સુરતની પ્રખ્યાત વાનગી એટલે લોચો, બનાવો આ રીતે તમારા ઘરે જ..

રેસિપી

સામાન્ય ગુજરાત ના પરંપરાગત શેરીમાં ખોરાકમાં સુરતી લોકોનો કોઈ જવાબ નથી, ઓછા તેલ તથા વરાળ થી રાંધેલા, મસાલેદાર ડેઝર્ટ ચટણી, મરચાં અને સેવ સાથે પીરસવામાં આવે છે. સવારે અથવા સાંજે, જ્યારે પણ તમે તેને ખાવા માંગો છો, ત્યારે તમે તેને ખાઈ શકો છો. તો આવો જાણીએ લોચો બનાવવાની જરૂરી સામગ્રી.

સુરતી લોચાના મિશ્રણ માટેની સામગ્રી:

 • ચણાની દાળ – 1 કપ (200 ગ્રામ)
 • અડદની દાળ – 1/3 કપ (60 ગ્રામ)
 • પોહા – 1/3 કપ (40 ગ્રામ)
 • તેલ – 2/3 ચમચી
 • લીલા મરચા – 1/2
 • આદુ ની પેસ્ટ – 1 ચમચી અથવા 1 ઇંચ ટુકડો
 • હિંગ – 1/2 પિંચ
 • હળદર – 1/4 થી ઓછી ચમચી
 • કાળું મરચું – 1/4 ચમચી
 • લાલ મરચું – 1/2 ચમચી
 • ઇનો – 1 ચમચી
 • મીઠું – 1 ચમચી (સ્વાદ મુજબ)

સુરતી લોચાને સર્વ કરતી વખતે આટલુ વસ્તુ ઉપરથી ઉમેરો:

 • લીલા મરચાંની ચટની – જરૂરિયાત મુજબ
 • લીલા ધન્યની ચટણી – જરૂરિયાત મુજબ
 • લીલા મરચા – 4/5
 • લીંબુ – 1 લીંબુનો રસ
 • સેવ – જરૂરિયાત મુજબ

તો મિત્રો આ થઈ વાત સુરતી લોચા માટે વપરાતી સામગ્રી હવે આપણે જાણીએ કે સુરતી લોચો કેવી રીતે બનાવી શકાય તો આવો જાણીએ.

સુરતી લોચો બનાવવાની રીત:

ચણા ની દાળ અને અડદ ની દાળ ને 5-6 કલાક માટે અલગ પાણી માં પલાળી રાખો પછી વધારા નું પાણી દાળ માથી કાઢીલ્યો. પોહા ને 10 મિનિટ સુધી પાણી માં પલાળી રાખો, પેહલા ચણાની દાળ ને થોડું ગ્રાઇન્ડર કરો, તમારે માત્ર જેટલું જરુરી હોય તેટલુ જ પાણી લેવાનું છે. એક મોટા વાસણ માં ચણા ની દાળ ને કાઢીલ્યો. અડદ ની દાળ ને સારી રીતે પીસી લો. હવે તેને પોહા માં ઉમેરો અડદ દાળ અને પોહા ને સારી રીતે મિશ્ર કરો. હવે તેમાં દાળ, હિંગ, હળદર પાવડર, લીલા મરચાં આદુ, મીઠું આ બધા ને સારી રીતે મિશ્ર કરો. જો મિશ્રણ જાડું હોય, તો 2-3 ચમચી પાણી ઉમેરી શકાય છે.

લોચા નું મિશ્રણ:

વરાળ થી સુરતી લોચો બનાવવા સ્ટીમર લો અથવા તો એક એવું મોટું વાસણ લો કે, જેમાં તેના અંદર ખોરાક મૂકીને વરાળ થી રાંધી શકાય. મોટા વાસણ માં 2 કપ પાણી મૂકો અને તેને ગરમ કરો અને હવે તેની અંદર સ્ટેન્ડ મૂકો કે જેના પર સુરતી લોચા અને બીજા મિશ્રણ થી ભરેલું વાસણ મૂકીને રાંધવામાં આવે છે. જે વાસણ માં સુરતી લોચા નું મિશ્રણ મૂકવાનું છે તે વાસણ ને પેહલા અંદર થી તેલ વાળું કરી લો પછી તે વાસણ માં લોચા નું મિશ્રણ ઉમેરો હવે તે વાસણ ને થોડું આગું પાછું કરો, જેથી મિશ્રણ આખા વાસણ માં સમાન રીતે ફેલાઈ જાઈ હવે તેમાં ઉપર થી લાલ મરચું અને કાળા મરી પાવડર થોડું થોડું નાખો. હવે આ વાસણ ને સ્ટીમર અથવા તો બીજા મોટા વાસણ માં મૂકો હવે તેને વરાળ થી રાંધવા દો લગભગ 20 મિનિટ પછી તેની તપાસ કરો. તે માટે ચપ્પુ લો અને તેને લોચા ના મિશ્રણ માં નાખો. જો ચપ્પા ઉપર લોચ નું મિશ્રણ ચોટેલું જોવા મળે તો તેને હજી બીજી 10 મિનિટ માટે પાછું રાંધવા મૂકી દો. જો ચપ્પા ઉપર લોચા નું મિશ્રણ ચોટેલું ના હોય તો લોચો સર્વ કરવા માટે તૈયાર છે તો આવો હવે જાણીએ કે લોચા ને સર્વ કેવી રીતે કરવો.

સુરતી લોચા ને એક ચમચા થી એક ડીસ માં કાઠી લો. હવે તેમાં તેલ, ધન્યા, લીલા મરચાં ઉમેરો હવે તેમાં ચટણી ઉમેરો અને અંતમાં ઉપર થી ક્રિસ્પી સેવ ભભરાવો તો મિત્રો તૈયાર છે આપનો સુરતી લોચો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *