બેંક ખાતાના નિયમો જારી, રાખવું પડશે આટલું મિનિમમ બેલેન્સ, વાંચો નહી તો અજાણમાં કરશો ભરપાઈ..

ખબર

સરકારી બેંકે તેના બચત ખાતાના ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. ખાતાધારકના લોકેશન પ્રમાણે આ બદલવાને અમલી કરવામાં આવશે. લોકેશન મુજબ ખાતાધારકોએ બેંકમાં પ્રત્યેક મહિના નિયમ મુજબ રોકડ રાખવી પડશે.

ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાએ મિનિમમ બેલેન્સના નિયમોમાં બદલાવ કર્યો છે. એસબીઆઇએ જારી કરેલા મિનિમમ બેલેન્સના નવા નિયમ અનુસાર મેટ્રો કે મોટા શહેરોમાં રહેતા બેંકના ખાતાધારકોએ પ્રત્યેક મહિને ન્યૂનત્તમ 3 હજાર ખાતામાં જમા રાખવા પડશે. નાના શહેરોમાં રહેતા ખાતાધારકોએ પ્રત્યેક મહિને 2 હજાર રૂપિયા તેમજ ગ્રામીણ વિસ્તારના ગ્રાહકોએ ન્યૂનતમ 1 હજાર રૂપિયા બેંકમાં જમા રાખવા પડશે.

SBI વસૂલાત પેનલ્ટી:

કોઇ ખાતાધારક મિનિમમ બેલેન્સના નિયમોનું ઉલ્લઘંન કરશે તો તેમની પાસેથી અતિરિક્ત રૂ. 10 – 15 જીએસટીના વસૂલાશે. જ્યારે નાના શહેરોના ખાતાધારકો પાસેથી પેનલ્ટી તરીકે રૂ. 7.50 થી રૂ. 12 વસૂલાશે. ગ્રામીણ વિસ્તારના લોકો પાસેથી પેનલ્ટી તરીકે રૂ. 5 થી રૂ. 10ની રકમ વસૂલાશે.

BOB ખાતાધારકોને કરશે આટલો દંડ:

બેંક ઓફ બરોડાના મિનિમમ બેલેન્સના નિયમોનું ઉલ્લંઘન કરવા પર બેંક પેનલ્ટીની વસૂલાત કરશે. જેના નિયમ મુજબ મેટ્રો અને અન્ય શહેરોમાં રૂ. 200 દંડ તરીકે વસૂલાશે, જ્યારે નાના શહેરોમાં દંડ તરીકે ખાતાધારકો પાસેથી રૂ. 100 ની રકમની વસૂલાત કરવામાં આવશે.

બેંક ઓફ બરોડામાં મિનિમમ બેલેન્સ:

બેંક ઓફ બરોડામાં દેના અને વિજયા બેંકનું વિલિનકરણ થઇ ચૂક્યું છે ત્યારે હવે મેટ્રો શહેરના ખાતાધારકોએ રૂ. 2000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે જ્યારે નાના શહેરોના ખાતાધારકો માટે રૂ. 1000 ની મર્યાદા રાખવામાં આવી છે. જો કે મેટ્રો અને નાના શહેરોના લોકો માટે આ રકમ ત્રિમાસિક ગાળા માટે નક્કી કરવામાં આવી છે. તેથી મેટ્રો શહેરોમાં અને નાના શહેરોમાં પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં ખાતાધારકોએ અનુક્રમે રૂ. 2000 અને રૂ. 1000ની રકમ જમા રાખવી પડશે. જો કે બન્ને બેંકોએ જન ધન યોજના અને બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતામાં મિનિમમ બેલેન્સમાં છૂટ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *