અમદાવાદનો યુવાન પહોંચ્યો વિશ્વનાં સૌથી ખતરનાક જંગલ એમેઝોનમાં, વિતાવ્યાં આટલાં દિવસ જાણો શું છે તે જંગલની..

અજબગજબ

આમ તો ઘણા લોકો એમેઝોનના જંગલમાં જતાં હોય છે, પરંતુ ગુજરાતના આ સાહશી ગુજૂની વાત કઇક અલગ જ છે તો આવો મિત્રો જાણીએ તેના વિષે વધુમાં. ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે હંમેશા લોકો જંગલમાં જતા હોય છે. ત્યારે તમે એવા અનેક જંગલો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને એવા જંગલો વિશે બતાવા જઈ રહ્યાં છે, જ્યાં જવું માણસો માટે કોઈ ખતરાથી ખાલી નથી. આ ખતરનાક જંગલમાં રહેનારા આદિવાસીઓ માણસોને મારીને ખાઈ જાય છે.

રોહન હુંડીયા:

જો તમે તેમનાથી બચી પણ જશો, તો જંગલમાં ઝેરીલા જીવ, ખૂંખાર પ્રાણીઓ અને ઉકળતી નદીઓ તમને મારી નાખશે. આ ખતરનાક જંગલમાં અમદાવાદનો રોહન હુંડીયા એ 8 રાત આ જંગલમાં વિતાવી. ત્યારે આ હચમચાવી નાખનાર જંગલની કેટલીક રસપ્રદ વાતો જોઇએ આ અહેવાલમાં કહેવાય છે કે, આ જંગલનાં બે રૂપ છે. પહેલા રૂપમાં આ જંગલ પોતાની સુંદરતાથી લોકોનું મન મોહી લે છે, તો બીજી તરફ આ જાનલેવા પણ છે.

એમેઝોન જંગલ:

જંગલની સુંદરતા જોઈને મુસાફરો લલચાઈને અહીં આવે છે. આ જંગલનું નામ એમેઝોન જંગલ અને તે દક્ષિણ અમેરિકાથી લઈને બ્રાઝિલ સુધી ફેલાયેલું છે. એમેઝોન જંગલ કુલ 9 દેશોમાં ફેલાયેલુ છે. કોલંબિયા, વેનેઝુએલા, ઈક્વાડોર, બોલિવિયા, ગુયાના, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાના સુધી ફેલાયેલું છે. માનવામાં આવે છે કે, એમેઝોન જંગલ જો કોઈ દેશ હોત તો તે દુનિયાનો 9મો સૌથી મોટો દેશ કહેવાત, તેમજ વિશ્વમાં દસ એવા દેશો છે જ્યાં જગંલનો વિસ્તાર નથી, તો તેની બીજી બાજુ ઘણા એવા દેશ પણ છે.

સ્કોટલેન્ડ:

જ્યાં વિશ્વનાં સૌથી મોટા જગંલો છે અને ત્યાંનો વનવિસ્તાર 60 ટકા અમદાવાદી છે, પરંતુ સ્કોટલેન્ડમાં અભ્યાસ કરતા રોહન એમેઝોનનાં જંગલમાં હેલિકોપ્ટરનાં દોરડાથી 11 જણની ટીમ સાથે સવારે 5.30 કલાકે નીચે ઉતરી ગયો હતો. જેમાં બે આર્મીનાં જવાનો, બે સર્વાઈવર અન્ય રિસર્ચર હતા. રોહનનું કામ સ્પાઈડર મંકી પર રિસર્ચ કરવાનું હતું. જેથી તે આ જંગલમાં ગયો હતો.

હાર્ડવર્ડ યુનિવર્સિટી:

રોહન હુંડીયા કે જેની ઉંમર વીસ વર્ષની છે, જે સ્કોટલેન્ડમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ ન્યુરો પર સર્જરી કરે છે, નાસા સાથે એક સ્ટાર્ટઅપમાં રીસર્ચને લગતું કામ કર્યું છે. આ સાથે હાર્ડવર્ડ જેવી યુનિવર્સિટીઓ સાથે પણ રીસર્ચને લગતા કામો કર્યા છે. ત્યાં ગયા બાદ તેને ઘણા બધા અવનવા અનુભવો પણ થયાં. જેમાં અનુભવની વાત કરી તો તેમાં તેઓ એમેઝોનનાં જંગલમાં આગળ વધતા ગયા ને ક્યાંક ઝાડી ઝાંખરા પણ તેમનાં કરતા મોટા હતાં. તો ક્યાંક ઉંચા ઉંચા વૃક્ષોથી આકાશ પણ દેખાતું ન હોતું.

જીવ ભારે જોખમ:

અહીં એનાકોન્ડા, જેગુઆર જેવાં ઘાતક જાનવરો અને ભૂલ ભૂલામણી જેવું ઘોર જંગલ હતું. તેવામાં સ્પાઈડર મંકી મળતા તેઓએ પીછો શરૂ કર્યો, પરંતુ સાંજે 4.30 વાગ્યે અંધારું થઈ ગયુ હતું. ખાણી પીણીનો સામાન હતો તે પણ ઓછો થઈ ગયો હતો. જેથી રાત પડતા જ ઉંચા ઝાડ પર પોતાનાં શરીરને દોરડાથી બાંધીને રાત વસવાટ કર્યો હતો, પરંતુ જો નીચે રહી જાય તો જીવ ભારે જોખમમાં મુકાય તેવો હતો. કેટલીક વાર તો સાથીઓ જીવતા રહેવા માટે તેઓ સાપનો સૂપ, જીવતા બગ, બિટર ખાઈ લેતા હતાં. જો કે રોહનને ફ્રુટ ખાઈને કે પછી ભૂખ્યા પેટે રહેવું પડ્યું હતું.

આદિવાસી ભાષા:

દક્ષિણ અમેરિકા ખંડની એમેઝોન નદીનાં કિનારે ફેલાયેલ એમેઝોનનાં જંગલો 70 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે. તે વિશ્વનું સૌથી મોટું જગંલ છે. જો કે સૌથી મોટા જંગલો રશિયાની ઉત્તરે આવેલા સાઈબિરિયાનાં જંગલો છે. સાઈબિરિયાનું જંગલ 85 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ જંગલમાં જતા અલગ અલગ આદિવાસી ભાષાઓ પણ તેઓએ શીખી હતી અને રાત્રે પ્રાણીઓથી બચવા માટે તેઓ ઝાડ પર શરીરને દોરડાથી બાંધીને સૂઈ જતા હતા. એમેઝોન જંગલ એ દુનિયાનું સૌથી મોટું વર્ષાવન પણ કહેવાય છે. અહીં એટલા મોટા અને લાંબા વૃક્ષો છે કે અહીં તડકો પણ વ્યવસ્થિત રીતે પહોંચી શકતો નથી. તે પૃથ્વીનાં ફેફસાનાં નામથી પણ ફેમસ છે.

એશિયા અને દક્ષિણ અમેરિકા:

અહીં દુનિયાનો 20 ટકા ઓક્સિજન બનવાનો પણ દાવો કરવામાં આવે છે. અહીં વૃક્ષો, કીડી, મકોડા, પ્રાણીઓ વગેરેની અઢળક પ્રજાતિઓ છે. એશિયા અને દક્ષિણ અમેરિકાનાં આ જંગલોમાં ઉડતા સાપ, ઉડતા દેડકા અને ઉડતી ખિસકોલી જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. રોહનની આ ખતરનાક રીસર્ચમાં સ્પાઈડર મંકીને લઈને ડૉક્યુમેન્ટ્રી બની નેશનલ જીયોગ્રાફીમાં, સ્પાઈડર મંકી કેવી રીતે ખોરાક શોધે છે, કેવી રીતે દુશ્મનથી બચે છે તેનો એરીયા પેરુ પુરતો જ કેમ વધારે છે, અન્ય પ્રાણીઓ કરતા બ્રેઈનની ક્ષમતા જેવાં વગેરે પર તેઓએ રીસર્ચ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *