વિમાન તો બધાયે જોયું જ હશે પણ 98% લોકોને નથી ખબર કે તેની શોધ કોણે કરી.

જાણવા જેવું

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવા તથ્યો સાથે હજાર છીએ મિત્રો તમે બધાયે ક્યારેક ને ક્યારેક તો વિચાર્યું હશે ને કે આ વિમાનની શોધ કોણે કરી હશે એમ? તો આવો જાણીએ તેમના વિશે.

વિમાનના શોધક:

રાઈટ બંધુઓ, ઓરવીલ, જન્મ 19 ઓગસ્ટ 1871, અવસાન 30 જાન્યુઆરી 1948 અને વિલબર, જન્મ 16 એપ્રિલ 1867, અવસાન 30 મે 1912. આ બે અમેરિકન ભાઈઓ છે જેમને સામાન્યપણે વિશ્વના પ્રથમ સફળ વિમાનના શોધક અને સર્જક તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે 17 ડિસેમ્બર, 1903 ના રોજ વિશ્વની પ્રથમ માનવીય ઉડાન ભરી જેમાં તેમણે હવાથી વધુ વજનદાર વિમાનનું નિયંત્રિત રીતે નિર્ધારિત સમય સુધી સંચાલન કર્યું હતું.

ફ્લાઈંગ મશીન:

બે વર્ષ બાદ આ ભાઈઓએ પ્રથમ જડિત પાંખો યુક્ત વિમાનના રૂપમાં તેમનું ફ્લાઈંગ મશીન બનાવ્યું હતું. રાઈટ બંધુઓ પ્રાયોગિક વિમાન બનાવનાર અને ઉડાડનાર પ્રથમ વ્યક્તિઓ ન હોવા છતા, જડિત પાંખો યુક્ત વિમાનને નિયંત્રણમાં રાખવાની પદ્ધતિઓ સૌપ્રથમ વખત તેમણે શોધી હતી જેના કારણે ઉડાન શક્ય બની શકી. આ ભાઈઓની પ્રથમ સિદ્ધિ ત્રિ-અક્ષીય નિયંત્રણને ગણી શકાય, જેના કારણે પાઈલટ અસરકારક રીતે વિમાનનું સુકાન સંભાળી શકતો થયો અને તેની સમતુલા જાળવી શકે છે.

સમસ્યાઓનો ઉકેલ:

આ પદ્ધતિ એક માપદંડ બની ગઈ અને ત્યાર બાદ તમામ જડિત પાંખોના વિમાનમાં તેનો જ માપ દંડ તરીકે ઉપયોગ થવા લાગ્યો. રાઈટ બંધુઓએ એરોનોટિકલ (વિમાન વિદ્યાને લગતી) કામગીરીમાં અન્ય લોકોએ પરીક્ષણો કર્યા તેમનાથી વધુ શક્તિશાળી એન્જિન બનાવાના બદલે, શરૂઆતથી જ ઉડાનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેના રહસ્યોને ઉકેલવા પર જ ધ્યાન આપ્યું હતું. તેમના કાળજીપૂર્વકના વિન્ડ ટનલ (વાયુ સુરંગ) પરીક્ષણોના કારણે અગાઉ મળેલા એરોનોટિકલ ડેટા કરતા વધુ બહેતર પરિણામો મળ્યા હતા, જેના કારણે તેઓ વધુ અસરકારક પાંખો અને પંખા બનાવી શક્યા હતા.

પ્રિન્ટિંગ પ્રેસ:

તેમની યુએસ પેટન્ટ 821,393 એરોડાયનેમિક નિયંત્રણના તંત્રના આવિષ્કારનો દાવો કરે છે જે ફ્લાઈંગ મશીનની સપાટીઓને ચાલવે છે. રાઈટ બંધુઓએ તેમની સફળતા માટે જરૂરી એવી યાંત્રિક કુશળતા વર્ષો સુધી તેમના પ્રિન્ટિંગ પ્રેસની દુકાનમાં, સાઈકલ, મોટર અને અન્ય મશીનો સાથે કરેલી કામગીરીમાંથી મેળવી હતી.

પ્રથમ સંચાલિત ઉડાન:

સાઈકલની દુકાનમાં તેમણે કામ કર્યું ત્યારે તેમને એવો વિશ્વાસ જાગ્યો કે જો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો ફ્લાઈંગ મશીન જેવા અસ્થિર મશીનને નિયંત્રિત અને સમતુલિત કરી શકાય છે. 1900 ના સમયથી 1903 માં તેમણે પ્રથમ સંચાલિત ઉડાન ભરી ત્યાં સુધીમાં, તેમણે સંખ્યાબંધ ગ્લાઈડર પરીક્ષણો કર્યા હતા જેના કારણે તેમનું પાઈલટ તરીકેનું કૌશલ્ય સારી રીતે વિકસી શક્યુ હતું.

તેમની સાઈકલની દુકાનના કર્મચારી ચાર્લી ટેલર તેમની ટુકડીમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયો હતો અને તેણે આ ભાઈઓની સાથે રહીને તેમના પ્રથમ વિમાનનું એન્જિન બનાવ્યું હતું. વિમાનના સંશોધક તરીકે રાઈટ બંધુઓનો દરજ્જો વિવિધ લોકો દ્વારા થતા પ્રતિદાવાઓનો વિષય રહ્યો છે. મોટાભાગના વિવાદો અગાઉ ઉડાન ભરનારા લોકોના પ્રતિસ્પર્ધી દાવાઓ મામલે જાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *