આ 6 અભિનેત્રીઓ પોલીસના રોલમાં લાગે છે કમાલ ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો.

ફિલ્મી દુનિયા

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવી વાત સાથે હજાર છીએ અને તે વાત છે ફિલ્મી પોલીસની તો આવો જાણીએ તેમના વિશે. જ્યારે કોઈ એક્શન ફિલ્મની વાત આવે છે ત્યારે તેમાં પોલીસનાં પાત્રો હોય તે સ્વાભાવિક છે. કેટલીક ફિલ્મો તો એવી છે કે તેના કેન્દ્ર સ્થાને પોલીસ હોય છે.

જેમ કે, દબંગ, સિંઘમ, રાઉડી રાઠોડ, જેમાં સલમાન ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર જેવા અભિનેતાઓએ પોલીસની ભૂમિકાને ન્યાય આપ્યો છે. દર્શકોએ તેમને પોલીસની ભૂમિકામાં પસંદ પણ કર્યા છે, પરંતુ આજે આપણે પોલીસની ભૂમિકા કરી ચૂકેલા અભિનેતા નહીં, અભિનેત્રીઓની વાત કરીશું. જેમણે ફિલ્મમાં પોલીસની ભૂમિકા નિભાવીને દર્શકોની વાહવાહી મેળવી છે અને મહિલા પોલીસની ભૂમિકા કરી દર્શકોના દિલમાં રાજ કરી ચૂકી છે આ અભિનેત્રીઓ.

1. તબ્બુ:

તમને 2005 માં આવેલી અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ જરૂરથી યાદ હશે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. તેમાં તબ્બુ આઈજીપી મીરા દેશમુખના પાત્રમાં જોવા મળી હતી. ફિલ્મમાં ગણવેશ વગર પણ તેના અભિનયની પ્રશંસા થઈ હતી. એટલું જ નહીં, પણ તબ્બુ પોલીસ યુનિફોર્મમાં પણ કમાલની લાગતી હતી.

2. હેમા માલિની:

જો તમને જૂની હિન્દી ફિલ્મો જોવાનો શોખ હોય તો તમને દુર્ગાદેવી સિંહ નામની મહિલા પોલીસની ભૂમિકા જરૂર યાદ હશે. આ ભૂમિકા ફિલ્મ અંધા કાનૂનની છે, જેમાં હેમા માલિની ઉપરાંત અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા મોટા અભિનેતા પણ છે. મજાની વાત તો એ છે કે આટલા જાણીતા અભિનેતાઓ ફિલ્મમાં હોવા છતાં હેમા માલિનીની મહિલા પોલીસવાળી ભૂમિકા સૌથી વધારે દમદાર રહી છે. આ ફિલ્મથી હેમા માલિનીએ સાબિત કરી દીધું હતું કે તે સુંદર દેખાવાની સાથે રૂઆબદાર અભિનય પણ કરી શકે છે.

3. માધુરી દીક્ષિત:

સિનેજગતની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત આમ તો પોતાના શાનદાર ડાન્સ માટે જાણીતી છે પરંતુ તે પોલીસના રોલમાં પણ એટલી દમદાર લાગે છે માધુરી સંજય દત્ત સાથેની ફિલ્મ ખલનાયક માં એક મહિલા પોલીસ તરીકે દેખાઈ ચૂકી છે. આ ઉપરાંત તે ફિલ્મ પ્રેમદીવાનેમાં પણ મહિલા પોલીસ ઓફિસરની ભુમિકા શાનદાર રીતે નિભાવી ચૂકી છે. બંને ફિલ્મમાં તેની પોલીસની ભૂમિકાવાળો અભિનય દમદાર હતો.

4. રાની મુખર્જી:

2014 માં આવેલી ફિલ્મ મર્દાનીથી રાની મુખર્જીએ બોક્સઓફિસ પર ધ્રુજારો મચાવી દીધો હતો. ફિલ્મમાં રાનીએ શિવાજી રાવ નામની એક સશક્ત મહિલા અધિકારીનું પાત્ર નિભાવ્યું હતું. તેના આ રોલને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. એટલું જ નહીં પણ ફિલ્મમાં રાની મુખર્જીએ કેટલાક દમદાર એક્શન સીન પણ આપ્યા હતા. ફિલ્મ મર્દાનીમાં તેની આ સફળતાને કારણે રાની હવે જલદી જ મર્દાની 2 માં પણ નજર આવવાની છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

5. રેખા:

સિનેજગતની એવરગ્રીન બ્યુટી રેખા પણ આ ક્રમમાંથી બાકાત નથી. તેણે પણ પોતાની ફિલ્મ કારકિર્દી દરમિયાન મહિલા પોલીસ અધિકારીની ભૂમિકા કરી છે. રેખાએ 1991 માં આવેલી ફિલ્મ ફૂલ બને અંગારે માં પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં રેખાની સાથે રજનીકાંત પણ મુખ્ય ભૂમિકામાં હતો. આમ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ રેખા પોલીસ અધિકારીના દમદાર રોલમાં પણ દેખાઈ ચૂકી છે.

6. પ્રિયંકા ચોપડા:

હિન્દી ફિલ્મોથી માંડીને હોલિવૂડની સફર ખેડનાર દેસી ગર્લ પ્રિયંકા ચોપડા ફિલ્મોમાં પોલીસની ભૂમિકા કરી ચૂકી છે. તેણે ફિલ્મ ગંગાજલની સિક્વલ જય ગંગાજલ માં કડક પોલીસની ભૂમિકા બખૂબી નિભાવી હતી. 2016 માં આવેલી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ પોલીસ ઈન્સ્પેક્ટર આભા માથુરનો રોલ કર્યો હતો. ફિલ્મમાં તે ક્રાઈમ અને કરપ્શનને જડમૂળમાંથી કાઢવાના અથાગ પ્રયત્ન કરે છે. દર્શકોએ તેના આ નવા અવતારની પ્રશંસા પણ કરી હતી. જોકે એ વાત અલગ છે કે ફિલ્મ કોઈ ખાસ કમાલ બતાવી શકી હતી. પણ તેની અભિનયક્ષમતાનાં ભા૨ો ભા૨ વખાણ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *