ભારતની આ ચાર ઐતિહાસિક ઇમારતોને પ્રેમની નિશાની ગણવામાં આવે છે..ત્રીજી અને ચોથી આજ પણ તમે નઈ જોઈ હોઈ..

જાણવા જેવું

આ કિલ્લા ઓ અને મહેલો હંમેશા ઐતિહાસિક મહત્વ યાદ કરાવે છે. પ્રેમ ના પ્રતીક તરીકે બનેલી દેશની આવી ઈમારતો માં કેટલાક મહત્વ ના કિલ્લા અને મહેલ સામેલ છે. આ ઐતિહાસિક ઈમારતો ને આજે પણ પ્રેમ ની નિશાની તરીકે સાચવી રખાઈ છે. પ્રેમ, કુરબા ની અને કર્તવ્ય ની કેટલીક મહા કવિતાઓની સાક્ષી આ ઐતિહાસિક ઈમારતો એ દરેક પેઢી ને પોતાની પ્રેમ કહાની સંભળાવી છે. આ ઈમારતો કેટલીક દુખદ અને શાશ્વત પ્રેમ કહાની ની સાક્ષી રહી ચૂકી છે. પ્રાચીન સમય ની વાસ્તુકલા અને શિલ્પશૈલી માં બનેલી આ ઐતિહાસિક ઈમારતો ની રજવાડી દિવાલો દિલ તરબતર કરી દે છે. ત્યાંના વાતાવરણ માં અનોખી મજા લઇ શકો છો. તો આવો જોઈએ આ નીચે મુજબ ની જગ્યાઓ..

આગ્રા, ઉત્તરપ્રદેશ તાજમહેલ:

આ ભવ્ય પ્રેમ આખી દુનિયા માં તાજમહેલ થી વધુ રજવાડી પ્રેમનું બીજું કોઈ પ્રતીક નથી. સફેદ આરસપહાણ થી બનેલા તાજમહેલ ને મુઘલ સમ્રાટ શાહજહાં એ 1631 થી 1648 ની વચ્ચે પોતાની પત્ની મુમતાઝ મહેલ ના મકબરા તરીકે બનાવ્યો હતો. તેમની પત્ની નું મૃત્યુ પ્રસૂતિ દરમિયાન જ થયું હતું. મુમતાઝ મહલ અને શાહજહાં ની યાદ અપાવનાર આ મકબરા માં મુમતાઝ ને દફનાવાઈ હતી. આ જ મકબરાની બાજુ માં શાહજહાં ને પણ દફનાવાયા હતા. તાજમહેલ ની ઈમારત બહાર એક વિશાળ બગીચો પણ છે, જે આજે ખૂબ જ ઓછો જોવા મળે છે. પ્રેમની આ નિશાની ને દુનિયા ની 7 અજાયબી માં સામેલ કરાઈ છે.

શનિવારવાડા કિલ્લો, પુણે, મહારાષ્ટ્ર મસ્તાની મહેલ:

1730 માં પેશવા બાજીરાવે બનાવેલો શનિવાર વાડાનો કિલ્લો ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. પૂણે ના ગૌરવ અને સન્માન સમાન શનિવાર વાડાનો કિલ્લો પહેલા બાજીરાવ અને તેમની બીજી પત્ની મસ્તાની નું ઘર રહી ચૂક્યો છે. પેશવા બાજીરાવે ના પરિવારે ધાર્મિક કારણોસર મસ્તાની ને કાયદેસર ની પત્ની તરીકે સ્વીકારવાની ના પાડી દીધી હતી. એટલે બાજીરાવે શિવારવાડ ના કિલ્લા માં મસ્તા ની મહેલ બનાવ્યો, જ્યાં બંને સાથે રહેતા હતા. જો કે પાછળ થી આ મહેલ તોડી પડાયો. હવે તે અસ્તિત્વ માં નથી. પરંતુ તેના અવશેષ આજે પણ છે. આ કિલ્લા ના એક દરવાજા પર હજી એક જગ્યાએ લખેલું છે કે મસ્તાની દરવાજો, જેનો ઉલ્લેખ જૂના અભિલેખો માં નટ્કશાલા ગેટ તરીકે કરાયો છે. તેનું નામ મસ્તાની ના નામ પર રખાયું છે. જે બુંદેલખંડ થી આવેલી બાજીરાવ ની બીજી પત્ની હતી.

ઉદેપુર, રાજસ્થાન, ચિત્તોડગઢનો કિલ્લો:

7 મી સદી માં બનેલો આ કિલ્લો ભારતના સૌથી મોટા કિલ્લા ની યાદી માં સામેલ છે. સાથે જ યુનેસ્કો એ તેને હેરિટેજ સાઈટ પણ જાહેર કરી છે. આ કિલ્લા નું મુખ્ય આકર્ષણ ત્રણ માળ નો સફેદ રંગ નો રાણી પદ્માવતી નો મહેલ છે, જે કમલકુંડ ના કિનારે બનેલો છે. આ કિલ્લો વિશાળ હોવાની સાથે સાથે વાસ્તુકળા અને શિલ્પ કળા માટે પણ જાણીતો છે. આ કિલ્લામાં ઝીણી ઝીણી નક્શીદાર જૈન મંદિરો, સ્તંભ, જળાશયો, ભોંયરા સહિત વાસ્તુશિલ્પો થી સજાવટ કરાયેલી છે. ચિત્તૌડગઢ નો રજવાડી કિલ્લો રાણી પદ્મિ ની અને રાજા રતન રાવલ સિંહ ની ઐતિહાસિક પ્રેમ કહાની નું પ્રતીક છે. રાજ એ રાણી પદ્મિની ને સ્વયંવર માં આકરી પરીક્ષા બાદ જીતી હતી અને પોતાની પ્રિય રાણી તરીકે ચિત્તૌડગઢ લાવ્યા હતા. કિલ્લા ની દિવાલો તેમની પૌરાણિક પ્રેમ કહાની ના કિસ્સા બયાં કરે છે.

માંડુ, મધ્યપ્રદેશ, રુપમતી મંડપ:

એક પહાડી પર આવેલો રાણી રુપમતીનો મંડપ વારસા અને ઐતિહાસિક વાસ્તુકલા માટે જાણીતો છે. આ કિલ્લો માંડૂ શહેરમાં આવેલો છે. જે મેદાન થી 366 મીટર ઉંચાઈ પર છે. ચોરસ મંડપ, વિશાળ ગુંબજ ને કારણે તે સુંદર લાગે છે. આ મંડપમાંથી નર્મદા નદી પણ દેખાય છે. માંડુ, રાજકુમાર બાજ બહાદુર અને રાણી રુપમતી ની ઐતિહાસિક પ્રેમ કહાની માટે જાણીતું છે. માંડુ ના અંતિમ સ્વતંત્ર શાસક સુલ્તાન બાજ બહાદુર ને માળવાની રાણી રુપમતી ના મધુર અવાજ સાથે પ્રેમ થઈ ગયો હતો. રાજા એ રુપમતી ને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો, પરંતુ રાણી રુપમતીએ શરત મૂકી કે જો રાજા એવો મહેલ બનાવે કે જ્યાંથી તે પોતાને ગમતી નર્મદા નદી જોઈ શકે, તો જ તે લગ્ન કરશે. આ રીતે રુપમતી મંડપ બન્યો અને બંનેની પ્રેમ કહાની શાશ્વત બની ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *