારણે તમારા કામ માં સફળતા પણ મળશે અને ઈજ્જત પણ મળશે.

સબંધ જરૂરી:

કામ એકલું કરવાથી સફળતા પ્રાપ્ત નથી થતી વ્યવહારુ જીવન ને સફળ કરવા માટે સબંધ જરૂરી હોય છે. તેની તમારે કામની સાથે સાથે સારી બાબતો પણ અપનાવી પડશે. જેથી તમે કામયાબી ના રસ્તા પર વધુ સારી રીતે આગળ વધી શકો. આ સાથે જ સફળતા ના રસ્તા માં તમારે પોતાની ખોટી આદતો થી બચવું પડે છે. કેટલીક ખોટી આદતો હોય છે, જેના કારણે તે વ્યકિત ના રસ્તા માં રૂકાવટ કે સમસ્યા ઓ આવી શકે છે.

આદતો અને સમય:

આ તે આદતો હોય છે જે તમને કયારેક સફળ નથી થવા દેતી અને ન તમારી પાસે પૈસા ટકવા દે છે. તમે આ કેટલીક ખરાબ આદતો ને સમય પર નહીં છોડો તો કેટલી પણ મહેનત કેમ ન કરી લો, કયારેય પણ જીવન માં ન તો કામયાબ થઇ શકો અને ન તો કયારેય રૂપિયા બનાવી શકશો. જો કયારેય કોઇ રીત રૂપિયા કમાઇ પણ લેશો તો આ ખરાબ આદતો ના કારણે તેને તમારી પાસે રાખી નહીં શકો અને તેનો પુરો તથા સાચો સદઉપયોગ નહીં કરી શકો.

ખરાબ આદતો:

યાદ રાખો કે અમીર બનાવવા માટે માત્ર સખ્ત મહેનત અને બચતથી જ કામ નથી ચાલતું. આ માટે તમારે કેટલીક ખરાબ આદતો થી બચવુ પડશે અને આ ખરાબ આદતો ના કારણે તમે જીવન માં ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરી શકતા નથી. જો તમે જીવન માં સફળતા પ્રાપ્ત કરી છે અને તમારી કમાણી સતત વધી રહી છે તો પણ તમારે તમારા ખર્ચ પર ધ્યાન આપવું જોઈએ અને તેને વધારવા ન જોઇએ.

મહેનત:

જો તમે તમારી કમાણી અને ક્ષમતા – સામર્થ્યથી અધિક ખર્ચ કરશો કે તમારા સામર્થ્યથી વધુ મોંઘી વસ્તુ ખરીદશો તો તમે જીવન માં કયારેય પણ અમીર નહીં બની શકો. તમારી પોતાની મહેનતમાં કમાણી નું મહત્વ સમજવું જોઇએ અને કયારેય પણ વ્યર્થ ન કરવું જોઇએ. સમજદારી એવામાં જ હોય છે કે પોતાની ક્ષમતા – સામર્થ્ય અને કમાણી અનુસાર જ પોતાના ખર્ચ કરવો.

સ્માર્ટ વર્ક:

સ્માર્ટ વર્ક માટે જો કોઇ વ્યકિત સખત મહેનત કરી રહયો છે તો પણ કયારેય અમીર નહીં બની શકે, કેમ કે આવી રીતે તે પૈસા કમાઇ માત્ર પોતાનું જીવન વીતાવી શકે છે, જીવન માં કયારેય પણ રૂપિયા બચાવી શકતો નથી. તમે તમારા જીવન માં ખરેખર રૂપિયા કમાવા માંગો છો અને અમીર બનવા માંગો છો, તો તમારા જીવન માં હંમેશા સખત મહેનત ની સાથે હંમેશા સ્માર્ટ વર્ક પણ કરવું જરૂરી છે.

ઇન્વેસ્ટ:

સ્માર્ટ વર્કની મદદથી તમે માત્ર રૂપિયા જ નહીં કમાઇ શકો, પરંતુ રૂપિયા ની બચત પણ કરી શકશો અને રૂપિયા નું સાચી જગ્યાએ ઉપયોગ પણ કરી શકશો. મહેનત ની કમાણી કરીને જીવન માં પૈસાની બચતને સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને તે વ્યકિત અમીર જરૂર બની શકે છે. જીવન માં સફળતા મેળવવા અને અમીર બનવા માટે તમારે રૂપિયા કમાવા, અને બચત ની સાથે જ પોતાની કમાણી હંમેશા વધારવા પર જોર આપવું જોઇએ.

સમય પર નિવેશ:

માત્ર રૂપિયા ની બચત પર ધ્યાન આપવાથી તમે વધારે રૂપિયા નહીં બનાવી શકો. અમીર લોકો પોતાની કમાણી ના નાના – મોટા ઘણા રસ્તાઓ શોધી લેતા હોય છે. તેની સાથે જ કુશળતાથી સતત બચત ની આદત પણ રાખે છે, તમે પણ સતત પૈસા કમાઇ ને બચતની આદત રાખો. આવું કરવાથી તમે પણ અમીર બની શકો છો, અને જરૂરત પડવા પર તમારી પાસે પર્યાપ્ત થી વધારે રૂપિયા હોય શકે છે, તે તમને ઉચિત સમય પર નિવેશ દ્વારા સુનિશ્ર્ચિત કરી શકો છો.

રીસ્ક:

જો તમે સતત રૂપિયા કમાઇ રહયા છો, પરંતુ તેનો સમય પર ઉચિત અને સાચી જગ્યા નિવેશ નથી કરતા તો રૂપિયા કમાવવા નો કોઇ ફાયદો નથી. કેમ કે હોય શકે કે કયારેક જરૂરત ના સમયે તમારી પાસે રૂપિયા ન હોય. ખરા સમયે ઉચિત નિવેશ કરીને જ વ્યકિત અમીર બની શકે છે. જીવન માં ઘણા લોકો કયારેક રીસ્ક લઇને કંઇક નવું કરવાની કોશિષ નથી કરતા. કેમ કે તે જે કરે છે તે તેમાં જ ખુશ રહે છે. હંમેશા લોકો આ માટે પણ અમીર નથી બની શકતા કેમ કે તે કયારેય પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવાની કોશિષ જ નથી કરતા.

ખુશી અને આનંદ:

ઘણાલોકો ને પોતાની આરામ ની જિંદગી જ પસંદ હોય છે. એવામાં સામાન્ય લોકો રીસ્ક લેવા અને અનિશ્ર્ચિતતાથી ડરે છે. જયારે સફળ અને અમીર લોકોને રીસ્ક અને અનિશ્ર્ચિતતા માં જ ખુશી અને આનંદ થી રહીને એમનું કામ પ્રભાવિતતા થી પૂરું પડતા હોય છે. કેમ કે આવા લોકો આત્મવિશ્ર્વાસી અને નીડર હોય છે. અને કામ માં મહેનતુ પણ હોય છે. તેવી જ રીતે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળ્યા વિના કોઇપણ વ્યકિત અમીર નથી બની શકતો તે નિસ્વાર્થ ભાવે સત્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *