ભરેલા મરચા બનાવવાની એકદમ સિમ્પલ રીત તમે ક્યારેય નઈ અજમાવી હોઈ..

રેસિપી

જમવાની સાથે મરચાં ટેસ્ટફૂલ લાગે છે અને તે માસલથી ભરપૂર હોય તો તેનાથી ઓર મજેદાર અને ટેસ્ટમાં અદભુત લાગે છે. આજે અમે આ ભરેલા મરચાં બનાવવાની એક નવી જ અને અલગ જ રેસિપિ લાવ્યા છીએ તમારા માટે. ભરેલા મરચાં જો શેકીને બનાવવામાં આવે તો ટેસ્ટ અદભુત આવે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે, મરચાં ભરેલા માટેનો આ ખાસ મસાલો લગભગ એક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે. એટલે એકવાર મસાલો બનાવી લીધ બાદ ફરી ઇચ્છા ત્યારે આવાં મરચાં બનાવીને મજા લૂંટી શકાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સામગ્રી:

 • 250 ગ્રામ લીલાં મરચાં (ભજીયાં બનાવવાનાં મરચાં)
 • એક ટેબલસ્પૂન સરસો તેલ
 • ત્રણ ટેબલસ્પૂન આખા ધાણા
 • અડધી ચમચી મેથીદાણા
 • એક ટેબલસ્પૂન અજમો
 • એક ટેબલસ્પૂન તલ
 • એક ટેબલસ્પૂન જીરું
 • અડધી ચમચી ઓનિયન સિડ્સ (કલોંજી)
 • એક ટેબલસ્પૂન વરિયાળી
 • અડધી ચમચી રાઇ
 • અડધી ચમચી હળદર
 • એક ટેબલસ્પૂન ચણાદાળ
 • 5 સૂકાં લાલ મરચાં
 • સ્વાદ અનુસાર મીઠું
 • અડધી ચમચી આમચૂર પાવડર
 • પા ચમચી હિંગ

રીત:

મરચાંને ધોઇને બરાબર લૂછી લો. ત્યારબાદ સ્ટફિંગ માટે મરચાંમાં એક બાજુ કાપો પાડો અને બીજ કાઢવાં હોય તો કાઢી લો. ત્યારબાદ બધાં જ મરચાં પર સરસો તેલ લગાવી લો અને એકબાજુ મૂકી દો.

એક કઢાઇને સ્લો ફ્લેમ પર ગરમ કરો. અંદર એક ટેબલસ્પૂન સરસો તેલ નાખો. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે અંદર અડધી ચમચી મેથી દાણા નાખો. મેથી બ્રાઉન થવા લાગે એટલે અંદર ત્રણ ટેબલસ્પૂન ધાણા નાખો અને મિક્સ કરો. ત્યારબાદ તલ, જીરું, અજમો, વરિયાળી, રાઇ અને કલોંજી નાખી મિક્સ કરો. ત્યારબાદ ચણા દાળ અને આખાં લાલ મરચાં નાખો.

ત્યારબાદ બરાબર મિક્સ કરી ધીમી આંચે 5 મિનિટ શેકી લો. ત્યારબાદ ગેસ બંધ કરી મસાલા ઠંડા પડવા દો. મસાલા ઠંડા પડી જાય એટલે મિક્સર જારમાં લઈ લો. અંદર હળદર અને આમચૂર પાવડર નાખો સાથે જ હિંગ પણ નાખો અને દળી લો.
મસાલાને એકાદ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.આ મસાલાને એક બાઉલમાં કાઢી અંદર સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી લો. ત્યારબાદ બધાં જ મરચાંમાં થોડો-થોડો મસાલો ભરી લો.

મસાલો વધારે પડતો ન ભરવો, મરચાં પેક થઈ શકે એટલો જ ભરવો. ત્યારબાદ ગેસની ફ્લેમ પર એક સ્ટીલની જાળી મૂકી દો. ત્યારબાદ ચીરાવાળો ભાગ ઉપર રહે એ રીતે બે-ત્રણ મરચાં મૂકો અને ફ્લેમ પર શેકો. વચ્ચે-વચ્ચે પલટાવી-પલટાવીને બધી બાજુ શેકી લો અને એક પ્લેટમાં કાઢી લો. આ જ રીતે બાકીનાં બધાં મરચાંને ધીમી આંચે શેકી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *