આ બ્રશ ૧૦ સેકન્ડમાં ચમકાવી દેશે તમારા દાંત, બ્રશનું વેચાણ એપ્રિલથી શરૂ, કિંમત જાણવા ક્લિક કરો..

વ્યાપાર

ટેકનોલોજીની દુનિયામાં અમેરિકાએ એક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સનો શો યોજ્યો હતો જેમાં એક ફ્રેંચ કંપનીએ વાય આકાર સાથે ટુથબ્રશની નવી ડીઝાઇન જાહેર કરી છે. આ બ્રશની મદદથી માત્ર ૧૦ સેકંડમાં જ દાંત સાફ થઇ જશે. કંપનીના કહેવા પ્રમાણે આ ટુથબ્રશ દાંતમાં ફીટ થઇ જશે ત્યારબાદ એક બટન દબાવવાની સાથે જ દાંત સાફ થઇ જશે.આ ટુથબ્રશમાં વાઈબ્રેશન થાય છે જેને લીધે દાંત સાફ થઇ જશે.

વાય (Y) આકારના આ બ્રશ પર નાયલોનનું આવરણ છે. આ બ્રશની ખાસિયત એ છે કે તેની એ રીતની ડીઝાઇન કરવામાં આવી છે કે તે આરામથી દાંતમાં ફીટ થઇ જશે. આ ટુથબ્રશમાં ટુથપેસ્ટ લગાવીને પ્રથમ ૫ સેકન્ડ નીચેના દાંતમાં અને બીજી ૫ સેકન્ડ ઉપરના દાંતમાં ફીટ કરવાનું રહેશે. પાવર બટન દબાવતાની સાથે જ દાંત સાફ થઇ જશે. સામાન્ય રીતે ડેન્ટીસ્ટ આપણને રોજ ઓછામાં ઓછી ૨ મિનીટ સુધી બ્રશ કરવાની સલાહ આપે છે. જો કે આ કંપનીએ એવો દાવ કર્યો છે કે આ ટુથબ્રશની સ્પીડમાં દાંત સાફ થશે અને ૧૫ ટકાથી વધારે જીવાણું સાફ કરવામાં પણ સક્ષમ છે.

સામાન્ય બ્રશ કરતા આ બ્રશની ખાસિયત પણ ઘણી વધારે છે જેથી તેની કિંમત પણ વધારે છે. એક ટુથબ્રશની કિંમત ૧૨૫ ડોલર એટલે કે ૯ooo રૂપિયા છે. આ ટૂથબ્રશનું વેંચાણ એપ્રિલ મહિનાથી શરુ થઇ જશે. આ બ્રશને સમયાંતરે ચાર્જ કરવાનું પણ રહેશે. ચાર્જ થઇ ગયા પછી તમે આ બ્રશથી ૧૦ સેકન્ડ દાંત સાફ કરી શકશો, અને ૧૦ સેકન્ડ બાદ તમારા દાંત ચમકવા લાગશે આને કારણે કિટાણુંઓનો પણ ખાત્મો થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *