આ રીતે તમારા ઘરે જ બનવો, મીઠી અને તીખી તમ તમતી ટેસ્ટફુલ દાબેલી..

રેસિપી

ગુજરાતમાં દાબેલી સૌથી લોકપ્રિય શેહરી ભોજન છે. તે દેખાવમાં બર્ગર જેવી જ લાગે છે, પરંતુ તેનો સ્વાદ તદ્દન અલગ હોય છે. તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતની સૌથી લોકપ્રિય વાનગીમાની એક વાનગી એટલે કે દાબેલી કેવી રીતે બનાવવી શકાય. નીચે જણાવેલ સામગ્રી 2 થી 3 વ્યક્તિ માટેની છે.

દાબેલી બનાવવા માટે જરૂરી સામગ્રી.

 • પાઉં- 8,
 • માખણ- 2 ચમચી,
 • ગળી ચટણી- અળધો કપ,
 • લાલ અથવા લીલા ચટણી- અળધો કપ,
 • મસાલા મગફળી- અડધો કપ,
 • પાતળીસેવ- અડધો કપ,
 • કોથમીર- અડધો કપ,
 • દાડમ ના દાણા- અડધો કપ,
 • દબેલી મસાલો- જરૂરિયાત મુજબ,
 • સુકાં ધાણા- 1 ચમચી,
 • જીરું- 1 ચમચી,
 • લાલ મરચાં- 1 નંગ,
 • ગોળ- એક ટુકડો,
 • લવિંગ- 2 નંગ,
 • મરી- 3-4,

દાબેલી ના સ્ટફિંગ માટે:

 • બટાટા- 4,
 • ટામેટાં- 2,
 • લીલા મરચુ- 1 નંગ,
 • આદુ- 1 નંગ,
 • માખણ- 1 ચમચી,
 • તેલ- 1 ચમચી,
 • જીરું- અડધી ચમચી,
 • હિંગ- 1 પીંચ,
 • હળદર પાવડર- 1/4 ચમચી,
 • ખાંડ- 3/4 ચમચી, (જો તમે ઈચ્છો તો)
 • લીંબુનો રસ- 1 ચમચી, (જો તમે ઇચ્છો તો)
 • મીઠું- સ્વાદ મુજબ, (અડધી ચમચી)

દાબેલી બનાવવાની પદ્ધતિ.

બાફેલા બટાકા લો છાલ વગર ના તેને સારી રીતે મસળી લો. ટામેટા લો અને તેને એક-દમ જીણા કાપી લો. આદુની પેસ્ટ કરો. લીલા મરચાં ને પણ જીણા કટ કરી લો. હવે આ તમામ ને બટાકા ના મસાલા ની સાથે ભળી દો. લાલ મરચાંને છોડી દો અને ગરમ પાણીમાં મૂકી. અને જ્યા સુધી હલકા લાલાસ પડતાં ના થાય ત્યાં સુધી ધીમે-ધીમે હલાવો. સેકેલા મસાલા ને ઠંડાં કરો. હવે આ મસાલાને ત્યારે ઉપયોગ માં લેવાના છે, જ્યારે આપણે દાબેલી માટે નો માવો બનાવીએ. હવે એક પ્લેટ માં માખણ અને તેલ રેડી તેને ધીરા તાપે ગરમ કરો. હવે તેમાં હિંગ અને જીરું ઉમેરો જીરા ને ફ્રાય કરો તેમાં આદું પેસ્ટ, હળદર, મરચું ઉમેરો પછી તેમાં ટામેટાં ઉમેરો તેને ધીરે તાપે શેકાવાળો દો.

હવે તેમાં અગાઉ તૈયાર કરેલ બટાકા નો મસાલો ઉમેરો અને તેને 3 થી 4 મિનિટ માટે તેને રેહવા દો, મસાલો તૈયાર છે હવે આ મસાલા ને એક વાસણ માં કાળી લો. હવે પાઉં ને એક સાઇડ થી કાપો. યાદ રહે કે, બીજી બાજુ કપાવવી ના જોઈએ, હવે વારાફરતી જરૂરિયાત મુજબ ચટણી પાઉં માં રેડો પછી તેમાં મસાલો મૂકો અંત માં તેમાં ઉપર થી થોડી સેવ, મસાલા સિંગ, દાડમ અને કોથમીર ઉમેરો તો મિત્રો સ્વાદિષ્ટ દાબેલી તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *