આ છે ક્રિકેટ ક્લબ ની હોટેસ્ટ એન્કરો ત્રીજી વારી દેખાઈ છે અદભુત..જુઓ ક્લિક કરીને.

રમતગમત

શિબાની દંડેકર:

ફરહાન અખ્તર સાથે ના સંબંધો ને કારણે ભલે તે ચર્ચામાં રહી હોય બાકી તેની વ્યક્તિગત ઓળખ સિંગર, અભિનેત્રી અને મોડેલ તરીકેની છે. અમેરિકામાં ટેલિવિઝન એન્કર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ ભારત આવીને કેટલાય હિન્દી કાર્યક્રમોના હોસ્ટ તરીકે કામ કર્યું. 38 વર્ષની શિબાની મોડલિંગ કરી ચૂકી છે.

2011 થી 2015 વચ્ચેના વર્ષોમાં તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગના એન્કર તરીકે કામ કર્યું. આઈ પી એલના એન્કરિંગ દ્વારા જાણીતી થઈ. વર્લ્ડકપ વિશે વાત કરતાં જણાવે છે કે, વર્લ્ડકપ 2019 નો મને ઉત્સાહ છે. બ્રિટિશ કોમેડિયન જેક વ્હાઈટ હોલ સાથે આ ટુનાર્મેન્ટની ઓપનિંગ સેરેમની હોસ્ટ કરીશ. મને આપણી ટીમ માટે લાગણી છે પણ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ પણ ગમે છે. એન્કર તરીકે કેટલાય વર્ષોથી જોડાયેલી છું. આઈ પી એલ નું એન્કરિંગ કરવા મળ્યું તે વાત નો આનંદ આ વર્ષે વર્લ્ડકપ ની ઓપનિંગ સેરેમની માં હોસ્ટ છું તેનો મને આનંદ છે.

રોશેલ રાવ:

વર્ષ 2012 માં ફેમિના મિસ ઈન્ડિયા રોશેલ રાવ ને બિગ બોસ 9 માં ભાગ લીધા બાદ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. ધ કપિલ શર્મામાં લોટરીના પાત્ર માં રોશેલ ને લોકપ્રિયતા મળી હતી. 2014 માં કિંગ ફિશર કેલેન્ડર માં તે આકર્ષક પોઝ માં જોવા મળી હતી. ચેન્નાઈ માં જન્મેલી રોશેલ રાવે ઈન્ડિયન પ્રીમિયર લીગની છઠી સીઝનમાં હોસ્ટિંગ દ્વારા લોકપ્રિય થઈ હતી. પોતાના અનુભવ અંગે વાત કરતાં કહે છે કે, જ્યારે પહેલી વખત ક્રિકેટ ઈવેન્ટ માં એક પ્રસ્તુત કર્તા તરીકે શરૂઆત કરી ત્યારે લોકો ની માન્યતા હતી કે મહિલા ઓ ક્રિકેટ નથી જોતી. પણ આ વાત સાચી નથી.

હું મારા ભાઈ અને પપ્પા સાથે ક્રિકેટ જોતી હતી અને તે દરમિયાન ઘણું શીખી છું. મેં અને મારા જેવી યુવતીઓ એ સાબિત કરી દીધું છે કે મહિલા ઓ ક્રિકેટ જોતી હોય છે અને રમતી પણ હોય છે. આ વર્લ્ડકપમાં આકરી હરીફાઈ થવાની છે. વિરાટ કોહલી અને તેમની ટીમ સારો દેખાવ કરશે. આપણી ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક વર્ષો માં કેટલીયે ટુર્નામેન્ટ જીતી છે એટલે મને આશા છે આપણે જ વર્લ્ડ કપ જીતીશું. આપણા સિવાય ઈંગ્લેન્ડ ની ટીમ પણ મજબૂત છે. હું આ વખતે હોસ્ટ તો નથી પણ ફિમેલ એન્કર ને હોસ્ટ કરતી જોઈ ને હું આ વર્લ્ડકપ ની મેચો માણવાની છું.

મંદિરા બેદી:

ફિલ્મો, ટેલિવિઝન સિરિયલ અને વિબસીરીઝ માં અભિનયની સાથે સાથે ક્રિકેટ હોસ્ટિંગ માં મંદિરા ની લાંબી કારકિર્દી રહી છે. શાંતિ સિરિયલ માં જ્યારે મંદિરા ને પહેલી વખત જોઈ હશે ત્યારે કોણે કલ્પના કરી હશે કે આ છોકરી એક દિવસ આટલું જાણીતું નામ થઈ જશે.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં મંદિરા ને જોઈ ત્યારે સુખદ આશ્ચર્ય થયું હતું. મંદિરા બેદી એ 2003 અને 2007 માં આઈ સી સી ક્રિકેટ વર્લ્ડ કપ નું હોસ્ટિંગ કર્યું હતું. તે સિવાય 2004 અને 2006 માં તેણે ચેમ્પિયન્સ ટ્રોફી માં એન્કરિંગ કર્યું હતું. મંદિરા બેદી આઈ પી એલની બીજી સીઝન સહિત કેટલીયે ક્રિકેટ ઈવેન્ટ હોસ્ટ કરી ચૂકી છે.

પલ્લવી શારદા:

ઓસ્ટ્રેલિયામાં જન્મેલી પલ્લવી શારદા ભારતીય નેપાળી મૂળની છે. એન્ટિંગમાં કારકિર્દી ઘડવા 2010 માં પલ્લવી મેલબોર્નથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. 2016 માં તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એન્કરિંગ કર્યું.

ચહેરો જાણીતો થયા બાદ તેણે માઈ નેમ ઈઝ ખાન, દસ તોલા, બેશરમ, હવાઈ ઝાદા અને બેગમ જાન જેવી ફિલ્મો માં પણ અભિનય કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *