માતા-પિતાને તરછોડીદેતા પુત્રો પર થઈ શકે છે આ કાર્યવાહી, દર મહિને પિતાને ચૂકવવા પડશે આટલા રૂપિયા..

અજબગજબ

જેણે જન્મ આપ્યો તેને જ તરછોડી દેનારા પુત્રો સામે કાર્યવાહી થઈ શકે છે. ગરડા પણ માં પુત્ર દ્વારા તરછોડી દેવાયેલા માતા-પિતા ને હવે અદાલત ઉપરાંત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનો સહારો મળી શકે તેમ છે. તે અંતર્ગત વડોદરા માં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે જેમાં વૃદ્ધ પિતા ને મહિને રૂ.3 હજાર નું ભરણ પોષણ ચુકવવા બે એન્જિનિયર પુત્રો ને આદેશ કરાયો છે. વૃદ્ધાવસ્થા માં માતા-પિતા ને તરછોડી દેવાના બનાવો હવે કોઇ નવી વાત નથી રહી, પરંતુ કાયદા માં થયેલા સુધારા ના કારણે તરછોડાયેલાં માતા-પિતા ને પુત્રો પાસે થી ભરણ પોષણ મેળવવા માટે હવે માત્ર અદાલત નો સહારો નથી રહ્યો, પરંતુ તેઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ ભરણપોષણ મેળવવા માટે ની દાદ માગી શકે છે.

ડિવિઝનલ મેજિસ્ટ્રેટ:

આ કાયદા ની જોગવાઇ મુજબ ટ્રિબ્યુનલ ન હોય તો તેવા કેસ માં કોઇ પણ વૃદ્ધ વ્યક્તિ ભરણ પોષણ મેળવવા માટે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સમક્ષ દાદ માગી શકે છે અને કાયદા ની જોગવાઇ મુજબ મેજિસ્ટ્રેટે 90 દિવસ માં તેનો ચૂકાદો આપી દેવાનો હોય છે. વડોદરા નો તાજેતરનો કિસ્સો સામે આવ્યો છે જે વડોદરા માં એક વૃદ્ધે તેમના બે પુત્ર સામે ભરણ પોષણ મેળવવા માટે ની ફરિયાદ આપતાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે બન્ને પક્ષ ની રજુઆત સાંભળ્યાં બાદ વૃદ્ધ ના બન્ને પુત્ર ને માસિક રૂ. 3000 ભરણપોષણ ચૂકવવા નો આદેશ કર્યો હતો.

લાખો રૂપિયા:

વડોદરા માં વૃદ્ધને તેના પુત્રો ને માસિક રૂ.3000 ભરણ પોષણ ચૂકવવાનો આદેશ થયો હોય તેવો કદાચ ભરણ પોષણ નો આ પહેલો કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એડવોકેટ સબિહા સિંધી એ જણાવ્યું હતું કે, તાજેતર માં એક વૃદ્ધ તેમની પાસે આવ્યાં હતા અને તેમણે જણાવ્યું હતું કે, તેમણે તેના બે પુત્રોને લાઇને લગાડવામાં આખી જિંદગી વેડફી નાંખી છે. પુત્રો ને ભણાવવા માટે જ લાખો રૂપિયા નો ખર્ચ કર્યો હતો અને તેના કારણે એક પુત્ર તો આઇ.આઇ.ટી.માંથી અન્જિનિયર થયો હતો, તો બીજો પુત્ર પણ વડોદરા ની જ કોલેજ માંથી એન્જિનિયર થયો હતો.

અદાલત માં દાવો:

બન્ને પુત્રો હાલ લાખો નો પગાર મેળવી રહ્યાં છે. ચાર વર્ષ પહેલાં તેમને સફેદ દાગ (કોઢ) નિકળતાં તેના બન્ને પુત્રો એ પિતાને ઘરે થી કાઢી મૂક્યાં હતા, કારણ કે, તેમને ડર હતો કે, પિતા ને કોઢ હોવાના કારણે તેમને કોઇ છોકરી નહીં આપે. બીજી તરફ જીંદગી ની તમામ કમાણી પુત્રો પાછળ ખર્ચી નાંખ્યાં બાદ પુત્રો એ જ તેમને ઘરે થી કાઢી મુક્તાં તેઓ નિરાધાર બની ગયા છે. વૃદ્ધે તેઓ ભરણ પોષણ મેળવવા માટે અદાલત માં દાવો કરવા માંગતાં હોવાનું જણાવ્યું હતું.

વૃદ્ધ માતા પિતા:

જો કે, એડવોકેટે તેમને અદાલત કરતાં સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવાનું જણાવતાં વૃદ્ધે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હતી અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ ચાલી જતાં મેજિસ્ટ્રેટે બન્ને પુત્રો ને માસિક રૂ.1500 એટલે કે, દર મહિને રૂ.3000 ચૂકવવા નો ઐતિહાસિક આદેશ કર્યો હતો. સામાન્ય રીતે જ્યારે પણ વૃદ્ધ માતા પિતા ને તેમના પુત્રો તરછોડી દે છે ત્યારે વૃદ્ધ માતા પિતા ની હાલત દયનીય બની જતી હોય છે અને આવા સંજોગો માં તેમને મોટા ભાગે વકીલ ની મદદ થી અદાલત માં ભરણ પોષણ મેળવવા માટે ની અરજી કરવી પડતી હોય છે.

કાયદો:

જો કે, મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવામાં આવ્યો બાદ ફરિયાદી વૃદ્ધ ઇચ્છે તો વકીલ ન રોકી ને પોતે પણ કેસ લડી શકે છે. અદાલત માં કેસો નો ભરાવો એટલો હોય છે કે, કેસ ચાલતાં મહિના ઓ અને કેટલાક કિસ્સા માં તો વર્ષો પણ નીકળી જતાં હોય છે ત્યારે વૃદ્ધ વ્યક્તિ ઓને તુરંત રાહત મળી શકે અને તેમને આર્થિક રીતે વધુ પરેશાન થવું ન પડે તે માટે કેન્દ્ર સરકારે ‘ધી મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટઝિન એક્ટ 2007’ કાયદો અમલમાં મૂકી દરેક રાજ્ય ને તે માટેની ટ્રિબ્યુનલ ની રચના કરવાનો આદેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *