આ રીતે ઘરે જ બનાવો પાઇનેપલ સાલ્સા..

રેસિપી

સામાન્ય રીતે આપણે પંજાબી, ઇટાલિયન અને મેકિસકના વાનગી ખાવાનું વધુ પસંદ કરીએ છીએ કારણ કે આપણે ચટાકેદાર ખાવાના શોખીન છીએ. મેક્સિકનકુંડમાં પણ મરીમસાલાનો વધારે ઉપયોગ થાય છે એટલે આપણને એ ટેસ્ટી લાગે છે. આવો જાણીયે આ નવી ચટાકેદાર વાનગી વિશે.

સામગ્રી:

  • ૪ સ્લાઇસ પાઇનેપલ,
  • ૧ નંગ સમારેલો કાંદો,
  • ૧ નંગ સમારેલું ટામેટું,
  • ૨ ટેબલસ્પન હેલેપિનો,
  • ૨ કળી વાટેલું લસણ ,
  • ૧/૪ ટીસ્પૂન જીરું પાઉડર,
  • ૧/૪ ટીસ્પૂન લાલ મરચું ,
  • ૧ નંગ લીંબુ,
  • ૨ ટેબલસ્પન કોથમીર,
  • સ્વાદાનુસાર મીઠું.

રીત:

પાઇનેપલના નાના નાના ટુકડા કરો.
એક બાઉલમાં પાઇનેપલ, કાંદા, ટામેટાં, હેલેપિનો અને વાટેલું લસણ મિકસ કરો.
તેમાં મીઠું, જીરું પાઉડર, લાલ મરચું નાખી. બરાબર મિકસ કરો. લીંબુનો રસ નાખી મિકસ કરો. કોથમીરથી ગાર્નિશા કરી ફ્રીઝમાં રાખો.
ટોર્ટિલા સાથે પાઇનેપલા સાલ્સા સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *