નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈના ગળામાંથી નહિ ઉતરે આ વાત, પરંતુ સત્ય એ છે કે 35 વર્ષથી હું..વાંચો શું કહ્યું ક્લિક કરીને..

સ્ટોરી

ભારતના સૌથી પ્રખ્યાત વડાપ્રધાન પૈકીના એક નરેન્દ્ર મોદી આ દિવસોમાં તેમના ઇન્ટરવ્યુ ને લઈને સૌથી વિશે હેડલાઈન્સ પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બે ઇન્ટરવ્યુ આપ્યા હતા, જેમાંથી એક બિન-રાજકીય છે અને બીજુ રાજકીય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને ઇન્ટરવ્યૂમાં તેમના જીવનના સંઘર્ષો વિશે વાત કરી હતી અને ભારતની પ્રગતિ અંગે પણ વાત કરી હતી. વડા પ્રધાન મોદીએ ફરી એકવાર લોકોને ખાતરી આપી કે ભારતની વિકાસ માટે એક મજબૂત સરકાર એકમાત્ર વિકલ્પ છે. તો ચાલો આપણે જાણીએ કે આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

જીવનના સંઘર્ષો:

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી ચેનલ આજતકને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. આ મુલાકાતમાં જ્યાં એક તરફ વડા પ્રધાન મોદીએ દેશની રાજનીતિ, પછી બીજી બાજુ તેમના જીવનના સંઘર્ષો વિશે વાત કરી. આ સાથે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને બંધનથી મુક્ત રહેવું ગમે છે અને તેથી જ હું ક્યારેય બંધનમાં બંધાયો નથી. એટલું જ નહિ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂ માં, ગુજરાતની બહાર આવ્યા પછી તેમની મુસાફરી અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી, જેમાંથી કેટલીક મુખ્ય વાતો અમે તમારા માટે લાવ્યા છીએ.

પિતાનું સ્વર્ગવાસ:

તેમની મુસાફરી વિશે બોલતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું ઘર છોડીને ગયો ત્યાર પછીના 32 વર્ષ સુધી હું ઘરે નથી આવ્યો. હું ઘરે ત્યારે જ આવ્યો, જ્યારે મારા પિતાનું સ્વર્ગવાસ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તેમના અંતિમવિધિમાં ઘરે આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે હું બંધનોથી મુક્ત રહ્યો છું, આવી પરિસ્થિતિમાં, 1995 ની ચૂંટણીઓમાં જ્યારે ગુજરાતમાં બે તૃતિયાંશ બહુમતી હતી, ત્યારે મારી પાર્ટીએ મને કહ્યું કે તમારે બીજે ક્યાંક જવું પડશે, ત્યારે હું સમાન લઈને ચંડીગઢ ગયો અને ત્યાં પાર્ટીની સેવા કરવાનું શરૂ કર્યું.

ભિક્ષા માગી:

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે સંભવતઃ કોઈ પણ માનશે નહીં, પરંતુ મેં 35 વર્ષથી ભિક્ષા માગીને ખાધું છે. મોદીએ કહ્યું કે જ્યાં પણ હું જાણ કર્યા વગર જ જતો હતો અને જ્યાં ખાવાનું મળ્યું ત્યાંથી ખાઈને આવતો હતો અને ખાવાનું ના મળેતો ખાધા વગર રહેતો. તે જ સમયે, જો પાર્ટીના કાર્યમાં મોડું થતું હોય ત્યારે હું ખૂંચડી બનાવીને ખાઈ લવ. વડા પ્રધાન મોદીએ કહ્યું કે મેં 35 વર્ષ સુધી ભિક્ષા માગીને ખાધું છે તો આગળ પણ હું જાતે બનાવીને ખાઈ શકું છું. મોદીએ કહ્યું કે આરએસએસ શાખામાં, હું 5 વાગ્યે ઉઠતો હતો, તેના પછી હું જાડું પોતું કરીને 5:45 એ દરેકને ઉઠાડતો હતો. જેના પછી નાસ્તો પણ કરાવતો હતો.

પર્વતો:

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં મારા જીવનને એવી રીતે વિતાવ્યા કે તે મારી મજબૂરી નહીં પરંતુ તે મારુ બલિદાન હતું. બલિદાનની લાગણી હંમેશાં મારામાં રહી છે. મોદીએ કહ્યું કે આજે પણ હું પર્વતો પર રહેવા માંગું છું, પરંતુ હવે તે શક્ય નથી. વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે મારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જે બધું જાણે છે અને હું તેને બધું કહું છું, કારણ કે જીવનમાં એક આવી વ્યક્તિ હોવી જરૂર છે, પણ હું તે વ્યક્તિનું નામ જણાવીશ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *