વરાછાના આ 5 વિદ્યાર્થીઓએ દેશના સૈનિકો માટે બનાવ્યું સ્માર્ટ જેકેટ, ફ્યુચર્સ જાણીને રહી જશો દંગ

ખબર

તમે જાણો છો કે સૈનિક બનવું સહેલું નથી પણ આજકાલ તમને કોઈ કહે કે સૈનિકની ભરતી છે તો દેશની સેવા માટે લોકો તૈયાર હોય છે. દેશની સેવા કોનેના કરવી ગમે, બોર્ડર પર અવારનવાર હુમલાઓ કે ગોળીબાર થતા હોય છે. એવામાં સૈનિકોને દેશની સાવચેતી રાખતા શહીદ થતા હોય છે. આ ઉપરાંત શિયાળાની સીઝનમાં આકરી ઠંડીમાં પણ ઘણા સૈનિકો વધુ પડતી ઠંડીને કારણે મૃત્યુ પામતા હોય છે. તેમજ ઉનાળા અને ચોમાસાની સીઝનમાં પણ ઘણા સૈનિકો માત્ર હવામાનને કારણે મૃત્યુ પામતા હોય છે. ત્યારે આવી વિકરી પરિસ્થિતિમાં પણ સૈનિક બોર્ડર પર દેશની સેવામાં તૈયાર રહેતા હોય છે.

તેવામાં દેશની લાગણીશીલ પ્રજા પણ સૈનિકો માટે કંઈક કરવા માંગતી હોય છે અને તેમને સારી રીતે પ્રોટેકશન મળી રહે તે માટે મદદ રૂપ થવા ઇચ્છતી હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સુરત વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓ દ્વારા સૈનિકો માટે એક અનોખું સ્માર્ટ જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. જે સ્માર્ટ જેકેટ સાથે અલગ અલગ સેન્સર જોડાયેલા છે. જે સૈનિકના શરીરના પેરામીટર તેમજ તેની કરન્ટ લોકેશન કન્ટ્રોલ રૂમને સતત જાણ કરશે. જેના દ્વારા સૈનિકના પ્રોટેકશન માટે હેલ્થ અને ટ્રેકિંગ પેરામીટર લાઈવ માહિતી મોનિટરીગ કરી શકાશે.

તમને જણાવી દઈએ કે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટયૂટ માં ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ ખાસ પ્રકારનું જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ કોલેજ અને પરિવારનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ રોહિત તળાવીયા, કપિલ ગોટી, રાજન સાવલીયા, અભિજીત સેદાણી, નિલદીપ શીંગાળા એમ ટોટલ ૫ વ્યક્તિઓના ગ્રૂપ દ્વારા આ સ્માર્ટ જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પાંચેય વિદ્યાર્થીઓ સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં વસવાટ કરે છે. આ વિદ્યાર્થીઓએ કોલેજના પ્રોફેસર, તેમજ અન્ય ટેક્નિકલ વ્યક્તિઓના ટેકનીકલ તેમજ નોન ટેક્નિકલ નોલેજના માર્ગદર્શનથી ખાસ પ્રકારનું સ્માર્ટ જેકેટ તૈયાર કર્યું છે.

સ્માર્ટ જેકેટમાં એવા પણ ફ્યુચર્સ છે જેવા કે તેમાં અલગ અલગ સેન્સર કનેક્ટ કરવામાં આવ્યા છે. તાપમાનમાપક સેન્સર – જે સૈનિકનું બોડીનું તાપમાંન સતત કન્ટ્રોલ રૂમમાં આપશે. મોશન સેન્સર – તે સૈનિકની હલનચલન છે કે નહીં તે દર્શાવશે. હુમીડિટી સેન્સર જે વાતવરણમાં રહેલ ભેજનું પ્રમાણ દર્શાવશે. આ ઉપરાંત જેકેટમાં GPS પણ રહેલું છે. જેના થકી સૈનિકનું કરન્ટ લોકેશન કન્ટ્રોલ રૂમ મેળવી શકશે. જેકેટમાં ખાંસ પ્રકારના અલગ અલગ બટન પણ છે. જેના થકી સૈનિક ટેક્નિકલ હેલ્પ, મેડિકલ હેલ્પ, ઇમરજન્સી હેલ્પની કન્ટ્રોલ રૂમ પાસેથી મેળવી શકશે.

આ ખાસ પ્રકારના જેકેટનું રિસર્ચ પેપર 1st National conference on start up ventures technology development future strategis (SVTDFS – 2020) માં પ્રકાશિત પણ કરવામાં આવેલ છે. જેના અનાવરણ સમારોહમાં સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને આ પાંચ વિદ્યાર્થીઓને દેશના સૈનિકોનું આ કામ કર્યા થકી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આ વિધાર્થીઓ દ્વારા આ સમગ્ર પ્રોજેકટને Student startup and innovation policy માં રજૂ કરાયો હતો કે જે વિધાર્થીઓને ગ્રાન્ટ આપે છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં પણ આ પ્રોજેકટ રજૂ કરાયો હતો. જેમાં રક્ષા અનુસાધન અને વિકાસ સંગઠન દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રકારની સમસ્યાનું સોલ્યુશન આ વિધાર્થીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

આ સંપૂર્ણ સિસ્ટમ IOT આધારિત છે. જેમાં GSM પણ કન્ટેક કરવામાં આવેલ છે. જેના થકી કંટ્રોલ રૂમમા એપ્લિકેશન દ્વારા તમામ પ્રકારના ડેટા લાઈવ મેળવી શકાશે. જેના થકી જો સૈનિકના શરીરના તાપમાન વધારો કે ઘટાડો જોવા મળે કે તેની હલન ચલન બંધ થઈ જાય તો એની જાણ કન્ટ્રોલ રૂમ ડેટા પરથી થઇ શકે છે અને તે તાત્કાલિક ધોરણે જરૂર પડતી સેવા પુરી પાડી શકે છે. આ ઉપરાંત જ્યારે સૈનિક પર દહનશીલ વાયુનો ધુમાડો ફેંકવામાં આવે તો પણ એની જાણ તાત્કાલિક ધોરણે કન્ટ્રોલ રૂમમાં થાય છે અને એક એલાર્મ પણ વાગે છે.

આ જેકેટનો ઉપયોગ સૈનિક ઉપરાત પર્વત ચડનાર વ્યક્તિ, અંડર ગ્રાઉન્ડમાં કામ કરનાર વ્યક્તિ પણ ઉપયોગ કરી શકે છે. જેના થકી તેનું કરન્ટ લોકેશન તેમજ શરીર હેલ્થના પેરામીટર કરન્ટ મેળવી શકાય છે અને સૈનિકને પડતી મદદ તાત્કાલિક ધોરણે પુરી પાડી શકાય છે. આ સ્માર્ટ જેકેટ સૈનિકો માટે એક રક્ષા કવચ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *