એક કપલે 14 લાખ રૂપિયા ફેકી દીધા કચરાપેટીના ડબ્બામાં, ત્યાંર પછી જે થયું, તે જાણીને તમેં પણ ચોકી જશો.

ખબર

આ વખતની નાતાલ ઇંગ્લેન્ડના એક દંપતી માટે ખૂબ જ ખાસ બની હતી. કચરામાં તેમણે 15 હજાર યુરો એટલે કે લગભગ 14 લાખ રૂપિયા ફેંકી દીધા હતા. રિસાયક્લિંગ સેન્ટરના કર્મચારીઓએ તે પૈસા જોયા અને તે પરત કરી દીધા. પોલીસે જણાવ્યું કે, તે દંપતી માટે ક્રિસમસ ખૂબ જ સારું રહ્યું છે અને રિસાયક્લિંગ સેન્ટરનો સ્ટાફ તેમના માટે અભિનંદન પાત્ર બન્યો છે. ગયા મહિને અમને કહેવામાં આવ્યું હતું કે એક કાર્ડબોર્ડ બોક્સની અંદરથી કંઈક મળ્યું છે.

બોક્સ:

પોલીસે તેમના ફેસબુક પર લખ્યું છે કે, જ્યારે સ્ટાફના લોકો વીજળીના તાર શોધી રહ્યા હતા ત્યારે તેમને એક બોક્સ જોયું ત્યાં બીજું બોક્સ તેમાં ફસાઈ રહ્યું હતું બીજા બોક્સમાં ઘરનો સામાન હતો પણ તે બોક્સમાં કંઈક એવું હતું કે જેને જોઈને ત્યાંના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

સીસીટીવી:

પોલીસે કહ્યું કે, સીસીટીવી તપાસવામાં આવી હતી અને જે લોકો અહીં બોક્સ છોડી ગયા હતા તેઓની ઓળખ કરવામાં આવી હતી. અમે તે કારની વિગતો શોધી કાઢી જે તે ગાડી લઈને અહીં આવ્યા હતા. નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમની મદદથી તેમની શોધ કરાઈ હતી.

સોશિયલ મીડિયા:

પોલીસે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું કે, જ્યારે ખબર પડી કે આ કાર નજીકમાં રહેતા એક વ્યક્તિની છે. અમને તે લોકોનું સરનામું મળ્યું અને ત્યાં પહોંચ્યા. અમારા અધિકારીએ ત્યાં રહેતા દંપતી સાથે વાત કરી. “પોલીસે કહ્યું,” તેઓએ જણાવ્યું કે તેઓ તાજેતરમાં મૃત્યુ પામેલા એક સંબંધીના ઘરની સફાઇ કરવા ગયા હતા અને ત્યાંથી પાછા ફર્યા પછી, તેમણે રિસાયક્લિંગ સેન્ટરમાં ઘણો કચરો છોડી દીધો હતો.

રિસાયક્લિંગ સેન્ટર:

ફેસબુક પર આગળ લખ્યું કે, જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે આ દંપતીએ ત્યાં સામાન છોડી દીધો છે, ત્યારે આ દંપતીને રેડસ્ટોક પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જો કે, તે સ્પષ્ટ થયું હતું કે આ પૈસા તેમના સંબંધીના છે, જે તેમણે ક્યાંક છુપાવ્યા હતા. છેવટે પોલીસે લખ્યું કે, આ પૈસા 15,000 યુરો હતા અને તે પણ રોકડ. અમે આ માટે રિસાયક્લિંગ સેન્ટરના સ્ટાફનો આભાર માનીએ છીએ, જેમણે આ રીતે પ્રામાણિકતા દર્શાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *