માત્ર આટલા રૂપિયાનું કરો ઈન્વેસ્ટમેન્ટ અને કમાવો અધધધ રૂપિયા..વાંચો.

વ્યાપાર

જીવન માં પાણી એક એવી વસ્તુ છે જે કોઈપણ વ્યક્તિ એક દિવસ પણ પીધા વિના રહી શકતો નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર ફરવા ગયા હોય ત્યારે બહારથી પંદર રૂપિયાનું શુદ્ધ પાણી ખરીદવું એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે. આજે કોઈ પણ વ્યક્તિ બહાર ફરવા જાય છે ત્યારે મોટે ભાગે બહારથી શુદ્ધ પાણીની બોટલો અથવા તો પાઉચ ના રૂપમાં વ્યક્તિઓ પાણી ખરીદતા હોય છે. આજે અનેક બ્રાન્ડેડ કંપનીઓ ઉપરાંત પણ નાના નાના ઉદ્યોગો દ્વારા પાણીના પાઉચ અને બોટલો બનાવવામાં આવી રહી છે.

મિનરલ વોટર:

પાણીના પાઉચ અને પાણીની બોટલો બનાવવી એ એક એવું બિઝનેસ છે કે જેની અંદર માત્ર થોડાક ઈન્વેસ્ટમેન્ટ દ્વારા તમે હજારો રૂપિયા કમાઈ શકો છો. આજે બજારની અંદર અનેક એવી કંપનીઓ છે કે જે પેકેજડ હોટલ બનાવે છે. પરંતુ તેમાંની ઘણી બધી કંપનીઓ એવી છે કે જે મિનરલ વોટર નથી વેચતી. ભારત દેશની અંદર શુદ્ધ પાણી એને જ કહેવામાં આવે છે કે જેની અંદર બીઆઈએસ દ્વારા નક્કી કરવામાં આવેલા બધા જ મિનરલ્સ અને તત્વો હોય.

નિયમવિરુદ્ધ:

શુદ્ધ પાણીની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, કલોરાઇડ, સલ્ફેટ અને ક્લોરિન જેવા તત્વો હોય તો જ તે પાણી પીવાલાયક માનવામાં આવે છે. આજે બજારની અંદર ઘણી બધી કંપનીઓ એવી છે કે જે બીઆઈએસ ના નિયમો વિરુદ્ધ કામ કરે છે. પરંતુ જો તમે આ એક ખાસ મશીન લઈ અને તમારા ઘરમાં રાખી દો તો તેના કારણે તમને પણ બીઆઈએસ દ્વારા નિર્ધારિત કરેલા પાણીના સેમ્પલ જેવું જ પાણી મળી રહેશે. અને ત્યાર બાદ તમે તેને નિષ્ફિકર થઈને પેકેજીંગ વોટર તરીકે વેચી શકો છો.

કિંમત:

જો પાણી ને ફિલ્ટર કરવા માટે તેનું એક ફિલ્ટર પ્લાન્ટ ઘરમાં બેસાડી દેવામાં આવે તો તેના કારણે તમે દરરોજ હજારો લીટર પાણી ને ફિલ્ટર કરી શકો છો. ત્યારબાદ આ પાણી ને પેકેજીંગ કરી તમે વિવિધ રીતે બજારની અંદર વેચી શકો છો. જો અંદાજિત કિંમત ની વાત કરવામાં આવે તો પાણીના ફિલ્ટર અને તેને પેકેજીંગ કરવા માટેના બંને મશીનો થઈને માત્ર પચાસ હજાર રૂપિયા જેટલો મામૂલી ખર્ચો આવે છે.

ઈન્વેસ્ટમેન્ટ:

આ માત્ર પચાસ હજાર રૂપિયા જેટલું ઈન્વેસ્ટમેન્ટ કરી તમે પણ આ પેકેજીંગ વોટર બજારમાં વેચી શકો છો. અને તેના દ્વારા નિયમિત રૂપે હજાર રૂપિયા કમાઇ શકો છો. આપણે દરેક લોકો જાણીએ છીએ કે આપણે ત્યાં અશુદ્ધ પાણી ની કોઈ કમી નથી, પરંતુ જો આ પાણીને શુદ્ધ કરી તેની અંદર યોગ્ય માત્રામાં મેળવી તેને પેકિંગ કરીને વેચવામાં આવે તો તેના કારણે સાવ નજીવી કિંમત નું આ પાણી બહુમૂલ્ય બની જાય છે. જે તમને દરરોજ હજારો રૂપિયા કમાઈને આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *