આ રીતે ઘરે જ બનાવો મેક્સિકન બ્રેડ રોલ..

રેસિપી

સામાન્ય રીતે આપણે પંજાબી, ઇટાલિયન અને મેકિસકના વાનગી ખાવાનું વધુ પસંદ કરીએ છીએ કારણ કે આપણે ચટાકેદાર ખાવાના શોખીન છીએ. મેક્સિકનકુંડમાં પણ મરીમસાલાનો વધારે ઉપયોગ થાય છે એટલે આપણને એ ટેસ્ટી લાગે છે. આવો જાણીયે આ નવી ચટાકેદાર વાનગી વિશે.

સામગ્રી:

  • ૮ – ૧૦ નંગ બ્રેડ સ્લાઇસ,
  • ૨ ટેબલસ્પૂન માખણ,
  • ૩ ટેબલસ્પૂન મેંદો,
  • ૧-૧/૨ કપ દૂધ,
  • ૪ ટેબલસ્પૂન બાફેલા મકાઈના દાણા,
  • 3 ટેબલસ્પૂન કેપ્સિકમ,
  • ૧/૨ કપ છીણેલું ચીઝ,
  • સ્વાદાનુસાર મીઠું,
  • તળવા માટે તેલ,
  • સ્વાદાનુસાર ચીલી ફલેકસ.

રીત:

* એક પેનમાં માખણ ગરમ કરી મેંદો નાખી એક મિનિટ શેકો. મેંદો શેકાઇ જાય એટલે એમાં ધીમે ધીમે દૂધ નાખી. મધ્યમ તાપે બે મિનિટ થવા દો. ગઠ્ઠા ન બાઝે તે ધ્યાન રાખો.
* તેમાં મકાઇના દાણા, કેપ્સિકમ, મીઠું અને ચીલી ફલેકસ નાખી મિકસ કરો.
* તેમાં ચીઝ નાખી મિકસ કરી ગેસ બંધ કરી ઠંડું થવા દો.
* બ્રેડની કોર કાપી પાણીમાં પલાળો. નિચોવી વધારાનું પાણી કાઢી નાખો.
* બ્રેડની સ્લાઇસમાં વચ્ચે થોડું પૂરણ મૂકી રોલ વાળો.
* એક કઢાઇમાં તેલ ગરમ કરી એમાં રોલ્સ મૂકી ગોલ્ડન બ્રાઉન તળો.
* ગરમાગરમ બ્રેડ રોલ્સ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *