મોદીએ જાતે લખેલા પત્રને કલેક્ટરો દ્વારા ગામના સરપંચોને પહોંચાડ્યો, તેમાં લખ્યું છે પાણીએ જીવન….વાંચો

ખબર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જળ સંરક્ષણ માટે સમગ્ર દેશના ગ્રામ પંચાયત અને સરપંચ ને અંગત રીતે પત્ર લખ્યો છે. તેમાં ચોમાસા ની સિઝન માં વધુ માં વધુ વરસાદી પાણી નો સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી છે. જેથી ગરમી ના દિવસો માં કોઈ પણ જીવ ને હાની ના પહુચે અને તે દરમિયાન જળ સંકટ ને ઓછું કરી શકાય.

વડાપ્રધાનનો પત્ર:

વડાપ્રધાન મોદી ના હસ્તાક્ષર વાળો આ પક્ષ કલેક્ટરે જાતે ગામડે જઈ ને સરપંચ ને આપી રહ્યા છે. મોદી ના સંસદીય વિસ્તાર વારાણસી પાસે પૂર્વ ઉત્તર પ્રદેશ ના 37 ગામડાઓ માં સરપંચ ને વડાપ્રધાન નો આ પત્ર મળ્યો છે. જેમાં ગામ ના લોકો ને સરપંચ દ્વારા આ મુદ્દા પોહચાડીને ગામની આર્થિક સ્થિતિ ને ગરમીના દિવસો માં હળવાશ અનુભવે અને પાણીની અવ્યવસ્થા નો પ્રભાવ જે તે ગામ ઉપર ન આવે તે માટે પત્ર માં લખવામાં આવ્યું છે.

જેથી સરપંચ ની નાની મોટી મિટિંગ દ્વારા પાણી ના મુદ્દા ને ઉઠવામાં આવે. જે ગ્રામીણ વિસ્તારો માં ચર્ચા નો વિષય બન્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વધુ લોકો ને વરસાદી પાણી નો સંગ્રહ કરવાનું પ્રોત્સાહન આપો.

સૌભાગ્યશાળી:

વડાપ્રધાને લખ્યું છે કે, પ્રિય સરપંચ શ્રી, નમસ્કાર. હું આશા રાખું છું કે, તમે અને તમારી પંચાયત માં રહેતા લોકો મારા બધા ભાઈ-બહેનો ની તબિયત સારી હશે તેવી આશા રાખું છું. ચોમાસું આવવાનું છે, આપણે સૌભાગ્યશાળી છીએ કે ભગવાન આપણ ને વરસાદ સ્વરૂપે પાણી આપે છે. આપણે બધા એ મળીને તેનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

તમને અપીલ છે કે, પાણી નો કેવી રીતે સંગ્રહ કરવો તે વિશે ગ્રામ સભાઓ માં ચર્ચા કરવી, અને પાણી એ જીવન છે, પાણી ના પ્રકોપ થી આજે આપણે સૌ સુખી જીવન જીવી શકીએ છે, જીવન જેટલું જરૂરી છે તેના થી અધિક પાણી પણ જીવન માટે જરૂરી છે.

જીવન:

કઈ રીતે જીવન જીવવું એ આપણા હાથ માં છે તે જ રીતે પાણી નો સંગ્રહ કેવી અને કઈ રીતે કરવો તે પણ આપણા હાથમાં છે, હું એક જ વાક્ય કહેવા માગું છું કે પાણી એ સૃષ્ટિનું જીવન છે, મને સંપુર્ણ વિશ્વાસ છે કે, તમે બધા પાણીના એક એક ટીંપાનો સંગ્રહ કરી શકો છો. આ પત્ર રૂપે બસ એ જ કહેવા માગું છું કે, પાણી છે તો જીવન છે. તેનો સંગ્રહ તમારા હાથમાં છે. જય હિન્દ જય ભારત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *