ઘરના બગીચામાં વાવો આ સુગંધીદાર છોડ અને મચ્છરોને ર..

અજબગજબ

તમારા ઘર આગણા ના બગીચા ને લીલો છમ કરવો હોય અને મચ્છર જેવા જીવજંતુઓ ના ત્રાસ થી પણ દૂર રહેવું હોય તો તમે પણ આ વખતે બગીચા માં અહીં આપેલા કેટલાક ફૂલના છોડ વાવશો તો તે ખૂબ ઉપયોગી બની રહેશે અને તમારા ઘર માં સ્વાસ્થ્ય જળવાય રહે અને સવાર સવાર માં સ્પૃતી માડી રહે તો જાણો નીચે મુજબ ના કયાં ક્યાં છોડ છે તે.

સિટ્રોનેલાઃ

આ એવો ઘાસ જેવો દેખાતો છોડ છે જેની સુગંધ તીવ્ર હોય છે આ સુગંધ ને કારણે મચ્છર દૂર ભાગતા હોવાથી ચોમાસા માં આ છોડ વાવવા થી રાહત રહે છે. અને બાગ લીલો અને હાર્યો ભર્યો લાગે છે.

તુલસી:

તુલસી નો છોડ દરેક હિન્દુ ના ઘર માટે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તુલસી ની તીવ્ર સુગંધ મચ્છરો ને દૂર રાખે છે. તુલસી ની તીવ્ર સુગંઘ ની સાથે સાથે તેનાં પાંદડા ચાવવાથી પણ ચોમાસા માં અપચા ની સમસ્યા થી રાહત રહે છે. અને તુલસી નો છોડ ઘર માં હોવો તે લાભદાયી માનવામાં આવે છે.

વિડાલપર્ણાસઃ

વિડાલપર્ણાસ નામ નો આ વિદેશી છોડ ની સુગંધ સ્પ્રે કરતાં વધારે તીવ્ર છે. તમારા બગીચા માં અથવા તો ઇન્ડોર પ્લાન્ટ તરીકે મૂકશો તો ઘરમાં મચ્છરો થી રાહત રહેશે.

લેમન બામઃ

લેમન બામ તરીકે ઓળખાતા છોડ ના પાંદડા ફુદીના નાં પાન જેવા જ દેખાય છે. જો કે લેમન બામ ના છોડ માંથી સુગંધી લીંબુ જેવી તીવ્ર આવે છે. આ છોડ ઇનડોર પ્લાન્ટ તરીકે લગાવી શકાય છે, અને તેના થી જીવજંતુઓ પણ દૂર થાય છે.

રોઝમેરી:

રોઝમેરી ઓઇલ તરીકે તો ઘણી સૌંદર્ય વર્ધક વસ્તુઓ ની બનાવટ માં ઉપયોગ માં લેવામાં આવે છે, પરંતુ તેને તમે મચ્છર પ્રતિબંધક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ છોડ માર્કેટ માં થોડો મોંઘો મળે છે, પરંતુ એન્ટિ બેક્ટિરિયલ હોવાથી રોઝમેરીની હર્બલ વેલ્યુ ઘણી વધારે છે. આ છોડ ઘર કે ગાર્ડન માં લગાવવા થી મચ્છર તથા કીટકો દૂર રહે છે. અને તે છોડ ઘર અગળામાં લગાવીએ તો તે વધુ પ્રભાવ સાલી દેખાઈ છે.

લવિંગઃ

લવિંગ એક તેજા ના તરીકે ખૂબ જ તીવ્ર છે. ઘણી ગૃહિણી ઓ ભારે અને ગરમ કપડાં ની જાળવણી માટે લવિંગ મૂકતી હોય છે. લવિંગ ની સુગંધ જેને ગમતી હોય તે લોકો પોતાના બગીચા માં લવિંગ નો છોડ વાવી શકે છે. લવિંગ ની સુગંધ થી પણ કીટકો દૂર થાય છે.

ગલગોટા:

ગલગોટા ના ફૂલ તથા પાન ની સુગંધ એકદમ તીવ્ર હોય છે. બગીચા માં ગલગોટા વાવેલા હોય તો તેનાથી ગાર્ડન તો હર્યો ભર્યો લાગે જ છે સાથે સાથે મચ્છર પણ દૂર થાય છે અને તેનાથી બગીચો પણ સુંદર દેખાય છે તેમાં લીલોતરી અને રંગબેરંગી ની સુંદરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *