તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ નું પાત્ર પહેલી, બીજી નહીં, પણ ત્રીજા નંબર ની ભજવશે પાત્ર..

ફિલ્મી દુનિયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશ્વભરમાં લોકપ્રિય બનેલી સિરિયલ છે. તેમાં રહેલા પાત્રો અને પાત્રો ભજવનાર અભિનેતાઓ પણ ખૂબ દિલજસ્ત છે. અભિપ્રાયોમાં રહેલા અનેક તથ્યો ચર્ચામાં પણ છે તેમજ તેમાં રહેલાં એક્ટર્સ પણ ખુબ જ ચર્ચામાં છે. આપણે અત્યારે વાત કરીશુ સોનુનો રોલ કરતી નિધિ ભાનુશાલી વિશે.

નિધિ ભાનુશાલી:

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં નિધિ ભાનુશાલીનું નામ સોનુલિકા ભીડે છે. તે છેલ્લા થોડા સમયથી સિરિયલના એપિસોડમાં જોવા મળતી ન હતી. ચર્ચામાં છે કે સોનુ ભાનુશાલીએ આ શો છોડી દીધો છે અને ચર્ચામાં એ પણ છે કે હવે તેની જગ્યાએ નવી સોનુંનું આગમન થશે. ચર્ચામાં એવું પણ જાણવા મળ્યું છે કે ટીવી એક્ટ્રસ પલક સિધવાણી આ રોલ પ્લે કરશે અને ત્રીજીવાર નવી સોનુ આવી છે.

સોનુનું પાત્ર:

પલકે શોર્ટ ફિલ્મ તથા જાહેરાતોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત વેબસીરિઝ હોસ્ટેજમાં પણ કામ કર્યું છે. સોનુના રોલ માટે ઘણાં જ ઓડિશન્સ લેવામાં આવ્યા હતાં અને મોક શૂટ પણ કરવામાં આવ્યાં હતાં. અંતે પલકને આ રોલ માટે પસંદ કરવામાં આવી છે. સૂત્રોના મતે પલકે આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સોનુનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવતી હતી પરંતુ એક્સેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ રાખી શકતી ન હોતી. આથી જ તેણે ભણવા માટે થઈને આ શો છોડવાનો નિર્ણય કર્યો છે.

ભણવા પર ધ્યાન:

ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી હાલમાં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને તે બ્રાઈટ ટૂડન્ટ છે. હવે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. તે સારા માર્ક્સથી ગ્રેજ્યુએશન પૂરું કરવા માંગે છે. જોકે પ્રોડક્શન હાઉસે નિધિને શૂટિંગના કલાકો ઓછા કરી આપ્યા હતાં જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. જોકે નિધિ માટે શૂટિંગ કરવું દિવસે દિવસે મુશ્કેલ બનતું જતું હતું અને અંતે તેણે શોને અલવિદા કહી દીધું હતું.

ઝીલ મહેતા:

નિધિ ભાનુશાલી જ્યારે શોમાં આવી તેની પહેલા ઝીલ મહેતા સોનુનું પાત્ર ભજવતી હતી. ઝીલ મહેતાએ 9 વર્ષની ઉંમરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

પૈસા અને પ્રસિદ્ધિ:

ઝીલ મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો સાથે સંકળાયેલી તમામ યાદો તેને યાદ છે અને તે યાદો હંમેશા તેને યાદ રહેશે આ શોએ તેને પૈસા અને પ્રસિદ્ધિ અપાવી હતી. જોકે તે એક્ટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા માગતી હતી. આથી જ 14 વર્ષની ઉંમરે તેણે આ શો છોડવાનું નક્કી કર્યું હતું અને આજે તે અભ્યાસમાં પૂરું ધ્યાન આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *