આટલા વર્ષો જૂનો છે આ બલ્બ ગ્રીનીસ બૂક માં પણ નોંધાયું છે નામ, આજ પણ, વાંચો ક્લિક કરીને..

જાણવા જેવું

એક વાર સાભડીયો તો ચકિત થઈ જવાય છે પણ આ કેલિફોર્નિયાના લીવરપૂલના ફાયરબ્રિગેડમાં એક બલ્બ 118 વર્ષથી 24 કલાક પ્રકાશ આપે છે. આટલા વર્ષો પછી પણ તે ડિફયૂઝ ન થયો હોવાથી 4 વોટના બલ્બને જોવા લોકો આવે છે. 2001 માં આ બલ્બે તેના આયૂષ્યના 100 વર્ષ પૂરા કર્યા ત્યારે સંગીત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને વધુ લોકો માણી શકે તે માટે વેબ કેમેરાથી પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. 1937 માં અગ્નિશામક વિભાગે વીજળીની લાઇન બદલવાની થતા એ સમય પૂરતો આ દિઘાર્યુ બલ્બ બંધ રહયો હતો.

ત્યાર પછી 1976 માં શોકેટ ખરાબ થઇ જતા તે બદલવાની થતા માત્ર 22 મીનિટ સુધી બંધ રહયો હતો. તે પછી અવિરત ચાલતો જ રહયો છે. આ બલ્બને 1890 માં શેલ્બી ઇલેકટ્કિ નામની કંપનીએ તૈયાર કર્યો હતો.1901 માં ડેનીસ બર્નાલ નામના એક ધનાઢયએ આ બલ્બ ફાયર સ્ટેશનને દાનમાં આપ્યો હતો. 2013માં એવા સમાચાર વહેતા થયા કે આ બલ્બ ઉડી ગયો છે. આખી ઘટનાની તપાસ કરતા માલૂમ પડયું હતું કે ઇલેકટ્કિ સપ્લાય પૂરો પાડતી 75 વર્ષ જૂની લાઇન બળી ગઇ હતી.

જો કે આ લાઇન નવી નાખવાની સાથે જ સેન્ટેનિયલ લાઇટ બલ્બ ફરીથી પ્રકાશ રેલાવવા લાગ્યો હતો. આ બલ્બ પહેલા તો 30 વોટ નો હતો પરંતુ હવે તે 4 વોટ લાઇટ આપે છે. અત્યારે આ બલ્બ પોતાની લાઇટ નહી પરંતુ ઉંમરના લીધે મહત્વનો બની ગયો છે. છેલ્લા ત્રણ દાયકાથી ચાર દાયકાથી સમયાંતરે ચર્ચામાં રહેલો આ બલ્બ એક મ્યૂઝિયમ બની ચૂકયો છે. તેને વિશ્વમાં સૌથી દિઘાર્યુ ગણાતા બલ્બ તરીકે ગ્રીનીસ બૂકમાં સ્થાન મળ્યું છે.

બલ્બની શોધ અને તેના માર્કેટ અંગેની એક ડોક્યુમેન્ટરીમાં જણાવ્યા મુજબ જો લાંબી આવરદા ધરાવતા બલ્બ બનાવવામાં આવશે તો માર્કેટમાંથી બલ્બની ખપત ઓછી થઇ જશે એમ વિચારીને 1920 ના સમયગાળામાં કંપનીઓએ ખાનગી મીટિંગ કરીને બલ્બની એક્ષપાયરી ડેટ ઘટાડી 2500 કલાક કરી હતી. આ બલ્બનું નિર્માણ એ પહેલાના લાંબી આવરદા માટે થયેલું હોય તો પણ 100 થી વધુ વર્ષ પ્રકાશ આપે તે એક કોયડો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *